Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 493
________________ अक्खेवेणं कम्मक्खओ य तह मंगलागमो नियमा । तक्कालिञ्चिय सम्मं पंचनमुक्कारकरणफलं ॥१०४॥ પંચનમસ્કા૨ને ક૨વાનું તાત્કાલિક ફળ અક્ષેપે-શીઘ્ર કર્મનો ક્ષય અને નિયમા નિશ્ચિતમંગલનું આગમન છે. ૧૦૪ कालंतरभाविफलं तहविहमिह भवियमन्नभवियं च । इहभवियमत्थकामा उभयभवसुहावहा सम्मं ॥ १०५ ॥ તેનું કાલાંતર-ભાવિફળ બે પ્રકારનું છે : આ ભવસંબંધી અને અન્ય ભવસંબંધી. આ ભવસંબંધી ફળ ઉભયભવમાં સમ્યક્ સુખને આપનારા અર્થકામની પ્રાપ્તિરૂપ છે. ૧૦૫ इहभवसुहावहा तत्थ ताव अकिलेसभवणओ ताणं । आरुग्गपुव्वगं तह निव्विग्धं ताण माणणओ ||१०६ | परभवसुहावहा पुण सुत्तविहीए सुठाणविणिओगा । पंचनमुक्कारफलं अह मन्नइ अन्नभवियं पि ॥१०७॥ પંચનમસ્કાર આ ભવમાં સુખને આપનાર એટલે અકલેશ કે અલ્પકલેશથી મળનાર, રોગરહિત અને વિઘ્નરહિતપણે ઉપભોગમાં આવનાર, સૂત્રોક્ત વિધિ મુજબ સુંદ૨ સ્થાનમાં-સત્શેત્રોમાં વિનિયોગ પામનાર અને પરમસુખને આપનારો હોય છે. ૧૦૬-૧૦૭ इवि न तज्जम्मे चिय सिद्धिगमो कहवि जायए तह वि । पत्तनमुक्कारा इक्कसि पि किर तमविराहिंता ॥ १०८ ॥ उत्तम तहा कुलेसु विउलेसु अतुलसुहकलिया । हिंडित्ता पज्जेते सिज्यंति चेव विहुयरया ॥ १०९ ॥ હવે અન્યભવસંબંધી પંચનમસ્કારનું ફળ જણાવતાં કહે છે કે નમસ્કારને પામેલો અને તેની વિરાધના નહિ કરનારો આત્મા જો કોઈ કા૨ણસર તે જ ભવને વિષે સિદ્ધિગતિને ન પામે, તો ઉત્તમદેવોને વિષે ઉત્પન્ન થાય છે અને ત્યાંથી વિપુલકુલોને વિષે અતુલસુખથી યુક્ત એવું મનુષ્યપણું મેળવે છે. પર્યંતે કર્મરહિત થઈને સિદ્ધિગતિને પામે છે. ૧૦૮-૧૦૯ इह पुण परमत्थेणं नाणवरणाइयाण कम्माणं । पइखणमणंतपुग्गलविगमम्मी जायमाणम्मि ॥ ११०॥ पाउणइ नमुक्कारस्स पढमवन्नं नवकारमह सेसे । वन्ने पत्तेयं चिय तहऽणंतविसुद्धिसब्भावे ॥ १११ ॥ જ્ઞાનાવરણીયાદિકર્મોના અનંતપુદ્ગલોનો પ્રતિક્ષણ વિગમ થવાથી પરમાર્થથી નવકારના પ્રથમ અક્ષર ‘ન’કારનો લાભ થાય છે. શેષ પ્રત્યેક અક્ષરોનો લાભ પણ ક્રમે કરીને અનંતગુણ વિશુદ્ધિ થવાથી થાય છે. ૧૧૦-૧૧૧ एवं इक्केकं पि हु अक्खरमचंतकम्मखयलब्धं । जस्स स कहं न वंछियफलदाई होइ नवकारो ॥ ११२ ॥ એ રીતે જેનો અકેક પણ અક્ષર અત્યંતકર્મક્ષયથી મળે છે, તે નવકાર કોને વાંછિત ફળદાયી ન થાય ? ૧૧૨ एवं च उभयलोगेऽवि सुक्खमूलं इमं मुणेऊण । आराहणाभिलासी भद्द ! तुमं सइ सरिज्ज जओ ॥ ११३॥ पंचण्ह नमुक्कारो जीवं मोएइ भवसहस्साओ । भावेण कीरमाणो होइ पुणो बोहिलाभाय ॥११४॥ એ પ્રમાણે ઉભયલોકને વિષે ‘સુખનું મૂળ છે' એમ જાણીને, આરાધનાભિલાષી હે ભદ્ર ! તું એનું સદા સ્મરણ કર, કારણ કે પંચપરમેષ્ઠિને કરેલો નમસ્કાર જીવને હજારો ભવોથી મુકાવે છે તથા ભાવપૂર્વક કરાતો તે બોધિલાભ માટે થાય છે. ૧૧૩-૧૧૪ पंचहनमुक्कारो धन्त्राण भवक्खयं करिंताणं । हिययं अणुम्मुयंतो विसुत्तियावारओ होई ॥११५॥ પાંચ પરમેષ્ઠિઓને કરેલો નમસ્કાર ધન્યપુરુષોને ભવક્ષય કરાવે છે અને હ્રદયથી તેને નહિ મૂકનારને માટે તે વિશ્નોતસિકા એટલે ચિત્તના ઉન્માર્ગગમનને વા૨ના૨ થાય છે. ૧૧૫ पंच नमुक्कारो एवं खलु वनिओ महत्थुत्ति । जो मरणम्मि उवगए अभिक्खणं कीरए बहुसो ॥ ११६ ॥ એ રીતે પંચનમસ્કાર મહાનઅર્થવાળો છે, એવું એનું શાસ્ત્રોમાં વર્ણન કરાયેલું છે અને એ કારણે મ૨ણ અવસ૨ આવી લાગે ત્યારે તેનું નિરંતર અને વારંવાર સ્મરણ કરાય છે. ૧૧૬ શ્રી વૃદ્ધનમસ્કારફલસ્તોત્રમ્ Jain Education International For Private & Personal Use Only ૪૫૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548