Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 483
________________ जं किंचि परमतत्तं परमप्पयकारणं च जं किंचि । तत्थ वि सो नवकारो झाइज्जइ परमजोगीहिं ॥ ११॥ જે કાંઈ પરમતત્ત્વ છે અને જે કાંઈ પરમપદનું કારણ છે તેમાં પણ આ નવકારને જ પરમયોગીઓ વિચારે છે. ૧૧ जो गुणइ लक्खमेगं पूओइ विहीइ जिणनमुक्कारो । तित्थयरनामगुत्तं सो बंधइ नत्थि संदेहो ॥१२॥ જે એક લાખ નવકારને ગણે અને શ્રી જિનેશ્વરદેવને વિધિપૂર્વક પૂજે તે શ્રી તીર્થંકરનામગોત્રને બાંધે તેમાં સંદેહ નથી. ૧૨ सविसयं विजयाणं पवराणं जत्थ सासओ कालो । तत्थ वि जिणनवकारो इय एस पढिज्जइ निच्चं ॥१३॥ પાંચ મહાવિદેહની પ્રવર ૧૬૦ વિજયો કે જ્યાં શાશ્વતકાળ છે, ત્યાં પણ આ શ્રી જિનનવકાર નિરન્તર ભણાય છે. ૧૩ एरावइहिं पंचहिं पंचहिं भरहेहिं सु च्चिय पढंति । जिणनवकारो एसो सासयसिवसुक्खदायारो ॥१४॥ પાંચ ઐરાવત અને પાંચ ભરતમાં પણ શાશ્વત સુખને દેનાર આજ નવકાર ગણાય છે. ૧૪ जेण मरतेण इमो नवकारो पाविओ कयत्थेण । सो देवलोइ गंतुं परपयंतं पि पावेइ ॥ १५ ॥ મરતી વખતે જે કૃતાર્થ પુરુષે આ નવકાર પ્રાપ્ત કર્યો તે દેવલોકને વિષે જાય છે અને પરમપદને પણ પામે છે. ૧૫ एसो अणाइकालो अणाइजीवो अणाइजिणधम्मो । तइया वि ते पढंता एसु च्चिय जिणनमुक्कारं ॥१६॥ આ કાળ અનાદિ છે, આ જીવ અનાદિ છે અને આ જિનધર્મ પણ અનાદિ છે. જ્યારથી એ છે ત્યારથી આ નવકાર ભવ્ય જીવો ભણે છે. ૧૬ जे केइ गया मुक्खं गच्छंति य केऽवि कम्ममलमुक्का । ते सव्वे च्चिय जाणसु जिणनवकारप्पभावेणं ॥ १७॥ જે કોઈ મોક્ષે ગયા છે અને જે કોઈ કર્મમળથી રહિત બનીને મોક્ષે જાય છે, તે સર્વે પણ શ્રી જિન-નવકારના જ પ્રભાવે છે એમ જાણો. ૧૭ न हु तस्स किंचि पहवइ डाइणिवेयालरक्खमारिभयं । नवकारपभावेणं नासंति सयलदुरियाई ॥१८॥ નવકારના પ્રભાવથી ડાકિની, વેતાલ, રાક્ષસ અને મારિ વગેરેનો ભય કાંઈ કરી શકતો નથી તથા તેનાથી સકલપાપો નાશ પામે છે. ૧૮ वाहिजलजलणतक्करहरिकरिसंगामविसहरभयाइं । नासंति तक्खणेणं जिणनवकारप्पभावेणं ॥१९॥ શ્રી જિનનવકારના પ્રભાવથી વ્યાધિ, જલ, અગ્નિ, ચોર, સિંહ, હાથી, સંગ્રામ, સર્પ આદિના ભયો તત્પણ નાશ પામે છે. ૧૯ इय एसो नवकारो भणिओ सुरसिद्धखयरपमुहेहिं । जो पढइ भत्तिजुत्तो सो पावइ परमनिव्वाणं ॥२०॥ આ નવકારને સુર, સિદ્ધ, ખેચર વગેરે ભણે છે. તેને જે કોઈ ભક્તિયુક્ત બનીને ભણે છે તે પરમનિર્વાણને પામે છે. ૨૦ अडविगिरिरन्नमज्झे भयं पणासेइ सुमरिओ मंतो । रक्खइ भवियसयाई माया जह पुत्तभंडाइं ॥२१॥ અટવી, પર્વત કે અરણ્યની મધ્યમાં સ્મરણ કરાયેલો આ નવકાર ભયનો નાશ કરે છે અને માતા જેમ પુત્રદૌહિત્રોનું રક્ષણ કરે છે, તેમ સેંકડો ભવ્યોનું રક્ષણ કરે છે. ૨૧ નવકારસલપ્રકરણ ૪૪૧ ON ૪૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548