Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 524
________________ નવ પદ એના નવનિધિ આપે, ભવભવનાં દુઃખ કાપે; વીર વચનથી Æયે વ્યાપે, પરમાતમ પદ આપે...સમ ૦ ૫ (૪) શ્રી નવકાર જપો મનરંગે, શ્રી જિનશાસન સાર; સર્વ મંગલમાં પહેલું મંગલ, જપતાં જયજયકાર. (૧) પહેલે પદ ત્રિભુવનજન પૂજિત, પ્રણમી શ્રી અરિહંત; અષ્ટકર્મ વરજિત બીજે પદ, બાવો સિદ્ધ અનંત. (૨) આચારજ ત્રીજે પદ સમરો, ગુણ છત્રીશ નિધાન; ચોથે પદ ઉવઝાય જપીજે, સૂત્ર સિદ્ધાંત સુજાણ. (૩) સર્વ સાધુ પંચમ પદ પ્રણમો, પંચ મહાવ્રત ધાર; નવ પદ અષ્ટ ઈહાં છે સંપદ, અડસઠ વરણ સંભાર. સાત અક્ષર છે ગુરુ જેહના, એકસઠ લઘુ ઉચ્ચાર; સાત સાગરના પાતક વ, પદે પંચાસ વિચાર. (૫) સંપૂરણ પણસય સાગરના, પાતક જાયે દૂર; ઈહ ભવ સર્વકુશળ મનવાંછિત, પરભવ સુખ ભરપૂર. (5) યોગી સોવન પુરિસો કીધો, શિવકુમાર ઈણે ધ્યાન; સર્પ મિટિ તિહાં ફૂલની માળા, શ્રીમતીને પરધાન (૭) જક્ષ ઉપદ્રવ કરતો વાર્યો, પરચો એ પરસિદ્ધ; ચોર ચંડપિંગલ ને હુંડક, પામે સુરતણી રિદ્ધ. (૮) પંચ પરમેષ્ઠિ છે જગ ઉત્તમ, ચૌદપૂરવનો સાર; ગુણ બોલે શ્રી પદ્મરાજગણિ, મહિમા ાસ અપાર. (૯) (સમરો મંત્ર ભલો નવકાર... એ રાગ) ગણજો મંત્ર ભલો નવકાર, એહની સિદ્ધિનો નહિ પાર; એના સમર્યાથી સુખ થાય, એના ગણવાથી દુઃખ જાય-ગણ૦ ૧ સુખમાં ગણજે દુઃખમાં ગણજે, મરતાં પ્રેમથી સુણજો; ત્રિકરણ યોગે હરઘડી ગણજે, અવિચળ સુખડાં વર-ગણ૦ ૨ દેવો ગણતા દાનવ ગણતા, ગણતા રંકને રાય; યોગી ભોગી બાને સમરી, મુક્તિપુરીમાં જાય-ગણ૦ ૩ મહિમાવંતો જુગ જયવંતો, મંગળને કરનાર; શક્તિવંતો કર્મ ચૂરતો, દેવગતિ દેનાર-ગણ૦ ૪ આ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548