________________
“અરિહં' શબ્દ ઉચ્ચકોટીના “અહં'એટલે આત્મભાવ સૂચવે છે અને “તાણં' શબ્દ રક્ષકભાવને સૂચવે છે.
ઉચ્ચકોટીનો “અહં' એટલે શુદ્ધાત્મા એ જ ત્રાણ એટલે રક્ષક છે, શરણ્ય છે. એવો ભાવ પણ શ્રી નવકારના પ્રથમપદમાંથી નીકળે છે.
“અરિહે “અહ” “અરહં' એ ત્રણ રૂપો ઉપરથી “અરિહંતાણં', અહંતાણં અરહંતાણ' પદ થયાં છે.
ઘાતી કર્મોને જીતવાથી જેઓ જન્મને જીતી ગયા છે, આઠેય કર્મનો ક્ષય કરવાથી જેઓ જન્મ અને મરણ ઉભયને જીતી ગયા છે તથા જન્મ અને મરણ જીતવાની સાથે જીવનમાં પણ ઉત્કૃષ્ટપુણ્ય પ્રકૃતિનો ઉપભોગ કરીને જીવનને પણ જીતી ગયા છે તે સર્વને શ્રી નવકારના પ્રથમપદમાં નમસ્કાર છે.
જન્મ, મરણ અને જીવન એ ત્રણેને જીતી જનારને નમસ્કાર થાઓ. મહામંત્રનો ભાવાર્થ
શ્રી પંચપરમેષ્ઠિભગવંતોને નમસ્કાર એ વિશ્વ.પ્રેમના મહાસિદ્ધાન્તોને અર્પણ કરાયેલી અંજલિ છે.
નમો અરિહંતાણં' એટલે અરિતાને મિત્રતા વડે હણનારા, “નમો અરહંતાણં' એટલે સર્વને મિત્રતા દ્વારા શત્રુતાને હણવાનું શિખવાડનારા હોવાથી સર્વ પૂજ્ય, “નમો અરહંતાણં' એટલે મિત્રતા વડે શત્રુતાનો નાશ કરી કરાવી ભવમાં નહિ ઉત્પન્ન થનારાઓને – જન્મજરા મૃત્યુને જીતી જનારાઓને નમસ્કાર.
કર્મશત્રુને હણનારા, દ્રવ્ય કર્મ જ્ઞાનાવરણીય આદિ અને ભાવકર્મ અશુભ રાગદ્વેષાદિ, માનમત્સરાદિ, વિષયકષાયાદિ તેનો નાશ કરનારાઓને નમસ્કાર.
શુભભાવો વડે દ્રવ્ય કર્મ અને ભાવકર્મનો નાશ થાય છે આ મહામંત્રનો ભાવાર્થ છે. શ્રી પંચપરમેષ્ઠિમાં નવતવનું ધ્યાન
શ્રી સિદ્ધપરમાત્માનું ધ્યાન તે જીવતત્ત્વનું ધ્યાન છે, અને તે અજીવતત્ત્વનું વિરોધી છે. શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન તે પુણ્યતત્ત્વનું ધ્યાન છે. અને તે પાપતત્ત્વનું નાશક છે. શ્રી આચાર્યભગવંતનું ધ્યાન તે સંવરતત્ત્વનું ધ્યાન છે અને તે આશ્રવતત્ત્વનું પ્રતિબંધક છે. શ્રી ઉપાધ્યાયભગવંતનું ધ્યાન તે નિર્જરાતત્ત્વનું ધ્યાન છે અને તે બંધતત્ત્વનું નાશક છે.
શ્રી સાધુભગવંતનું ધ્યાન તે મોહતત્ત્વનું ધ્યાન છે અને તે સંસારતત્ત્વનું નાશક છે. વર્તમાન શ્રી જૈનસંઘ
વર્તમાન શ્રી જૈનસંઘ, શ્રી પંચપરમેષ્ઠિભગવંતો પ્રત્યે પૂર્ણભક્તિવાળો બનો.
શ્રી અરિહંત પરમાત્મા વિશ્વનું કલ્યાણ કરનારા છે. તેમનો બતાવેલો ધર્મ વિશ્વનું કલ્યાણ કરવા માટે છે અને તે ધર્મનું પાલન કરનારા તે હેતુ માટે એટલે કે વિશ્વ કલ્યાણના હેતુ માટે ધર્મ કરી રહ્યા છે- આવી જાણ જીવમાત્રને થાઓ.
તેના પરિણામે શ્રી અરિહંત પરમાત્મા, તેમનું શાસન અને તેમના શ્રી સંઘ પ્રત્યે સર્વજીવો આદર-બહુમાનવાળા બનો. શિકાલારામરણ
મલિનમનને નિર્મળ બનાવીને શિવમસ્તુ'ની ભાવનાની પરાકાષ્ઠાએ પહોંચેલા શ્રી પંચપરમેષ્ઠિભગવંતોનું ત્રિકાળ (સવાર, બપોર, સાંજ) વિશુદ્ધભાવથી સ્મરણ કરવામાં આવે તો તે સ્મરણમાં, કષાય, પ્રમાદ, અશુભયોગ અને તુચ્છવિષયો પ્રત્યેની આસક્તિ નિવારણ કરવાનું અચિજ્યસામર્થ્ય છુપાયેલું છે. અનુપ્રેક્ષાકિરણ ૫
૨ ૩૯૫ IS
૩૯૫
GEET Artis iiii
*
*
*
*
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org