Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 505
________________ પંચનમસ્કારના શ્રવણથી અહો ! આજ મારો પ્રશમ, દેવગુરુની આજ્ઞાનું પાલન, નિયમ, તપ અને જન્મ એ સઘળું ય સફળ થયું. અગ્નિનો તાપ જેમ સુવર્ણની શુદ્ધિને માટે થાય છે, તેમ મારી વિપત્તિ પણ મને સંપત્તિ માટે થઈ કારણ કે મહામૂલ્યવાન એવા આ નમસ્કારનું તેજ આજે મને મળ્યું ! આ રીતિએ શમરસના ઉલ્લાસપૂર્વક નમસ્કારનું શ્રમણ અને તેની ભક્તિ કરનારો જીવ ક્લિષ્ટકર્મોને હણી સદ્ગતિનું ભાજન થાય છે. ઉત્તમદેવોને વિષે ઉત્પન્ન થઈ, ત્યાંથી વી વિપુલ કુળોમાં ઉત્પન્ન થઈ, પરંપરાએ આઠ ભવમાં સિદ્ધિને પામે છે. પ્રકાશ સાતમો સર્વકાળ તથા સર્વક્ષેત્રોને વિષે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી ત્રણ લોકને પાવન કરનારા શ્રી જિનેશ્વરી મને શરણભૂત હો. તે જિનેશ્વરો અતીતકાળમાં શ્રી કેવળજ્ઞાની વગેરે થઈ ગયા. વર્તમાનકાળમાં શ્રી28ષભદેવાદિ થયા અને ભવિષ્યકાળમાં શ્રી પડાનાભાદિ થશે. શ્રી સીમંધરાદિ વિહરમાનઅરિહંતો છે. શ્રી ચંદ્રાનન, શ્રી વારિષેણ, શ્રી વર્ધમાન અને શ્રી ઋષભ એ ચાર શાશ્વતાતીર્થંકરો છે. વર્તમાનકાળમાં તેઓ સંખ્યાતા છે અને સઘળાય વિદેહો, ભરત અને ઐરાવતના ભૂતકાળમાં અનંતા થયા અને ભવિષ્ય કાળમાં અનંતા થશે. તેઓ કેવળજ્ઞાનના પ્રકાશથી દેદીપ્યમાન છે. અઢાર દોષોથી રહિત છે. અસંખ્યાતા ઇન્દ્રો તેમનાં ચરણોની સેવા કરે છે. સુંદરપ્રાતિહાર્ય અને અતિશયોથી તેઓ યુક્ત છે. પાંત્રીશ ગુણના શણગારવાળી દેશનાથી ત્રણ જગતના જીવોને તેઓ બોધિનું દાન આપે છે. અનુત્તરવિમાનવાસી દેવો નિરંતર તેમનું સ્મરણ કરે છે. બીજી કોઈ ન આપી શકે તેવા મોક્ષમાર્ગનું તેઓ દાન આપે છે. આવા જિનેશ્વરોનું સમ્યગુ રીતિએ દર્શન કરવાથી જ પાપ પલાયન કરી જાય છે, આધિ-વ્યાધિ નાશ પામી જાય છે અને દરિદ્રતા દૂર ભાગી જાય છે. જે જિહુવા ક્ષણેક્ષણે જિનેન્દ્રોના માહાભ્યનું સ્તવન કરતી નથી, તે માંસના ખંડરૂપ જિતા નિંદ્ય છે, તે વડે સર્યું. અરિહંતોના ચરિત્રના મધુર શ્રવણથી જે કર્ણ અજાણ છે, તે કર્ણ અને છિદ્રમાં કાંઈ જ અંતર નથી. જે નેત્રો સર્વ અતિશયસંપન્ન શ્રી જિનબિમ્બમાં દર્શન કરતાં નથી, તે નેત્રો નથી પણ મુખરૂપી ઘરનાં જાળિયાં છે. અનાર્યદેશમાં વસતા શ્રી આદ્રકુમાર અતિપ્રતિમાના દર્શનથી સંસારના પારને પામ્યા. શયંભવ ભટ્ટ જિનબિમ્બના દર્શનથી ક્ષણમાં તત્ત્વને જાણનારા થયા અને સુગુરુનાં ચરણોને સેવીને ઉત્તમાર્થ સાધી ગયા. અહો ! સાત્ત્વિકશિરોમણિ શ્રી વજકર્ણરાજા સર્વનાશના પ્રસંગમાં પણ જિન વિના અન્યને ન નમ્યા. દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્વમાં સ્થિરચિત્તવાળા વાનરેન્દ્ર શ્રી વાલી રાજાનું તેજ પૂજનિક છે. મહાસતી સુલસાની દઢતાથી જગદ્ગુરુ શ્રી વીરપરમાત્મા પણ કલ્યાણવાર્તામાં તેણી ને યાદ કરે છે. શ્રી વીરને ભાવથી વંદન કરવા જનારો દદૂર દેડકો રસ્તામાં જ મરીને સૌધર્મકલ્પમાં મહર્તિકદેવ થયો. હાસા-માસાનો પતિ કે જે દેવલોકમાં આભિયોગ્યના નીચકર્મથી ખેદ પામ્યો હતો, તેણે પોતાના આત્માની મુક્તિને માટે દેવાધિદેવની પ્રતિમા પૃથ્વીતલ પર પ્રગટ કરી. શ્રી નમસ્કાર માહાભ્ય-પ્રકાશ-૭ ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548