Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 499
________________ આચાર્યશ્રી સિદ્ધસેનસૂરિવિરચિત શ્રી નમસ્કારમાહાભ્ય [ભાવાનુવાદ] પ્રકાશ પહેલો જગતમાં કલ્પતરુસમાન શ્રી ઋષભસ્વામીને નમસ્કાર હો. તપ અને જ્ઞાનરૂપી ધનના સ્વામી તથા ઇન્દ્રોથી પણ પૂજિત શ્રી શાન્તિનાથસ્વામીને નમસ્કાર હો. શ્રી સુવ્રતસ્વામીને, શ્રી અનંતનાથને, શ્રી અરિષ્ટનેમિને, શ્રી પાર્શ્વનાથસ્વામીને, શ્રી વીરભગવાનને તથા સર્વ અરિહંતોને નમસ્કાર થાઓ. અષ્ણુતા, અંબિકા, બ્રાહ્મી, પાવતી તથા અંગિરાદિ માતાતુલ્ય દેવીઓ અને પુરુષાર્થની શક્તિ આપો. પુણ્યને ઉત્પન્ન કરનાર, પાલન તથા શોધન કરનાર તથા જીવને વિશ્રાંતિ આપનાર પંચપરમેષ્ઠિનો નમસ્કાર સદા જયવંત વર્તો. આ કડવો સંસાર પણ માન્ય છે, કારણ કે આ સંસારમાં જન્મ પામીને મને શ્રી જિનાજ્ઞાનો આશ્રય મળ્યો શ્રી જિનશાસનરૂપી મનુષ્યક્ષેત્રમાં પાંચ મેરુસમાન શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને સર્વસાધુઓને નમસ્કાર હો. જે ભવ્ય જીવો આ પાંચ પદોનું ભાવથી સ્મરણ કરે છે તેમને ભવમાં ભ્રમણ ક્યાંથી હોય? તીર્થંકરની વાણીના અતિશયસમાન પાંચ પદના પાંત્રીશ અક્ષરો તમારું કલ્યાણ કરો. શ્રી સિદ્ધસેનની વાણી પંચપરમેષ્ઠિની સ્તુતિ દ્વારા પોતાના આત્માની શુદ્ધિ કરે છે. જેઓ અરિહંતનું શરણું સ્વીકારે છે તેમને રાજાઓ વશ થાય છે, દેવતાઓ નમસ્કાર કરે છે તથા નાગકુમારાદિ ભવનપતિ દેવોનો તેમને ભય હોતો નથી. જે અરિહંતની પૂજા કરે છે, તેના ઉપર મોહનું ચલણ નથી. તે નિરંતર આનંદ પામે છે અને અલ્પ સમયમાં મોક્ષને પામે છે. જે અરિહંતોને કેવળીઓ પ્રદક્ષિણા આપી આપીને પૂજે છે તેમનું માહાભ્ય કોણ જાણી શકે? રાગદ્વેષાદિ શત્રુઓ કે જેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશાદિ દેવોની પણ ખૂબ વિડંબના કરી છે તે શત્રુઓને એક જિનેશ્વરે જ હણ્યા છે. જીવ અને કર્મ, ક્ષીર અને નીરની માફક મળેલાં છે તેમનું હંસની માફક વિવેચન (જુદાપણું) કરનાર ભગવાન જિનેશ્વર જ છે. જીવ તથા કર્મનો સંયોગ મહાત્મા પુરુષોને પણ મુશ્કેલીથી દેખાય છે, તે કર્મપાશથી બચાવનારા શ્રી જિનેશ્વરનું અમે પ્રણિધાન કરીએ છીએ. પ્રથમપદના “નમોહિંતા ' એવા જે સાત અક્ષરો, જિનમૂર્તિ જિનાગમાદિ સાત ક્ષેત્રની માફક સફળ છે અને ભરતઐરવતાદિ સાત ક્ષેત્રની માફક શાશ્વત છે તે સાત અક્ષરો મારા સાત ભયને દૂર કરો. પ્રકાશ બી. જ્યાં સિદ્ધભગવંતો પ્રતિષ્ઠા પામ્યા છે ત્યાં જન્મ નથી, મરણ નથી, ભય નથી, પરાભવ નથી અને શ્રી નમસ્કાર મહાભ્ય-પ્રકાશ ૧-૨ ૪૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548