________________
શ્રી નવકારનું ઉપધાન
નમસ્કાર અને નમસ્કાર્યનું સ્વરૂપ
સર્વ દર્શનોમાં પોતપોતાના દર્શનના પ્રણેતા મહાપુરુષોને નમસ્કાર કરવાનું વિધાન પ્રદર્શિત કરવામાં આવ્યું છે અને તે માંગલિકનો હેતુ છે. અનુયાયીઓ તરફથી પણ તેનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરવામાં આવે છે. નમસ્કાર એ મન-વચન-કાયાની પ્રશસ્ત અને અનુકૂળ પ્રવૃત્તિ છે અને તેથી “નમસ્કાર્ય” અને “નમસ્કાર કરનારી વચ્ચે રહેલ અંતર ક્રમશઃ ઓછું થવા પામે છે. પરિણામે નમસ્કાર કરનાર સ્વયં નમસ્કાર્ય સ્વરૂપ બની જાય છે. એ કારણે મંગલનો હેતુ અને સફલ નમસ્કાર તે જ હોઈ શકે કે જે શુદ્ધ સ્વરૂપવાળા નમસ્કાર્યને, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે કરવામાં આવતો હોય. આથી એ સ્પષ્ટ થશે કે – આત્માની સંપૂર્ણ શુદ્ધ દશાને પામેલા અને પામવા માટે સતત પ્રયાસ કરનારા મહાપુરુષો જ નમસ્કાર્યનું સ્થાન લે તો જ તેમને કરેલો નમસ્કાર તેના કરનારને મંગલરૂપ અને સફળ થાય. એ દષ્ટિએ વિચારતાં શ્રી જિન શાસનમાં દર્શાવેલ પરમપદે સ્થિત પાંચ પરમેષ્ઠીઓને છોડીને બીજ કોઈને પણ કરેલો નમસ્કાર તેની જેમ ઐકાત્તિક અને આત્મત્તિક મંગલ અને કલ્યાણને આપનારો સંભવી શકે નહિ. ભાવથી નમન કોણ કરી શકે ?
એ પાંચ પદોની વસ્તુઓ પ્રવાહથી શાશ્વત છે, તેથી તેને પ્રકાશિત કરનાર પાંચ પદો પણ શાશ્વત છે. એ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવાની યોગ્યતા પણ અતિશય લઘુકર્મી આત્માઓને જ પ્રાપ્ત થાય છે. થોડી પણ આત્મશુદ્ધિ જે આત્માઓની થવા પામી નથી તે આત્માઓ પરમશુદ્ધ આત્મદશાને પામેલાઓને ભાવથી નમન કરી શકે એ શી રીતે શક્ય છે? વન્દનાની મહત્તા
નમસ્કાર એ નમસ્કાર્ય પ્રત્યે પ્રેમ અને ભક્તિનો સૂચક છે. “નનો શુi !' સૂત્રની વ્યાખ્યા કરતાં સુવિહિત શિરોમણિ આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરિજી મહારાજ ફરમાવે છે કે
धर्म प्रति मूलभूता वन्दना । વંદના એ ધર્મ તરફ આત્માને આગળ વધવાનું મૂળ છે. અર્થાતુ-શુદ્ધ સ્વરૂપવાનને વન્દના કરવાથી આત્મ-ક્ષેત્રમાં ધર્મબીજનું વપન થાય છે. અનુકૂળ સામગ્રીએ તેમાંથી ધર્મચિન્તાદિ રૂપ અંકુરાઓ, ઋતાભ્યાસ તથા સદાચરણરૂપી શાખા-પ્રશાખાઓ અને સ્વર્ગાપવર્ગની પ્રાપ્તિરૂપી ફૂલ અને ફળો પ્રગટ થાય છે. સર્વ પ્રધાન શ્રી નમસ્કાર
વન્દનાનો બીજો પર્યાય નમસ્કાર છે અને એ પણ આશયશુદ્ધિપૂર્વક કરાતો હોય તો મહાન ફળને આપનારો થાય છે. એ કારણે “શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર-મંત્ર’ને શ્રી જિન શાસનમાં સર્વપ્રધાન સ્થાન આપવામાં આવ્યું છે. કેટલાકો તેને જૈન જનતાનો “ગુરુ મંત્ર' પણ કહે છે અને વાત સાચી છે. કારણ કે “નમસ્કાર મંત્રથી મોટો મંત્ર સમસ્ત શ્રી જિનપ્રવચનમાં બીજો કોઈ છે નહિ. તે સર્વ શાસ્ત્રોની આભ્યન્તર રહેલો છે, તે કારણે તેને નંદી આદિ સૂત્રોમાં પૃથક શ્રુતસ્કંધ તરીકે વર્ણવેલો નથી. નિર્યુક્તિ અને વ્યાખ્યામાં પ્રથમ
શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજે એ જ કારણે સર્વ પ્રથમ નિર્યુક્તિ શ્રી નમસ્કાર મહામંત્રની રચેલી છે અને તે પૂર્વે કે ત્યાર પછી કોઈપણ સૂત્રની વ્યાખ્યા કરતાં પહેલાં તે (નમસ્કારમંત્ર)ની જ વ્યાખ્યા સૌપ્રથમ કરવાની શિષ્ટ પ્રણાલિકા છે.
S ૬૦
રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org