Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 466
________________ જગતમાં જે કાંઈ બનાવો બને છે, તે સર્વમાં ગુણદષ્ટિ કેળવવી તે ભાવનમસ્કાર છે. કેમ કે બધા બનાવો પાંચ કારણો મળીને બને છે. પાંચ કારણો ઉપર પ્રભુત્વ પ્રભુની આજ્ઞાનું છે. આજ્ઞાની આરાધનાથી સુંદર અને વિરાધનાથી અસુંદર કાર્યો બને છે. તેથી સર્વ બનાવોની પાછળ આજ્ઞા દ્વારા કર્તુત્વ પ્રભુનું આવે છે. તેથી તેને ગુણદષ્ટિએ જોવામાં પ્રભુનું બહુમાન છે અને દોષદષ્ટિએ જોવામાં અબહુમાન છે. નમસ્કારગુણ બહુમાન સ્વરૂપ છે, તેથી સર્વ બનાવોને બહુમાન સ્વરૂપે જોવામાં પ્રભુનું બહુમાન છે અને તે જ ભાવનમસ્કાર છે અને તેનું જ નામ નમસ્કારનો લયોપશમ કે લબ્ધિ છે. અરિહંતોની આજ્ઞા પજીવનિકાયણિત સ્વરૂપ છે. તેને નમસ્કાર એ ષડૂજીવનિકાયના હિતને નમસ્કાર છે. પજીવનિકાયણિત, પ્રભુ આજ્ઞા, અને નમસ્કાર એ ત્રણે વસ્તુ એક જ અર્થને કહે છે. નમસ્કારની પ્રધાનતા બતાવવા માટે “નમો પદ પહેલું છે. નમસ્કાર વડે ઉત્પન્ન થતો ભાવોલ્લાસ આત્મક્ષેત્રમાં ધર્મરૂપી બીજને વાવે છે. જેની બોધરૂપે ઉપલબ્ધિ છે. તે વસ્તુ દેહની સંનિધિમાં સાક્ષાત્ વિદ્યમાન છે. તેમ સમજી નમસ્કાર કરવા. નમો' મંત્ર એ ચાવી “નનો મંત્ર એ ચાવી છે. આત્મદ્રવ્યમાં ભરેલ ગુણરૂપી અખૂટ ખજાનો સદા વિદ્યમાન છે. તેનું તાળું ખોલવા માટે ચાવીનું કામ નમો' મંત્ર કરે છે. (A golden key to the greatest of all treasures existing In every soul ) એ ચાવી ઉપર કાટ લાગેલો છે. તેને દૂર કરવા માટે અપરાધીની ક્ષમાપના, ઉપકારીની ભક્તિ, અને અપકારી પ્રત્યે માધ્યચ્યાદિ તેલની જરૂર છે. મૈત્રી માધ્યથ્ય, પ્રમોદ, કરુણા વગેરે વૃત્તિઓ જ્યારે મનમાં ઉત્પન્ન થાય છે ત્યારે તે મન, નમસ્કારરૂપ બનીને ગુણરત્નરૂપી ખજાનાથી ભરપૂર આત્મદ્રવ્યરૂપી તિજોરીનું તાળું ખોલી નાખે છે અને “ૐ નમઃ સિદ્ધ !' મંત્રનું ચૈતન્ય પ્રગટાવી આપે છે. સિદ્ધવસ્તુને દેખાડે છે. તેના પ્રત્યે અહોભાવ જગાડે છે અને હંમેશ માટે એકસરખા આનંદ અને સુખનો અનુભવ કરાવે છે. ૐ નમ: સિદ્ધ !' મંત્રનું એ ચૈતન્ય છે. “ૐ નમ: સિદ્ધ ' એ સિદ્ધમંત્ર છે, શાશ્વત મંત્ર છે, સત્યનો પ્રકાશ પાડનાર મંત્ર છે, તેનું નિરંતર બ્રહ્મરંધ્રમાં ધ્યાન કરવું જોઈએ. નમો અરિહંતાણ'થી તથાભવ્યત્વનો પરિપાક અરિહંતના ત્રણ પર્યાય દ્વારા તથાભવ્યત્વનો પરિપાક કરનાર ત્રણ ઉપાયોૐ અર્હ નમ: માઁ દું-મરદં- અરૂદં | નમો અરિહંતાણં | ૧ દં- ભાવ શત્રુઓનો નાશ કરનારા, શત્રુભાવનો નાશ કરનાર, મિત્રભાવ વડે સકલભાવશત્રુઓનો ક્ષય કરનારા, સમત્વભાવ વડે મમત્વભાવનો નાશ કરનારા, રાગદ્વેષ-મોહાદિ દુષ્ટદોષોનો ક્ષય કરનારા અરિહંતોને નમસ્કાર હો. દુષ્કત ગહથી દુષ્કતોને જીતનારાઓને નમન હો. ૨ મહેં- ત્રણ ભુવનને પૂજ્ય એવું તીર્થંકરપદ પામનારાઓને, ગુણપ્રકર્ષને પ્રાપ્ત થયેલા અચિંત્યશક્તિયુક્ત, સર્વથાપરાર્થરસિક એવા વિશિષ્ટતથાભવ્યત્વના પરિપાક વડે ત્રિભુવનપૂજ્યપદવીને વરેલા, સુકૃતાનુમોદનાથી શ્રેષ્ઠતમ સુકૃતરૂપ ભવોદધિનિસ્તારકતીર્થને સ્થાપનારાઓને નમન હો. ૩ - કર્મબીજને નષ્ટ કરવા વડે ફરી જેઓને જન્મ લેવાપણું છે નહિ, તેવા જન્મ-મરણાદિ દુઃખોનો ૪૨૪ આ ઐલોકચદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548