________________
૧૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૧ સૂ૦ ૧ દુઃખફલક આવું પણ ભૌતિક સુખ પરિણામે દુઃખ લાવનારું છે. આથી જ જ્ઞાનીઓએ ભૌતિક સુખને દુઃખફલક કહ્યું છે. ભૌતિક સુખનું ફળ દુઃખ છે. કેમ કે ભૌતિક સુખ ભોગવવામાં હિંસા આદિ અનેક પાપો થાય છે. એ પાપોથી પાપકર્મ બંધાય છે. એ પાપકર્મનો ભવિષ્યમાં ઉદય થાય ત્યારે દુઃખ ભોગવવું પડે છે.
દુઃખાનુબંધી– દુઃખાનુબંધી એટલે દુઃખના અનુબંધવાળું. અનુબંધ એટલે પરંપરા. ભૌતિક સુખથી પ્રાપ્ત થતું દુઃખ એક-બે ભવોમાં ભોગવાઈ જતું નથી, કિંતુ તેની પરંપરા ચાલે છે. કારણ કે ભૌતિક સુખ ભોગવવામાં થતી આસક્તિ અને ક્લિષ્ટ પરિણામથી થતા પાપો અનેક ભવોમાં ભોગવવા યોગ્ય પાપકર્મોનો બંધ કરાવે છે.
મોક્ષ સુખ આનાથી વિપરીત છે, અર્થાત્ દુઃખના અંશથી પણ રહિત, આંતરા વિનાનું (=સતત અનુભવી શકાય તેવું), નિત્ય (=સદા રહેનાર), પૂર્ણ અને સ્વાધીન છે.
આ પ્રમાણે “ભૌતિક વસ્તુઓથી પ્રગટ થતું સુખ દુઃખ રૂપ જ છે' એ સિદ્ધ થાય છે. દરેક વ્યક્તિ આ વિશે, પોતાને જે અનુભવ થાય છે તે અનુભવોનું શાંતિથી ચિંતન-મનન કરે તો પણ ભૌતિક વસ્તુઓથી પ્રાપ્ત થતું સુખ દુઃખરૂપ જ છે' એ મહાન સત્ય હાથમાં આવ્યા વિના ન રહે.
હવે બીજી વાત. મોક્ષમાં અન્નાદિના ભોગની કે વિષયસેવનની જરૂર પણ શી છે? કારણ કે અત્રાદિનો પરિભોગ કે વિષયસેવન ઉત્પન્ન થયેલ સુધાદિ દુઃખની નિવૃત્તિ દ્વારા સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટે છે. જ્યારે મોક્ષમાં સ્વાભાવિક સ્વસ્થતા રહેલી છે, કારણ કે ત્યાં અસ્વસ્થતાના=સુધાદિ દુઃખનાં કારણો કર્મ કે ઈચ્છાદિનો અભાવ છે. આથી ત્યાં અન્નાદિના ઉપભોગની જરૂર જ નથી. ઔષધ સેવનની જરૂર કોને હોય? જે રોગી હોય તેને જ ને? બસ તે જ પ્રમાણે જેને કર્મરૂપ રોગ હોય તેને જ અાદિના ભોગ રૂપ ઔષધ સેવનની જરૂર પડે છે. ખણજ કોને આવે ? જેને ખણજનો રોગ હોય તેને. તે જ પ્રમાણે જેને વિષયોની ઇચ્છારૂપ ખણજનો રોગ હોય તેને જ વિષયસેવનરૂપ ખંજવાળની જરૂર પડે. મોક્ષમાં નથી કર્મનો રોગ કે નથી ઇચ્છાનો રોગ. આથી મોક્ષમાં અત્રાદિના પરિભોગની કે વિષયસેવન આદિની જરૂર જ નથી. જેમ જ્ઞાન