Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 482
________________ નમસ્કારનાં સ્તોત્રો नवकारफलप्रकरणम् 1 घणघाइकम्ममुक्का अरहंता तह य सव्वसिद्धा य । आयरिया उवज्झाया पवरा तह सव्वसाहू य ॥ १ ॥ एयाण नमुक्कारो पंचण्ह वि पवरलक्खणधराणं । भवियाण होइ सरणं संसारे संसरंताणं ॥ २ ॥ પરિશિષ્ટ ઘનઘાતીકર્મથી મુક્ત અરિહંતો, સર્વ સિદ્ધો, પ્રવરઆચાર્યો, ઉપાધ્યાયો તથા શ્રેષ્ઠલક્ષણને ધારણ કરનારા સર્વસાધુઓ એ પાંચેય પરમેષ્ઠિઓને કરેલો નમસ્કાર સંસારમાં ભટકતા ભવ્યજીવોને પ૨મશરણરૂપ છે. ૧-૨ उड्ढमहोतिरियम्मिय जिणणवकारो पहाणओ नवरं । नरसुरसिवसुक्खाणं कारणं इत्थ भुवणम्मि ॥ ३ ॥ ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્યંગ્લોકમાં શ્રી જિનનવકાર પ્રધાન છે તથા સમસ્તભુવનમાં નરસુખ, સુરસુખ અને શિવસુખોનું પરમકારણ છે. ૩ तेण इमो निच्चं चिय पढिज्ज सुत्तुट्ठिएहि अणवरयं । होइ च्चिय दुहदलणो सुहजणणो भवियलोयस्स ॥४॥ તે કા૨ણે સૂતાં અને ઊઠતાં આ નવકા૨ને અવિરત ગણવો જોઈએ. તે નિશ્ચયે ભવ્યલોકોનાં દુઃખને દળનારો તથા સુખને ઉત્પન્ન કરનારો થાય છે. ૪ जाए वि जो पढिज्जइ जेण य जायस्स होइ बहुरिद्धि । अवसाणे वि पढिज्जइ जेण मओ सुग्गइं जाइ ॥५॥ જન્મતી વખતે તે ગણવામાં આવે તો જન્મ પામ્યા બાદ બહુ ઋદ્ધિને આપે છે અને અવસાન વખતે તે ગણવામાં આવે તો મરણ થયા બાદ સુગતિને આપે છે. ૫ आवईहिं पि पढिज्जइ जेण य लंघेइ आवइसयाई । रिद्धीहिं पि पढिज्जइ जेण य सा जाइ वित्थारं ॥६॥ આપત્તિ વખતે તેને ગણવામાં આવે તો સેંકડો આપત્તિઓનું ઉલ્લંઘન થાય છે અને ઋદ્ધિની વખતે તેને ગણવામાં આવે તો તે ઋદ્ધિ વિસ્તારને પામે છે. ૬ नवसिरि हुंति सुराणं विज्जाहरतेय नरवरिंदाणं । जेण इमो नवकारो सासु व्व पइट्ठिओ कंठे ॥७॥ આ નવકા૨ને શ્વાસની જેમ કંઠને વિષે જે સ્થાપન કરે છે, તે દેવતાઓ હોય તો નવલક્ષ્મીને પામે છે તથા નરવરેન્દ્રો હોય તો વિદ્યાધરના તેજને પ્રાપ્ત કરે છે. ૭ जह अहिणा दट्ठाणं गारूडमंतो विसं पणासेइ । तह नवकारो मंतो पावविसं नासइ असेसं ॥ ८ ॥ સર્પથી કરડાયેલાના વિષને જેમ ગારુડમંત્ર નાશ કરે છે તેમ નવકા૨મહામંન્ત્ર સમગ્ર પાપરૂપી વિશ્વનો નાશ કરે છે. ૮ किं एस महारयणं ? कि वा चिंतामणि ब्व नवकारो ? किं कप्पदुमसरिसो ? नहु नहु ताणं पि अहिययरो ॥९॥ चिंतामणिरयणाई कप्पतरू इक्कजम्मसुहहेऊ । नवकारो पुण पवरो सग्गऽपवग्गाण दायारो ॥१०॥ શું આ નવકાર એ મહારત્ન છે ? અથવા ચિન્તામણિ સમાન છે ? કે કલ્પવૃક્ષ સમાન છે ? નહિ, નહિ, એ તો તેનાથી પણ અધિકતર છે. ચિન્તામણિરત્ન વગેરે અને કલ્પતરુ એ તો માત્ર એક જન્મમાં સુખનાં કારણ છે, જ્યારે શ્રેષ્ઠ એવો નવકાર તો સ્વર્ગાપવર્ગને આપે છે. ૯-૧૦ ૪૪૦ Jain Education International ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548