________________
થતું મહાફલ શાસ્ત્રોમાં દર્શાવેલું છે.
શ્રી નમસ્કાર મંત્રના કલ્પમાં (રચના સંવત્ ૧૪૯૭) તપગચ્છનાયક પરમગુરુ શ્રી સોમસુંદરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન શ્રી જિનકીર્તિસૂરિજી મહારાજ ફરમાવે છે કેइय अणुपुब्बीप्पमुहे, भंगे सम्मं विआणि जे उ । भावेण गुणइ निच्चं सो सिध्दिसुहाई पावेइ ॥१॥ जं छम्मासियवरिसिअ-तवेण तिवेण झिज्झए पावं । नमुक्कारअणणुपुबी-गुणणेण तयं खणद्वेण ॥२॥ जो गुणइ अणणुपुव्वी, भंगे सयले वि सावहाणमणा । दढरोसवेरिएहि, बद्धोवि स मुच्चए सिग्धं ॥३॥ एएहिं अभिमंतिअ, वासेणं सिरिसिरिवत्तमित्तेण । साइणिभूअप्पमुहा, नासंति खणेण सबगहा ॥४॥ अन्नेवि अ उवसग्गा, गयाइभयाइं दुट्ठरोगा य । नवपयअणाणुपुब्बी, गुणणेणं जंति उवसामं ॥५॥
શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારના આનુપૂર્વી આદિ ભંગોને જે સારી રીતિએ સમજીને ભાવપૂર્વક ગણે છે તે આત્મા સિદ્ધિસુખોને પ્રાપ્ત કરે છે. ૧. ષામાસિક યા વાર્ષિક તીવ્ર તપોથી જે પાપ નાશ પામે છે તે પાપ નમસ્કારની અનાનુપૂર્વી ગણવાથી અર્ધ ક્ષણમાં નાશ પામે છે. ૨. જે મનુષ્ય સાવધાન મનવાળો બનીને અનાનુપૂર્વીના સર્વ ભંગોને ગણે છે તે મનુષ્ય અતિશય કોપાયમાન એવા વૈરીઓ વડે બંધાયેલો હોય તો પણ શીઘ મુક્ત થઈ જાય છે. ૩. એ મંત્રથી અભિમંત્રિત શ્રી “શ્રીવર્ત” નામના વાસક્ષેપથી શાકિની, ભૂત, દુષ્ટ પ્રહ આદિ એક ક્ષણ માત્રમાં શમી જાય છે. ૪. બીજ પણ ઉપસર્ગો (ઉપદ્રવો), રાજા આદિના ભય તથા દુષ્ટ રોગ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારમંત્રની અનાનુપૂર્વીના ગણવાથી શાન્ત થઈ જાય છે. ૫.
એ જ કલ્પની સ્વોપજ્ઞ વૃત્તિમાં આચાર્યદેવ શ્રી જિનકીર્તિસૂરિજી મહારાજ શ્રી પંચ પરમેષ્ઠિનમસ્કારમંત્રના માહાભ્યને વર્ણવતાં ફરમાવે છે કે
एष श्री पञ्चपरमेष्ठिनमस्कारमहामन्त्रः, सकलसमीहितप्रापणकल्पद्रुमाभ्यधिकमहिमा, शान्तिकपौष्टिकाद्यष्टकर्मकृत्, ऐहिकपारलौकिकस्वाभिमतार्थसिद्धये यथाश्रीगुर्वाम्नायं ध्यातव्यः ।
અર્થાતુ - આ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર મહામંત્ર સર્વ સમીહિત પદાર્થોની પ્રાપ્તિના માટે કલ્પતરુથી પણ અધિક મહિમાવાળો છે, શાન્તિક-પૌષ્ટિક આદિ આઠ કાર્યોનો સાધક છે અને આ લોક તથા પરલોકના વાંછિત અર્થોની સિદ્ધિ કરી આપનાર છે, તેથી ગુરઆમ્નાયપૂર્વક તેનું ધ્યાન કરવું જોઈએ.
કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ પણ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર મંત્રનો મહિમા વર્ણવતાં શ્રી યોગશાસ્ત્ર મહાગ્રંથમાં ફરમાવે છે કે
तथा पुण्यतमं मन्त्रं, जगत्नितयपावनम् । योगी पञ्चपरमेष्ठिनमस्कारं विचिन्तयेत् ॥१॥ त्रिशुद्ध्या चिन्तयंस्तस्य, शतमष्टोत्तरं मुनिः । भुजानोऽपि लभेतैव, चतुर्थतपसः फलम् ॥२॥ एनमेव महामन्त्रं, समाराध्येह योगिनः । त्रिलोक्यापि महीयन्तेऽधिगताः परमां श्रियम् ॥३॥ कृत्वा पापसहस्त्राणि, हत्वा जन्तुशतानि च । अमुं मंत्रं समाराध्य, तिर्यञ्चोऽपि दिवं गताः ॥४॥
તથા ત્રણ જગતને પવિત્ર કરનાર અતિશય પવિત્ર શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર મંત્રનું યોગીપુરુષ ધ્યાન કરે. ૧. ત્રિશુદ્ધિવડે શ્રી નમસ્કારમગ્નનું એક સો આઠવાર ધ્યાન કરનાર મુનિ ખાવા છતાં ઉપવાસના ફલને પામે છે. ૨. યોગીપુરુષો આ જ મંત્રનું સમ્યમ્ રીતિએ આરાધન કરીને પરમલક્ષ્મીને પામી ત્રણ લોક વડે પૂજાય છે. ૩. હજારો પાપોને કરનારા તથા સેંકડો જન્તુઓને હણનારા તિર્યંચો પણ આ મંત્રની સારી રીતિએ આરાધના કરી દિવ્યગતિને પામ્યા છે. ૪,
આ ઉપરાન્ત શ્રી મહાનિશીથ આદિ સૂત્રોમાં, શ્રી વિશેષાવશ્યક-મહાભાષ્ય આદિ ગ્રંથોમાં તથા બીજા પણ અનેક પૂર્વાચાર્ય પ્રણીત ગ્રન્થરત્નોમાં શ્રી નમસ્કારમંત્રનો અતિ અદ્દભુત મહિમા વર્ણવેલો છે. શ્રી નવકારના એક
S ૭૬
છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org