Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 507
________________ લોકોત્તરસત્ત્વને કહેનારાં જેટલાં નામો છે તે ખરી રીતે અરિહંતનાં જ નામ છે. તે સિવાય સત્ત્વ, રજ અને તમોગુણના આભાસથી ઉત્પન્ન થયેલાં નામો તો મારા જેવાને પણ આ સંસારમાં કરોડો વાર પ્રાપ્ત થાય છે. મૂઢમાણસ પોતાના દેવનાં હજાર નામ સાંભળી હર્ષિત થાય છે, કારણ કે શિયાળને બોર મળવાથી પણ મોટો મહોત્સવ થાય છે. અનંતગુણો સિદ્ધ થયેલા હોવાથી જિનનાં નામ અનંત છે. અથવા તો નિર્ગુણ (સત્ત્વાદિ ગુણથી રહિત) હોવાથી તેમને નામ જ નથી, તો નામની સંખ્યા કોણ કરે? સત્ત્વ, રજ અને તમોગુણથી રહિત પરમેષ્ઠિના પ્રભાવથી જ આ વિશ્વ અજ્ઞાનના કાદવમાં ખેંચી જતું નથી. હું એમ માનું છું કે લોકના અગ્રભાગે જતા લોકનાથ શ્રી અરિહંતદેવ જગતના જીવોને પાપથી બચાવવા માટે પુણ્યને અહીં જ મૂકતા ગયા. સમિતિમાં અપ્રમત્ત એવા પ્રભુ પાસેથી પાપ ભવારણ્યમાં નાસી ગયું, તેના ધ્વસ માટે પુણ્ય પણ પૂંઠે ગયું. એ રીતે પુણ્યપાપ બંનેથી નિર્નિમુક્ત ભગવાન જિન, લોકાગ્ર પર આરૂઢ થઈ મુક્તિકાંતાની સાથે વિલાસ કરે છે. જિન દાતા છે, જિન ભોક્તા છે, સર્વજગત જિન છે, જિન સર્વત્ર જયવંતા છે. જિન છે, તે આ (આત્મા) જ છે. આમ ધ્યાનરસના આવેશથી તન્મયપણાને પામેલા જીવો, આ લોક અને પરલોકમાં, નિર્વિને સકલ લક્ષ્મીને વરે છે. પ્રકાશ આઠમો આઠ કર્મથી મુક્ત અને પંદર ભેદથી પ્રસિદ્ધ શ્રી સિદ્ધભગવંતો જે અરિહંતોને પણ માન્ય છે, તેમનું કયો સત્પરુષ સ્મરણ ન કરે? નિરંજન, ચિદાનંદ, રૂપરહિત, સ્વભાવથી લોકાઝને પામેલા, અનંત ચતુષ્ટયને ધારણ કરનારા સાદિ અનંતસ્થિતિને ભજનારા, એકત્રીશ ગુણોથી યુક્ત, પરમેશ્વર, પરમાત્મા, શ્રી સિદ્ધભગવંતો મને સદાકાળ શરણભૂત હો. છત્રીશ ગુણથી વિભૂષિત શ્રી ગણધરો મને શરણ આપો. સર્વસૂત્રના ઉપદે શ્રી ઉપાધ્યાયો મને શરણ આપો. દશ પ્રકારના ધર્મમાં લીન, સદા સામાયિકમાં સ્થિર, રત્નત્રયને ધરનારા શ્રી સાધુઓનું મને શરણ હો. ચરાચર જગતના આધારભૂત કેવલિ પ્રણીત ધર્મ મારું પરમશરણ હો. ધર્મરૂપી હિમાલય જ્ઞાન, દર્શન, ચરિત્રરૂપી નદીઓથી ત્રણ ભુવનને પવિત્ર કરનાર છે. વિવિધદગંત, હેતુ, યુક્તિ આદિથી મનોહર એવા સ્યાદવાદતત્ત્વમાં હુ લીન થયો છું. નવતત્ત્વરૂપી અમૃતના કુંડથી ભરેલો સર્વશસિદ્ધાંત ગંભીર હોવાથી પાતાલ જેવો લાગે છે. શ્રી જિનાગમ સર્વ જ્યોતિષીઓને માન્ય છે, મધ્યસ્થપણાનો આશ્રય કરનાર છે અને વિચારશીલપુરુષોનું સ્થાન છે. શ્રી જિનેશ્વરની વાણી ધર્મરાજાની રાજધાની છે, દુષ્ટકર્મને બાળી નાખનારી છે, સંદેહને કાપનારી છે, તથા કલ્યાણની વૃદ્ધિ કરનારી છે. આ પ્રમાણે નમસ્કારના ધ્યાનમાં મગ્ન આત્માઓની કર્મપ્રન્યિ વિલય પામે છે. શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મીની લીલાને પ્રકાશિત કરનાર તથા દેવોના સામ્રાજ્યને અને . શિવપદને આપનાર આ પાંચ નમસ્કાર જયવંત હો. સરસ્વતી નદીને કિનારે શ્રી સિદ્ધપુરનગરમાં શ્રી સિદ્ધસેનસૂરીશ્વરજીએ આ શ્રી નમસ્કારમાહાત્ય રચ્યું છે. શ્રી નમસ્કાર મહાવ્ય-પ્રકાશ૮ ૪૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548