Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 504
________________ જે અસંખ્યદુઃખોનો ક્ષય કરે છે, જે આ લોક અને પરલોકમાં સુખ આપવામાં કામધેનુ સમાન છે, દુષમકાળમાં જે કલ્પવૃક્ષસમાન છે, તે મંત્રાધિરાજનો જાપ શા માટે ન ક૨વો ? દીવાના કે સૂર્યના તેજથી પણ જે અંધકારનો નાશ થતો નથી, તે અંધકારનો નાશ નમસ્કારથી થાય છે. કૃષ્ણ અને શામ્બની માફક ભાવનમસ્કારમાં તત્પર થા અને વીરાસાળવી તથા પાલકની માફક દ્રવ્યનમસ્કારમાત્રથી આત્માની ફોગટ વિડંબના મા કર. જેમ નક્ષત્રોમાં ચંદ્રમા શોભાયમાન છે, તેમ તમામ પુણ્યરાશિમાં ભાવનમસ્કાર શોભે છે. અર્થાત્ તે સર્વશ્રેષ્ઠ છે. જીવે અનંતીવાર દ્રવ્યલિંગો ગ્રહણ કર્યાં અને મૂક્યાં પણ તે ભાવનમસ્કાર વિના ફળ્યાં નહિ. આઠવાર, આઠસોવાર, આઠહજારવાર કે આઠકરોડવાર આ નમસ્કાર વિધિપૂર્વક જપવામાં આવે તો તે ત્રણ ભવમાં મુક્તિ આપે છે. હે ધર્મબન્ધુ ! સરળભાવે ફરીથી તને પ્રાર્થના કરું છું કે સંસારસમુદ્રમાં જહાજસમાન આ મંત્રને વિષે શિથિલ થઈશ નહીં. આ ભાવનમસ્કાર અવશ્યમેવ ઉત્કૃષ્ટ તેજ છે, સ્વર્ગાપવર્ગનો માર્ગ છે, દુર્ગતિનો નાશ કરવામાં અગ્નિના કણ સમાન છે. ભવ્યપ્રાણીઓ અંતસમયની આરાધના વખતે આને ભણે, ગણે, સાંભળે અને એનું ધ્યાન ધરે તો તે કલ્યાણની પરંપરાને પામે છે. જેમ ઘ૨માં આગ લાગે ત્યારે ગૃહસ્થ બધું જ મૂકીને સારભૂત એવા એક મહારત્નને જ ગ્રહણ કરે છે, તથા યુદ્ધમાં કટોકટીના સમયે મહાસુભટ પોતાના અમોધશસ્ત્રને જ ગ્રહણ કરે છે. તેમ અંત સમયે સર્વશ્રુતસ્કંધનું ચિન્તવન કરવાનું સામર્થ્ય રહેતું નહીં હોવાથી ધીરબુદ્ધિવાળા સાત્વિકપુરુષો દ્વાદશાંગીના સારભૂત પંચપરમેષ્ઠિને જ યાદ કરે છે. સમુદ્રમાંથી અમૃતની જેમ, મલયાચલમાંથી ચંદનની જેમ, દહીંમાંથી માખણની જેમ, આગમમાંથી ઉદ્ભરેલા સર્વશ્રુતના સારભૂત અને કલ્યાણના નિધિસમાન આ નવકારને કોઈક ધન્યપુરુષ જ સેવે છે. પવિત્રશરીરે, કમલાસને બેસી, હાથને યોગમુદ્રાએ રાખી, સંવિગ્નમનવાળા બની, સ્પષ્ટ, ગંભીર અને મધુર સ્વરે પૂર્ણ પંચનમસ્કારનો સમ્યક્ પ્રકારે ઉચ્ચાર કરવો એ ઉત્સર્ગ વિધિ છે. ગ્લાનિ આદિના કારણે આ વિધિ પાળવી ન બને તો ૫૨મેષ્ઠિઓના નામના આદિ અક્ષરોથી બનતા ‘સિઝાડતા ।' મંત્રને યાદ કરીને પણ અનંતા જીવો યમના બંધનથી મુક્ત થયા છે. અથવા તો એ આઘ અક્ષરોની સંધિ કરવાથી ગ+++3+મ્=M (ૐ)બને છે કે જે ૐકાર મોહહસ્તીને વશ કરવા માટે અંકુશસમાન છે. દૈવવશાત્ અંતસમયે ૐકારને પણ યાદ ન કરી શકાય તો ધર્મબન્ધની પાસેથી તેનું શ્રવણ ક૨વું અને વિચારવું કે અહો ! હું સર્વાંગે અમૃતથી સીંચાયો છું અને આનંદમય થયો છું કે જેથી કોઈ પુણ્યશાળી બંધુએ પરમપુણ્યના કારણભૂત, પરમકલ્યાણને કરનાર, પરમમંગલમય એવો આ પંચનમસ્કાર મને સંભળાવ્યો. આ પંચનમસ્કારનું મને શ્રવણ થયું તેથી અહો ! મને દુર્લભવસ્તુનો લાભ થયો, પ્રિયનો સંગમ થયો, તત્ત્વનો પ્રકાશ થયો, હાથમાં સારભૂત વસ્તુ આવી, આજે મારાં કષ્ટો નષ્ટ થયાં, પાપ પલાયન કરી ગયાં અને હું ભવસમુદ્રનો પાર પામ્યો. ૪૬૨ Jain Education International ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548