Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 513
________________ સંભળાવ્યો શ્રીનવકાર સ્વયંમુખ, ઇન્દ્રભુવન અવતાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીલેં નવકાર. ૫ મન શુદ્ધ જપતાં મયણાસુંદરી, પામી પ્રિયસંયોગ, ઈણ ધ્યાન થકી કષ્ટ ટળ્યું ઉંબરનું રક્તપિત્તનો રોગ; નિશ્ચ શુંજપતાં નવનિધિ થાય, ધર્મતણો આધાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીલેં નવકાર. ૬ ઘટમાંહિ કૃષ્ણ ભુજંગમ ઘાલ્યો, વરણી કરવા ઘાત, પરમેષ્ઠિપ્રભાવે હાર ફૂલનો, વસુધામાંહિ વિખ્યાત; કમલાવતીયે પિંગલ કીધો, પાપણો પરિહાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૭ ગયણાંગણ જાતિ રાખી રહીને, પાડી બાણપ્રહાર, પદ પંચ સુગંતાં પાંડુપતિ ઘર, તે થઈ કુંતા નાર; એ મંત્ર અમૂલક મહિમા મંદિર, ભવદુઃખ ભંજણહાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીલેં નવકાર. કંબલ સંબલે કાદવ કાઢ્યાં, શકટ પાંચસેં માન, દીધે નવકારે ગયા દેવલોકે, વિલસે અમરવિમાન; એ મંત્ર થકી સંપત્તિ વસુધા લહી, વિલસે જૈન વિહાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીલેં નવકાર. ૯ આગે ચોવીસી હુઈ અનંતી, હોશે વાર અનંત, નવકારતણી કોઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત; પૂરવ દિશિ ચારે આદિ પ્રપંચે, સમરે સંપત્તિ થાય, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તો, નિત્ય જપી નવકાર. ૧૦ પરમેષ્ઠિસુરપદ તે પણ પામે, જે કૃત કર્મ કઠોર, પુંડરીકગિરિ ઉપર પ્રત્યક્ષ પેખો મણિધરને એક મોર; સદગુરુ સમ્મુખ વિધિએ સમરતાં, સફલ જનમ સંસાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જીર્ષે નવકાર. ૧૧ શૂલિકારો પણ તસ્કર કીધો, લોહખરી પરસિદ્ધ તિહાં શેઠે નવકાર સુણાવ્યો, પામ્યો અમરની રિદ્ધ; શેઠ તપે ઘર વિપ્ન નિવાય, સુરે કરી મનોહાર, સો ભવિયા ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીલેં નવકાર. ૧૨ શ્રી નમસ્કારમંત્રનો છંદ ૪૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548