Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 503
________________ પ્રકાશ છટ્ટો આ પંચ પરમેષ્ઠિને કરાયેલો નમસ્કાર સર્વપાપનો નાશ કરનાર છે તથા સર્વમંગળોમાં પ્રથમ મંગળ છે. જે કોઈ પાંચ સમિતિમાં પ્રયત્નશીલ બની, ત્રણ ગુપ્તિથી પવિત્ર થઈ, આ પંચ નમસ્કારનું ત્રિકાળસ્મરણ કરે છે, તેને શત્રુ મિત્રરૂપ બને છે અને વિષ અમૃતરૂપ થાય છે, શરણરહિત એવું અરણ્ય પણ જાણે વસવા લાયક સુંદર મહેલ હોય તેવું બની જાય છે, દુષ્ટગ્રહો અનુકૂળ થઈ જાય છે, ચોર લોકો યશ ફેલાવનારા બને છે, ખરાબ નિમિત્તો અને અપશુકનાદિ પણ શુભફળને આપનારાં બને છે, મંત્ર, તંત્ર વગેરે તેનો પરાભવ કરી શકતા નથી, ડાકણો પણ એનો દ્રોહ કરી શકતી નથી, સર્પો કમળની નાળ જેવા બની જાય છે, અગ્નિ ચણોઠીના ઢગલા જેવો થઈ જાય છે, સિંહો શિયાળ જેવા બની જાય છે, હાથીઓ મૃગલા જેવા થઈ જાય છે, રાક્ષસો રક્ષા કરતા થઈ જાય છે, ભૂતો વિભૂતિ કરનારા બને છે, પ્રેત પ્રીતિ કરવા લાગે છે, ચેટકમલિનવ્યન્તરદેવતા તેના દાસ બને છે, યુદ્ધ તેને ધન આપનારું થાય છે, રોગો તેને ભોગ આપનારા થાય છે, વિપત્તિ તેની સંપત્તિને માટે થાય છે તથા સર્વ પ્રકારનું દુઃખ તેને સુખ આપનારું થાય છે. જેમ ગરુડનો સ્વર સાંભળવાથી ચંદનનું વૃક્ષ સર્પોનાં બંધનોથી મુક્ત થાય છે, તેમ પંચનમસ્કારનો ગંભીરધ્વનિ સાંભળવાથી મનુષ્યો પણ તમામબંધનોથી મુક્ત થાય છે. નમસ્કારમાં એક ચિત્તવાળાઓ માટે જલ, સ્થલ, સ્મશાન, પર્વત, દુર્ગ વગેરે ઉપદ્રવનાં સ્થાનો પણ ઉત્સવરૂપ બની જાય છે. પુણ્યાનુબંધી પુણ્યને ધારણ કરનારો જે કોઈ જીવ વિધિપૂર્વક પંચપરમેષ્ઠિનમસ્કારનું ધ્યાન કરે છે, તે તિર્યંચ કે નરકગતિમાં જતો જ નથી. નમસ્કારના પ્રભાવથી ચક્રવર્તી આદિની સંપત્તિઓ સમુદ્રકિનારે રહેલા મુક્તાફળ જેવી સુલભ થઈ જાય છે. વિધિપૂર્વક ભણેલો આ મંત્ર વશીકરણ, ક્ષોભ, ખંભાદિમાં પણ સિદ્ધિ આપનારો થાય છે. વિધિપૂર્વક સ્મરણ કરવામાં આવતો આ નમસ્કારમંત્ર પરવિદ્યાનો ઉચ્છેદ કરે છે, તથા સુદ્રદેવતાઓના ઉપદ્રવનો ધ્વંસ કરે છે. સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ એમ ત્રણે લોકમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ જે કાંઈ આશ્ચર્યકારી અતિશય કોઈને દેખાય તો તે નમસ્કારની આરાધનાનો જ પ્રભાવ છે એમ જાણવું. તિષ્ણુલોકમાં ચંદ્ર વગેરે, અધોલોકમાં ચમરેન્દ્ર વગેરે, સૌધર્માદિ દેવલોકમાં શક્રેન્દ્ર વગેરે તથા આગળના અહમિન્દ્ર વગેરેની જે કાંઈ સંપત્તિઓ દેખાય છે, તે નમસ્કારરૂપી વૃક્ષના અંકુરા, પલ્લવો, કળીઓ અગર તો પુષ્પો છે એમ સમજવું. નમસ્કારરૂપી મહારથ ઉપર ચડીને જ અત્યાર સુધીમાં તમામ આત્માઓ પરમપદને પામ્યા છે અને પામશે. જે આ મંત્ર દુર્લભ એવું શિવપદ પણ આપે છે, તો આનુષગિક જે બીજાં ફળો આપે તેની તો ગણત્રી પણ કેમ થાય? જેઓ મન, વચન અને કાયાની શુદ્ધિથી એક લાખ નવકારનો જાપ કરે છે, તેઓ જૈનસંઘના પૂજ્ય બની તીર્થંકર નામકર્મ બાંધે છે. હે મિત્ર! જે તારું મન નમસ્કારમાં લીન થતું નથી, તો ચિરકાળના આચરેલાં એવાં પણ તપ, શ્રુત અને ચારિત્રનું શું કામ છે? શ્રી નમસ્કાર માહાભ્ય-પ્રકાશ ૬ છે. ૪૧ વર્ષ ૪૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548