________________
નમસ્કારચિંતામણિ
પ્રભુશાસનને પામેલા ભવ્ય મહાત્માઓને મહામંત્ર શ્રી નવકાર પ્રત્યે સ્વાભાવિક રીતે જ આકર્ષણ થતું જોવામાં આવે છે.
અહીં કદાચ એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે આકર્ષણ થવાનું કારણ શું? ટૂંકમાં તેનો ઉત્તર એટલો જ છે કે શ્રી નવકાર એ પોતાનો પ્રાણ છે. પ્રાણ વિના હજી ચલાવી શકાય, પણ મંત્રાધિરાજ શ્રી નવકાર વિના ન ચલાવી શકાય. એવી અખૂટ શ્રદ્ધા જૈનકુળમાં જન્મેલા અને શ્રી જિનશાસનને પામેલા પુણ્યવાન આત્માઓને વારસાગત મળેલી હોય છે.
જન્મતાં, મરતાં, ઊઠતાં, બેસતાં, સૂતાં, ખાતાં, પીતાં સુખમાં કે દુઃખમાં, ત્યાગમાં કે ભોગમાં સહુ કોઈ સમ્યગ્દષ્ટિ આત્માને ચિત્તસમાધિ માટે શ્રી નવકારની જરૂર પડે છે.
ચિત્તની સમાધિ એ સમ્યગ્દષ્ટિવાળાને મન સૌથી મોટું ધન છે. શ્રી નવકારના સ્મરણ વિના એ બેચેની અનુભવે છે. મા વગરના બાળકની જેમ તે અનાથતા અનુભવે છે.
શ્રી નવકાર એ સમ્યગ્દષ્ટિ જીવને માટે માતા, પિતા, બંધુ, સ્વામી અને ગુરુ સમાન છે. લૌકિક હિતકારી માતાપિતાદિનો સંયોગ તેના પ્રભાવે છે એમ તે માને છે. જન્મ જન્માંતરમાં જતાં તેનો એ જ એક સથવારો છે, સાથી છે, સન્મિત્ર છે, આવી શ્રદ્ધા તેને બંધાણી હોય છે કારણ કે તેને વારંવાર સાંભળવા મળે છે કે શ્રી નવકાર એ દ્વાદશાંગીનો સાર છે, ચૌદ પૂર્વનો ઉદ્ધાર છે. ચૌદ પૂર્વીઓને પણ અંત સમયે તેનો જ એક પરમ આધાર છે.
આમ કહેનારા પુરુષો તેને મન શ્રદ્ધેય છે, આરાધ્ય છે. કારણ કે તેઓનું વચન પૂર્વાપર અવિરુદ્ધ, અવિસંવાદી, સફળ પ્રવૃત્તિજનક અને જાતે અનુભવીને કહેલું હોય છે.
તે માને છે કે મહામંત્રી શ્રી નવકારનાં સર્વ પદો અને વર્ષો પવિત્ર છે. કારણ કે તે પરમપવિત્ર મહાપુરુષોએ કહેલાં છે. તેનું સ્મરણ કરનારને પવિત્ર કરનાર છે અને પવિત્રતમ એવા પરમપદને આપનાર છે. તે પદો સર્વ લક્ષણોથી યુક્ત છે અને લક્ષણોથી યુક્ત વસ્તુઓનું દેવતાઓ સાનિધ્ય કરે છે. તેથી આ મહામંત્રના વર્ષો પ્રવર એવા પ્રવચનદેવતાઓથી અધિષ્ઠિત છે.
વળી તે જાણે છે કે મંત્રના અક્ષરોને તેના વાચ્ય પરમેષ્ઠિઓની સાથે અનાદિસિદ્ધ સંબંધ છે. મંત્રપદોનું સ્મરણ કરવાથી પરમેષ્ઠિભગવંતોનું સ્મરણ થાય છે.
મંત્રના અક્ષરો એ માત્ર અક્ષરો જ નથી, પણ વાચ્ય વાચક સંબંધથી સિદ્ધ સ્વયં પરમેષ્ઠિઓ જ છે. એ અક્ષરોનું એકાગ્ર ચિત્તે સ્મરણ કરવાથી પરમેષ્ઠિભગવંતો જ જાણે સામે ન આવતા હોય, અગર તો જાણે દયમાં પ્રવેશ ન કરતા હોય અથવા જેણે પોતાની સાથે મધુર ભાષણ ન કરતા હોય અથવા અંગોપાંગમાં આવીને જાણે મળતા કે તન્મયી ભાવને પામતા ન હોય તેવું અનુભવાય છે.
આવો અનુભવ યોગ્ય પુરુષોને થાય અને બીજાઓને ન થાય એવું પણ નથી. કોઈ પણ શ્રદ્ધાળુ આત્મા જ્યારે શ્રી નવકારના સ્મરણમાં તલ્લીન બને છે, ત્યારે તેને આવો અનુભવ થાય છે. તેમાં મુખ્ય કારણ મહામંત્રની શાશ્વતતા છે.
સર્વ તીર્થંકરભગવંતો તે ભવમાં યા પૂર્વના ભવોમાં આ મહામંત્રની આરાધના કરી ચૂકેલા હોય છે અને તેનું ફળ સાક્ષાત્ અનુભવીને ઉપદેશ દેનારા હોય છે. તેઓની સંકલ્પશક્તિ પણ મહામંત્રને પ્રતાપશાળી બનાવવામાં સહકારી હોય છે. તેઓના વચન પ્રામાણ્યથી ત્રણેય લોકમાં રહેલા સમ્યગ્દષ્ટિ જીવો આ મહામંત્રનું નમસ્કારચિંતામણિ
૧૬૯ IS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org