Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 489
________________ નવકારના પ્રભાવથી જન્માંતરને વિષે પણ પ્રધાન, જાતિ, કુળ, રૂપ, આરોગ્ય અને સંપદાઓ પ્રાપ્ત થાય છે. ૫૮ ताब न जायइ चित्तेण चिंतियं पत्थियं च वायाए । काएणं पारद्धं जाव न सरिओ नमुक्कारो ॥५९॥ ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ થતું નથી, કે જ્યાં સુધી આ નવકારને સ્મરવામાં આવ્યો નથી. ૫૯ अन्नं च इमाओ चिय न होइ मणुओ कयाइ संसारे । दासो पेसो दुभगो नीओ विगलिंदिओ चेव ॥६०॥ વળી આ નવકા૨થી મનુષ્ય સંસારમાં કદી પણ દાસ, પ્રેષ્ય, દુર્ભાગ, નીચ કે વિકલેન્દ્રિય-અપૂર્ણ ઇન્દ્રિયવાળો થતો નથી. ૬૦ इहपरलोयसुहयरो इहपरलोयदुहदलणपच्चलओ । एस परमेट्ठिविसओ भत्तिपत्तो नमुक्कारो ॥ ६१॥ પરમેષ્ટિવિષયક ભક્તિપ્રયુક્ત આ નવકાર આ લોક અને પરલોકમાં સુખને કરે છે તથા આ લોક અને પરલોકનાં દુઃખને દળે છે. ૬૧ किं वन्निएण बहुणा ? तं नत्थि जयम्मि जं किर न सक्को । काउं एस जियाणं भत्तिपत्तो नमुक्कारो ॥ ६२ ॥ વળી બહુ વર્ણન ક૨વાથી શું ? આ જગતમાં તેવું કાંઈ જ નથી કે જે ભક્તિ પ્રયુક્ત આ નવકાર વડે જીવોને પ્રાપ્ત ન થાય. ૬૨ जइताव परमपदुलहं संपाडइ परमपयसुहं पि इमो । ता तदणुसंगसज्झे तदन्नसुक्खम्मि का गणणा ? ॥६३॥ પરમદુર્લભ એવા પરમપદનાં સુખોને પણ જો આ પમાડે તો તેના અનુષંગથી સાધ્ય અન્યસુખોની તો ગણના જ શી ? ૬૩ पत्ता पाविस्संती पावंति य परमपयपुरं जे ते । पंचनमुक्कारमहारहस्त सामत्थजोगेणं ॥६४॥ ૫૨મ-પદ-પુ૨ને જેઓ પામ્યા છે, પામશે અને પામે છે તે સર્વે પંચનમસ્કારરૂપી મહારથના સામર્થ્ય-યોગે જ છે. ૬૪ सुचिरं पितवो वियं चित्रं चरणं सुयं च बहुपढियं । जइ ता न नमुक्कारे रई तओ तं गयं विहलं ॥ ६५ ॥ લાંબા કાળ સુધી તપને તપ્યો, ચારિત્રને પાળ્યું અને ઘણાં શાસ્ત્રને ભણ્યો, પણ જો નવકારને વિષે રતિ ન થઈ તો તે સઘળું નિષ્ફળ ગયું (જાણવું.) ૬૫ चउरंगाए सेणाए नायगो दीवगो जहा होइ । तह भावनमुक्कारो दंसणतवनाणचरणाणं ॥६६॥ ચતુરંગ સેનાને વિષે જેમ સેનાની દીપક સમાન છે, તેમ દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપની આરાધના વિષે ભાવનમસ્કાર દીપક સમાન છે. भावनमुक्कारविवज्जियाइं जीवेण अकयकज्जाई । गहियाणि य मुक्काणि य अनंतसो दव्वलिंगाई ॥६७॥ तम्हा नाऊणेवं जत्तेण तुमं पि भावणासारं । आराहणाकयमणो मणम्मि सुंदर ! तयं धरसु ॥ ६८॥ ભાવનમસ્કા૨૨હિત જીવે અનંતીવા૨ દ્રવ્યલિંગને નિષ્ફળપણે ગ્રહણ કર્યાં અને મૂક્યાં, એમ સમજીને હે સુંદર ! તું આરાધનાને વિષે એકમનવાળો બની ભાવપૂર્વક તેને (ભાવનમસ્કારને) મનને વિષે ધા૨ણ ક૨. ૬૭-૬૮ हो देवाणुपिया ! पुणरूत्तं पत्थिओसि इत्थ तुमं । संसारजलहिसेउं सिढिलिज्जसु मा नमुक्कारं ॥ ६९ ॥ શ્રી વૃદ્ધનમસ્કારફલસ્તોત્રમ્ Jain Education International For Private & Personal Use Only ૪૪૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548