________________
નવકાર ઉત્કૃષ્ટ પંચમંગલસ્વરૂપ છે.
નવકાર વડે બાહ્ય-અભ્યતર અથવા દ્રવ્ય-ભાવમળ જાય છે. ભાવમળ એ અજ્ઞાન અને અશ્રદ્ધા છે. નવકાર વડે આત્માનું અજ્ઞાન ટળે છે અને પરમતત્ત્વનું જ્ઞાન થાય છે.
નવકાર વડે ધર્મફળની અશ્રદ્ધા ટળે છે અને શ્રદ્ધા જાગે છે. નવકાર મિથ્યાત્વના અને અજ્ઞાનનાં પરિણામોને ગાળે છે, વિનાશ કરે છે, હસે છે, શુદ્ધ કરે છે અને વિધ્વંસ કરે છે. સમ્યકત્વનાં અને જ્ઞાનનાં પરિણામોને લાવે છે, ઉત્પન્ન કરે છે, સર્જે છે, પુષ્ટ કરે છે અને વૃદ્ધિ પમાડે છે. અપ્રતીતની પ્રતીતિ કરાવે છે. અનિર્ણિતનો નિર્ણય કરાવે છે. આત્મતત્ત્વ અપ્રતીત છે તેની પ્રતીતિ કરાવે છે. તેમ જ ધર્મતત્ત્વ અનિર્ણિત છે તેનો નિર્ણય કરાવે છે.
ઓછામાં ઓછા પ્રયત્ન વધુમાં વધુ ફળ લાવવાની શક્તિ “નમો' મંત્રમાં છે.
“નમો' પદમાં મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યચ્ય ભાવનાઓની સાથે અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વાદિ ભાવનાઓ સમાવિષ્ટ થઈ જાય છે. તેથી પ્રથમ પદ અતિ ગંભીર છે. નવકારમાં યોગનાં આઠેય અંગ
નમસ્કાર એ જેમ મોક્ષનું બીજ છે તેમ અનમસ્કાર એ સંસારનું બીજ છે.
નમનીયને અનમન અને અનમનીયને નમન એ સંસારવૃક્ષનું બીજ છે. અનમનીયને અનમન અને નમનીયને નમન એ ધર્મવૃક્ષનું બીજ છે. નમનીયને નમસ્કાર એ સર્વ દુઃખોનો અને પાપોનો નાશક છે. નમનીયને અનમસ્કાર એ સર્વ દુઃખોનું અને પાપોનું ઉત્પાદક છે.
એક અંગ્રેજ લેખકે ઠીક જ કહ્યું છે કેPrayer changes things but the lack of prayer also changes things. અર્થાત પ્રાર્થના સંયોગોને સુધારે છે, અપ્રાર્થના સંયોગોને બગાડે છે. બંનેમાંથી નિષ્ક્રિય કોઈ નથી. નવકારમાં તપ છે, સ્વાધ્યાય છે અને ઈશ્વરપ્રણિધાન છે. તપથી શરીર સુધરે છે, સ્વાધ્યાયથી મન સુધરે છે અને ઈશ્વરપ્રણિધાનથી આત્મા સુધરે છે. પરમાત્માની નજીક વસવા માટે પ્રથમ અનાત્માના સંગથી છૂટવું જોઈએ.
આસન શરીરનો સંગ છોડાવે છે, પ્રાણાયામ પ્રાણ ઉપર નિયમન લાવે છે, પ્રત્યાહાર ઈન્દ્રિયોનો સંગ છોડાવે છે, ધારણા, ધ્યાન અને સમાધિ અનુક્રમે મન, બુદ્ધિ અને અહંકારનો સંગ છોડાવે છે.
નવકારમાં આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિની સાધના છે. તેની સાથે યમ-નિયમ પણ સધાય છે.
આંતરશાન્તિ માટે નિયમ છે અને બાહ્ય શાન્તિ માટે યમ છે.
નવકારથી બાહ્ય-આંતર સંબંધો સુધરે છે. ઇષ્ટદેવતાને નમસ્કાર અને તેનું પરંપર ફળ
ઈષ્ટદેવતાને નમસ્કાર કર્યા વિના શ્રુતજ્ઞાનના પારને કોઈ પણ આત્મા પામી શક્તો નથી.
પંચમંગલ એ ઈષ્ટદેવતાના નમસ્કારરૂપ છે. તેથી શ્રુતજ્ઞાનનો પાર પામવાના અર્થીએ નિરંતર તેનું આલંબન લેવું જોઈએ, એમ “શ્રી મહાનિશીથસૂત્રમાં પ્રતિપાદન કરેલું છે.
શ્રુતજ્ઞાનથી જીવાદિ તત્ત્વોનો બોધ થાય છે, તેથી દયાની લાગણી ઉત્પન્ન થાય છે. સર્વ જીવો મારા
G ૩૨૮
છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ MS
TO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org