Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 494
________________ सत्तपणसत्तसत्त य नवक्खरपमाणपयर्ड पंचपयं । अक्खरतित्तिसवरचूलं सुमरह नवकारवरमंतं ॥११७॥ જેના પાંચ પદો પ્રગટ રીતે સાત, પાંચ, સાત, સાત અને નવ અક્ષરપ્રમાણ છે અને જેની શ્રેષ્ઠચૂલિકા તેત્રીસ અક્ષર પ્રમાણ છે એવા ઉત્તમ શ્રી નવકારમંત્રનું તમે નિરંતર સ્મરણ (ધ્યાન) કરો. ૧૧૭ इय संविग्गसिरोमणिजिणेसरायरियपायपंकयब्भसलो । भणइ जिणचंदसूरि,दूरीकयकलिमलं नमुक्कारफलं ॥११॥ એ રીતે સંવિગ્નશિરોમણિ શ્રી જિનેશ્વરસૂરિના ચરણકમલને વિષે ભ્રમરસમાન શ્રી જિનચંદ્રસૂરી પાપમલને દૂર કરનાર એવા નવકારના ફળને કહે છે. ૧૧૮ ॥इति श्रीज्येष्ठपञ्चनमस्कारफलप्रकरणं सार्थं समाप्तम् ॥ ॥श्रीरत्नमंदिरगणिरचितउपदेशतरङ्गिणी ॥ विमुच्य निद्रां चरमे त्रियामा- यामार्धभागे शुचिमानसेन । दुष्कर्मरक्षो दमनैकदक्षो, ध्येयस्त्रिधा श्रीपरमेष्ठिमन्त्रः ॥१॥ રાત્રિના છેલ્લા પ્રકારના અર્ધભાગે નિદ્રાને છોડીને, દુષ્ટકર્મરૂપી રાક્ષસનું દમન કરવાને અદ્વિતીય ચતુર એવા શ્રી પરમેષ્ઠિમંત્રને પવિત્ર મનવાળા થઈને મન, વચન, કાયાથી સ્મરવો જોઈએ. ૧ किमत्र मन्त्रौषधिमूलिकाभिः, किं गारूडस्वर्गमणीन्द्रजालैः ? । स्फुरन्ति चित्ते यदि मन्त्रराज-पदानि कल्याणपदप्रदानि ॥२॥ જો ચિત્તને વિષે કલ્યાણના પદને આપનારાં પંચપરમેષ્ઠિનમસ્કારરૂપી મંત્રરાજનાં પદો સ્કુરાયમાન થાય છે, તો પછી મંત્ર અને ઔષધિઓનાં મૂળો, ગારુડ, ચિંતામણિ કે ઈદ્રજાલો વડે શું કામ છે? અર્થાત્ તે વડે સર્યું. ૨ श्रीमन्नमस्कारपदानि सर्वं, सिद्धान्तसाराणि नवापि नूनम् । आयानि पश्चातिमहान्ति तेषु, मुख्यं महाध्येयमिहामनन्ति ॥३॥ શ્રી નમસ્કારનાં નવે પદો ખરેખર સર્વ સિદ્ધાન્તમાં સારભૂત છે. તેમાં પહેલાં પાંચ પદો અતિમહાન છે. સત્પરુષો તેને મુખ્ય મહાબેય તરીકે સ્વીકારે છે. ૩ पञ्चतायाः क्षणे पञ्च, रत्नानि परमेष्ठिनाम् । आस्ये ददाति यस्तस्य, सद्गति : स्याद्भवान्तरे ॥४॥ મરણના ક્ષણે પાંચ પરમેષ્ઠિરૂપી પાંચ રત્નોને જે મુખને વિષે ધારણ કરે છે તેની ભવાન્તરમાં સદ્ગતિ થાય છે. ૪ पश्चादौ यत्पदानि त्रिभुवनपतिभिर्व्याहृता पञ्चतीर्था तीर्थान्येवाष्टषष्टि-जिनसमयरहस्यानि यस्याऽक्षराणि । यस्याष्टौ सम्पदश्चानुपमतमहासिद्धयोऽद्वैतक्ति जर्जीयालोकद्वयस्याऽभिलषितफलदः श्रीनमस्कारमन्त्रः ॥५॥ બંને લોકને વિષે ઇચ્છિત ફળને આપનાર અદ્વિતીયશક્તિવાળો શ્રી નમસ્કારમંત્ર જયવંત વાર્તા કે જેનાં પહેલાં પાંચ પદોને રૈલોક્યપતિ શ્રી તીર્થંકરદેવોએ પંચતીથી તરીકે કહ્યાં છે, જિનસિદ્ધાન્તનાં રહસ્ય-સારભૂત જેના અડસઠ અક્ષરોને અડસઠ તીર્થો તરીકે વખાણ્યાં છે અને જેની આઠ સંપદાઓને અજ્ઞાન અંધકારનો નાશ કરનારી આઠ અનુપમસિદ્ધિઓ તરીકે વર્ણવેલી છે. ૫ भोअणसमए सयणे, विबोहणे पवेसणे भए वसणे । पंच नमुक्कारं खलु, समरिजा सव्वकालंपि ॥६॥ ભોજનસમયે, શયનસમયે, જાગવાના સમયે, પ્રવેશસમયે, ભયસમયે, કષ્ટસમયે, અને વળી સર્વસમયે, ખરેખર! પંચનમસ્કારનું સ્મરણ કરવું જોઈએ. ૬ ૧- અરિહંતના આદ્ય અક્ષર “મ” થી અષ્ટાપદ તીર્થ, સિદ્ધના આઘ અક્ષર ‘સિ' થી સિદ્ધાચલ, આચાર્યના આદ્ય અક્ષર “ગા' થી આબજી, ઉપાધ્યાયના આદ્ય અક્ષર ‘૩' થી ઉજ્જયન્ત (ગિરનારજી) અને સાધુના આ અક્ષર “ર” થી સમેતશિખર એ રીતે પંચતીર્થો સમજવાં. N ૪૫ર વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548