Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan
View full book text
________________
थंभेइ जलं जलणं चिंतियमित्तोऽवि पंचनवकारो । अरिमारिचोरराउल- घोरू- वसग्गं पणासेइ ॥२२॥
પંચનવકાર ચિતવવા માત્રથી પણ જલ અને અગ્નિને થંભાવી દે છે તથા અરિ, મારિ, ચોર અને રાજાઓના ઘોર ઉપસર્ગોનો અત્યંત નાશ કરે છે. ૨૨ हिययगुहाए नवकारकेसरी जाण संठिओ निच्चं । कम्मट्टगंठिदोघट्टघट्टयं ताण परिनटं ॥२३ ॥
જેઓના હૃયરૂપી ગુફામાં નવકારરૂપી સિંહ નિરંતર રહેલો છે, તેઓના આઠ કર્મની ગાંઠરૂપી હાથીના સમૂહ સર્વપ્રકારે નાશ પામેલા છે. ૨૩. तवसंजमदाणरहो पंचनमुक्कारसारहिनिउत्तो । नाणतुरंगमुजत्तो नेइ फुडं परमनिव्वाणं ॥ २४ ॥
પંચનમસ્કારરૂપી સારથીથી નિયુક્ત અને જ્ઞાનરૂપી ઘોડાથી જોડાયેલો તપ, સંયમ અને દાનરૂપી રથ પ્રગટપણે પરમનિર્વાણને વિષે લઈ જાય છે. ૨૪ जिणसासणस्स सारो चउदसपुवाण जो समुद्धारो । जस्स मणे नवकारो संसारो तस्स किं कुणइ ? ॥२५॥
જે શ્રી જિનશાસનનો સાર છે, ચતુર્દશ પૂર્વોનો સમ્યગુ ઉદ્ધાર છે, તે નવકાર જેના મનને વિષે સ્થિર છે, તેને સંસાર શું કરે? અર્થાત્ કાંઈ પણ કરવા સમર્થ નથી. ૨૫.
॥ इति श्री लघुनमस्कारफलं सगाथार्थः ॥
_| જય શ્રી વૃદ્ધિનમરપણસ્તોત્રમ્ | वंदित्तु वद्धमाणं जिणेसरं नियगुरूं च देवं च । पंच नमुक्कारफलं जहासुयं लेसओ भणिमो ॥ १ ॥
શ્રી વર્ધમાનજિનેશ્વરને અને પોતાના ગુરુ શ્રી જિનેશ્વરસૂરિને નમસ્કાર કરીને પંચનવકારના ફળને જેમ સૂત્રમાં કહ્યું છે તેમ સંક્ષેપથી હું કહું છું. ૧
भो भद्द ! भूरिभाविभीमभावारिवारविजईणं । अरहंताणं तह कम्ममलविसुद्धाण सिद्धाणं ॥२॥ आयारपालयाणं आयरियाणमह सुत्तदाइणं । उज्झायाणं सिवसाहगाण तह सवसाहूणं ॥३॥ निचं भव उज्जुत्तो समाहियप्पा पहीणकुवियप्पो । सिद्धिसुहसाहणम्मी नूणं नमुक्कारकरणम्मि ॥४॥
હે ભદ્ર ! અત્યંત ભયંકર એવા ભાવશત્રુના સમુદાય ઉપર વિજય મેળવનાર અરિહંતોને, કર્મમળથી અત્યંત શુદ્ધ થયેલા સિદ્ધભગવંતોને, આચારને પાળનારા આચાર્ભગવંતોને, ભાવસૂત્રદાયી ઉપાધ્યાયભગવંતોને તથા શિવસુખના સાધક સર્વ સાધુભગવંતોને નમસ્કાર કરવાને નિરંતર ઉઘુક્ત થા, અર્થાત્ સિદ્ધિસુખના સાધનભૂત એવા તે નમસ્કાર પ્રત્યે સમાહિત-અંતઃકરણવાળો બનીને તથા કુવિકલ્પોનો ત્યાગ કરીને પરમ આદરવાળો થા. ૨-૩-૪
जेणेस नमुक्कारो सरणं संसारसमरपडियाणं । कारणमसंखदुक्खक्खयस्स हेऊ सिवपहस्स ॥५॥
કારણ કે આ નમસ્કાર સંસારસમરાંગણમાં પડેલા આત્માઓને શરણ છે, અસંખ્યદુઃખોના લયનું કારણ છે તથા શિવપંથનો પરમહેતુ છે. ૫
कल्लाणकप्पतरूणो अवंझवीयं पयंडमायंडो । भवहिमगिरिसिहराणं पंक्खिपहू पावभुयगाणं ॥६॥ आमूलुक्खणणंमी वराहदाढा दारिद्दकंदस्स । रोहणधरणी पढमुमवंतसम्मत्तरयणस्स ॥७॥ कुसुमुग्गमो य सुग्गइआउयबंधदुमस्स निविग्धं । उवलंभचिंधममलं सद्धम्मसिद्धीए ॥८॥ વળી તે કલ્યાણ કલ્પતરુનું અવબીજ છે, સંસારરૂપી હિમગિરિના શિખરોને ઓગાળવા માટે પ્રચંડ ૪૪૨
વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ જ
૪૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548