Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 481
________________ ભાવથી, ગુણોના ભંડાર (લબ્ધિના નિધાન) ગણધર-પદના ભોક્તા થવાય છે. કરુણાભાવનાના પ્રકર્ષથી એટલે કે ‘સર્વજીવોને હું દુઃખમુક્ત કરું, હું સર્વજીવોને સુખી કરું' આવા ભાવથી સર્વશ્રેષ્ઠગુણોના સ્થાનભૂત તીર્થંક૨૫દ પ્રાપ્ત થાય છે. મોક્ષપ્રાપક માધ્યસ્થ્યભાવનાના પ્રકર્ષથી સિદ્ધ અવસ્થા મૃતકૃત્ય અવસ્થા પ્રાપ્ત થાય છે. પરમેષ્ઠિપદપ્રાપ્તિનું કારણ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય ભાવના એ પરમેષ્ટિપદની પ્રાપ્તિનું કારણ છે. એ ભાવના વિના કોઈને પણ પરમેષ્ટિપદની પ્રાપ્તિ થતી નથી. માટે ૫૨મેષ્ટિપદના આરાધકોએ હંમેશાં યાદ રાખવું જોઈએ કે મૈત્રી આદિ ચાર ભાવનાપૂર્વક ૫૨મેષ્ટિભગવંતોની આરાધના, સાધના, સેવા કે ઉપાસના થઈ શકે છે. આ ભાવનાથી ઓતપ્રોત થઈને ૫૨મેષ્ઠિ બની શકાય છે. આ ભાવનાપૂર્વકની સેવા એ સાચી સેવા બને છે. જાપ, ધ્યાન પણ એનાથી જ ફળીભૂત થાય છે. મહામંત્રનું હાર્દ શું છે ? સમગ્રવિશ્વનો હું મિત્ર છું, મારે કોઈ સાથે શત્રુતા નથી, સર્વ જીવો દુઃખથી મુક્ત થાઓ, સર્વ પ્રાણીઓ સુખી થાઓ, સર્વ જીવો પાપમુક્ત બનો, દોષરહિત બનો ! આવી ભાવના પ્રત્યેક નમસ્કારમંત્રના ધારકે ભાવવી જોઈએ. એ મહામંત્રનો પ્રધાનાર્થ છે, પ્રાણ છે, રહસ્ય છે, તત્ત્વ છે, સત્ય છે, પરમાર્થ છે, તાત્પર્યાર્થ છે, ઐદંપર્યાર્થ છે અને હાર્દ છે. પંચનમસ્કારરૂપી પરમધર્મ पंच नमुक्कारो खलु विहिदाणं सत्तिओ अहिंसा य । इंद्रिय कषायविजओ असो धम्मो सुहपओगो ||१|| (ઉપવેશપવ ા. ૧૧૪) નરનારકાદિ પરિભ્રમણ રૂપ સંસાર એ પારમાર્થિક વ્યાધિ છે. સર્વ દેહધારી પ્રાણીઓને એ વ્યાધિ સાધારણ છે. શુદ્ધ ધર્મ તેનું ઔષધ છે. ગુરૂકુલ વાસમાં વસવાથી અને ગુરૂઆજ્ઞા મુજબ જીવન જીવવાથી શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ ધર્મનાં ચાર લક્ષણ છે. ૧ વિધિયુકત દાન ૨. શક્તિ મુજબ સદાચાર. ૩. ઈંદ્રિય કષાયનો વિજય. ૪. પંચ ૫૨મેષ્ઠિનમસ્કાર. અન્યત્ર ધર્મના ચાર પ્રકાર. દાન, શીલ, તપ, અને ભાવ કહ્યા છે. તેને જ આ ગાથામાં જુદી રીતે કહ્યા છે. વિધિયુક્ત દાન તે દાન ધર્મ છે. શક્તિ મુજબ સદાચાર તે શીલધર્મ છે. ઈંદ્રિય કષાયનો વિજય તે તપધર્મ છે. અને પંચપરમેષ્ઠિ નમસ્કાર તે ભાવધર્મ છે. ભાવ વિનાના દાનાદિ નિષ્ફળ કહ્યાં છે. તેમ પંચનમસ્કાર વિનાના દાનાદિ પણ નિષ્ફળ છે. તેથી બધા ધર્મોને સફળ બનાવવા પંચ નમસ્કાર એ પરમ ધર્મ છે. અનુપ્રેક્ષાકિરણ ૬ Jain Education International For Private & Personal Use Only ૪૩૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548