Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 464
________________ નમસ્કાર્યને અનમસ્કાર તે એક પ્રકારનો સંક્લિષ્ટ અહંકાર છે અને કોઈપણ અહંકાર એ પાપનું મૂળ છે. પરમતત્ત્વો પ્રત્યે અહંકારનો ભાવ એ પ્રકૃષ્ટપાપ છે, તે પાપથી મુક્ત થવા માટે નમસ્કાર અપરિહાર્ય છે. નમોપદમાં નવપદનું ધ્યાન નો એ જીવાત્માને પરમાત્મા તરફ લઈ જવા માટે સેતુનું કાર્ય કરે છે. સેતુને અર્ધમાત્રા પણ કહે છે. ત્રિમાત્ર તરફથી અર્ધમાત્રમાં જવા માટે તે પુલનું કામ કરે છે. તેને બિંદુનવક પણ કહે છે. ચતુર્થગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધીની અંતરાત્મભાવની અવસ્થાઓ બિંદુનવકથી અભિવ્યક્ત થાય છે. “નનો’ ને અરિહંતાદિ નવપદો સાથે જોડવાથી અવ્યક્ત એવા બિંદુનવકને વ્યક્તસ્વરૂપ પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ અવ્યક્તદશા અમાત્રપદમાં છે. અર્ધમાત્રામાં અંશે વ્યક્ત અને અંશે અવ્યક્ત દશા છે. ત્રિમાત્ર વ્યક્તઅવસ્થા છે. વ્યક્તિમાંથી અવ્યક્તમાં જવા માટે જે અર્ધવ્યક્ત અને અર્ધઅવ્યક્તદશા છે, તે જ સેતુ છે અને તે જ “નમો પદથી વાચ્ય છે. અરિહંતપદ સાથે “નમો પદ જોડાય છે ત્યારે મનનું ધ્યાન (Attention) સંસાર તરફથી વળી મોક્ષ તરફ જોડાય છે. સિદ્ધપદ સાથે જોડાય ત્યારે (Intrest) રસ-આનંદ જગે છે. આચાર્યપદ સાથે જોડાય ત્યારે (Desire) મોક્ષની ઇચ્છા ઉત્પન્ન થાય છે. ઉપાધ્યાયપદ સાથે જોડાય ત્યારે Untense desire-will) પ્રબળ ઇચ્છા પ્રગટે છે. સાધુપદ સાથે જોડાય ત્યારે ( Power of imagination) કલ્પના કરવાની શક્તિ પ્રગટે છે. તે જ ન્યાયે આગળ વધતાં સમ્યજ્ઞાન, સમ્યક્ઝારિત્ર અને સમ્યકતપ સાથે જોડાય ત્યારે અનુક્રમે ( Visualisation ) આબેહૂબ કલ્પના, ( Identication ) એકતા અને ( complete absorption ) સંપૂર્ણલય ઉત્પન્ન થાય છે. પછી ઉન્મની-મનોનાશની સ્થિતિ અનુભવાય છે. તે અમાત્ર અવસ્થામાં લઈ જવાનું અનંતરસાધન બને છે. એ રીતે નો પદ સાથે થતું નવપદોનું ધ્યાન, જીવને બહિરાત્મભાવમાંથી છોડાવી, અંતરાત્મભાવમાં લાવી, પરમાત્મભાવમાં સ્થાપનારું થાય છે. બીજા શબ્દોમાં ત્રિમાત્રમાંથી છોડાવી બિંદુનવકરૂપી અર્ધમાત્રમાં જોડી અમાત્રપદની પ્રાપ્તિ કરાવે છે. ત્રિમાત્ર એટલે બહિરાત્મદશા, અર્ધમાત્ર એટલે અંતરાત્મદશા અને અમાત્ર એટલે પરમાત્મદશા. તંત્રશાસ્ત્રમાં તેને ત્રિમાત્ર, અર્ધમાત્ર અને અમાત્ર શબ્દથી ઓળખવામાં આવે છે. નમસ્કારથી ચિત્તપ્રસન્નતા ધર્મ અને અધર્મ નિજ શુભ-અશુભ પરિણામને અનુસરે છે. શુભાશુભ પરિણામમાં આલંબન અરિહંતાદિ છે. નમસ્કાર કરતાં તેઓ શુભ પરિણામનાં આલંબન બને છે, તેથી ધર્મ થાય છે. તેનાથી પ્રશસ્ત અર્થ-કામ-સ્વર્ગ–અપવર્ગાદિ ફળો પ્રાપ્ત થાય છે. ધર્મનાં સાધન દયા, દાન, પ્રશમ, જિનપૂજાદિ વિવિધ છે. તેથી શુભ પરિણામની વૃદ્ધિ થાય છે તેથી ધર્મના અર્થીએ સ્વચિત્ત-પ્રસાદ માટે પ્રયત્ન કરવો જોઈએ. જિનસિદ્ધાદિનો નમસ્કાર, પૂજા ઈત્યાદિ નિજચિત્તપ્રસાદને કરે છે અને તેનું અનંત, અપ્રમેય ફળ મળે છે, માટે તેને વિષે ઉદ્યમ કરવો જોઈએ. શ્રી જિનસિદ્ધાદિ કોપ-પ્રસાદરહિત છે, જ્ઞાનમય છે, પરંતુ કાષ્ઠ, પાષાણાદિવતું નથી. આચાર્યાદિ પણ વીતરાગકલ્પ છે. કષાયો વિદ્યમાન છતાં તેનો નિગ્રહ કરનારા છે, તેના ઉદયને નિષ્ફળ બનાવે છે અથવા ઉત્પન્ન થવા દેતા જ નથી. કિંચિત્ અકૃતાર્થ છતાં સ્વશુભપરિણામમાં હેતુભૂત હોવાથી આચાર્યાદિ પણ નમસ્કારને યોગ્ય છે. પૂજકના પરિણામની શુદ્ધિમાં હેતુભૂત છે તથા શ્રદ્ધાસંવેગાદિ ગુણોને વધારનાર છે. વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548