Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 498
________________ यथाप्रतिज्ञमस्येह, कालमानं प्रकीर्तितम् । अतो प्रकरणेऽप्यत्र, भाववृत्तिं विदुर्बुधा : ॥३८६॥ मुनीन्द्रैः शस्यते तेन यत्नतोऽभिग्रहः शुभः । सदाऽतो भावतो धर्मः, क्रियाकाले क्रियोद्भवः ॥३८७॥ છે યોનિની છે અર્થ - ધાર્મિકપુરુષનું પ્રધાનલક્ષણ (કરજપાદિરૂપ) જપ છે, એ પણ અધ્યાત્મ કહેવાય છે. જે દેવતાનો જપ કરવામાં આવે તે દેવતાના અનુગ્રહનું તે અંગ છે. એ કારણે હવે જપને કહીએ છીએ. (૩૮૦). જપનો વિષય વિશિષ્ટમંત્ર છે, તે મંત્રદેવતાની સ્તુતિરૂપ હોય છે, દેવતાની સ્તુતિરૂપ વિશિષ્ટમંત્રના (પુનઃ પુનઃ પરાવર્તનરૂપ) જપથી પાપનો અપાર થાય છે. જેમ તેવા પ્રકારના મંત્રોથી (સ્થાવરજંગમ) વિષનો અપાર થતો પ્રત્યક્ષ દેખાય છે તેમ. (૩૮૧). આ જપ દેવતાની સન્મુખ અથવા સ્વચ્છ જળવાળાં જળાશયોની આગળ અથવા પત્રો-પુષ્પો અને ફળોથી લચેલાં વૃક્ષોવાળા વનપ્રદેશની અંદર કરવા માટે સત્પરુષોની આજ્ઞા છે (૩૮૨). હાથની આંગળીઓ ઉપર કે રૂદ્રાક્ષનામકવૃક્ષના ફળની માળા ઉપર, નાસિકાના અગ્રભાગ ઉપર દષ્ટિ સ્થિર કરીને તથા અંતરાત્માથી શાંત થઈને મંત્રોના અક્ષરોને વિષે, અર્થને વિષે અને પ્રતિમાદિ આલંબનને વિષે ચિત્તની વૃત્તિ પરોવવી. ચિત્તની વિપરીત ગતિ થવા લાગે ત્યારે જપનો ત્યાગ કરવો. (૩૮૩-૩૮૪). વ્યાકુળચિત્ત વખતે જપનો ત્યાગ કરવાથી (અંદરથી અશાંત છતાં બહારથી શાંત આકાર કરવારૂપ) માયાચારનો ત્યાગ થાય છે તથા વિશ્રાંતિ લેવાથી જપમાં સારી રીતે પ્રવૃત્તિ થાય છે. એ રીતે શુદ્ધિની કામનાથી કરેલો ત્યાગ એ અત્યાગ છે (૩૮૫). (બે ઘડી આદિ) જેટલા કાળ માટે પ્રતિજ્ઞા લીધી હોય તેટલા કાળપ્રમાણ જપ કરવો. પ્રતિજ્ઞા કરવાથી જપ સિવાયના કાળે પણ જપમાં મનોવૃત્તિ કાયમ રહે છે એમ બુધપુરુષો કહે છે (૩૮). (જપ સિવાયના કાળે પણ શુભવૃત્તિ રહેતી હોવાથી) મહામુનિઓએ પ્રતિજ્ઞા લેવારૂપ અભિગ્રહને વખાણ્યો છે, અભિગ્રહ વડે ભાવરૂપ ધર્મ થાય છે, અને ક્રિયા કાળે ક્રિયાથી (પણ) ધર્મ થાય છે. માટે અભિગ્રહને વખાણ્યો છે.) (૩૮૭). મંત્ર ચૈતન્ય પ્રકટાવનાર મંત્રા દેવતા, ગુરૂ અને આત્માનું જે મનન કરાવે અને મનન દ્વારા જીવનું રક્ષણ કરે તે મંત્ર છે. મંત્ર એક બાજુ મન અને પ્રાણનું આત્મા સાથે જોડાણ કરાવે છે. અને બીજી બાજુ તેના મનન દ્વારા દેવતા અને ગુરૂ સાથે આત્માનું ઐકય સધાવે છે. મંત્રનાં અક્ષરોનો સંબંધ મન અને પ્રાણની સાથે છે. મંત્રના અર્થનો સંબંધ દેવતા અને ગુરૂ સાથે છે. ગુરૂ, મંત્ર અને દેવતા, તથા આત્મા, મન અને પ્રાણ એ બધાનું ઐકય થવાથી મંત્ર ચૈતન્ય પ્રકટે છે. અને મંત્ર ચૈતન્ય પ્રકટવાથી યથેષ્ટ ફળની સિદ્ધિ થાય છે. દેવતા ગુરૂનો સંબંધ સકલ જીવસૃષ્ટિ સાથે છે. તેથી મંત્ર ચેતન્ય વિશ્વવ્યાપી બની જાય છે. પરમેષ્ઠિનમસ્કાર એ રીતે સમત્વભાવને વિકસાવે છે. સમત્વભાવનો વિકાસ મમત્વભાવને દૂર કરી આપે છે. મમત્વભાવના નાશથી અહત્વ જાય છે. સમત્વભાવના વિકાસથી અહત્વ પ્રગટે છે. પરમેષ્ઠિઓનો નમસ્કાર એ સર્વમંગળોમાં પ્રધાન-શ્રેષ્ઠ મંગળ છે. નિત્ય વૃદ્ધિ પામનાર આ શાશ્વત મંગળ છે. કેમકે તે જીવને અહ-મમભાવથી છોડાવે છે. અને અહંભાવને વિકસાવે છે. સ્વાર્થવૃત્તિદૂર કરી આપે છે. અને પરમાર્થવૃત્તિ વિકસાવી આપે છે. પુનઃ પુનઃ પરમેષ્ઠિનમસ્કાર વડે દેવ, ગુરુ,આત્મા, મન અને પ્રાણનું ઐકય સધાય છે તથા મંત્ર ચૈતન્ય પ્રગટે N ૪૫૬ આ ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ Tit Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548