________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર [અ૦ ૫ સૂ૦૧૮-૧૯-૨૦
અધર્માસ્તિકાય. ‘ગતિ રૂપે પરિણત જીવ-પુદ્ગલોને ગતિમાં સહાયક બનવું’ એ ધર્માસ્તિકાયનું લક્ષણ' છે. ‘સ્થિતિ રૂપે પરિણત જીવ-પુદ્ગલોને સ્થિતિમાં સહાયક બનવું' એ અધર્માસ્તિકાયનું લક્ષણ છે. (૧૭)
આકાશનું લક્ષણ—
૧૯૬
આાશાવાહૈ || -૬૮ ॥
આકાશનો અવગાહ (=જગ્યા આપવી) ઉપકાર=કાર્ય છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ અને પુદ્ગલ એ ચાર દ્રવ્યોને આકાશઅવગાહ આપે છે. આકાશનું આ કાર્ય લક્ષણ રૂપ છે. આથી ‘ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોને અવગાહનું પ્રદાન કરવું' એ આકાશનું લક્ષણ છે. (૧૮) પુદ્ગલોનો ઉપકાર–
શરીર-વાડ્-મન:-પ્રાબાપાના: પુત્રાનાનામ્ || ૧-૨૬ || મુઃ-૩:૬-નીવિત-મરોવગ્રહાશ ! -૨૦ ॥
શરીર, વાણી, મન અને પ્રાણાપાન=શ્ર્વાસોચ્છ્વાસ એ પુદ્ગલોનો ઉપકાર=કાર્ય છે.
તથા સુખ, દુઃખ, જીવિત અને મરણ પણ પુદ્ગલોનો ઉપકાર=કાર્ય છે. આ બે સૂત્રોમાં જીવોની અપેક્ષાએ પુદ્ગલોનો માત્ર ઉપકાર જણાવવામાં આવ્યો છે. પુદ્ગલોનું લક્ષણ તો ‘સ્પર્શ-રમ-ધ-વર્ણવન્તઃ પુત્રનાઃ' એ સૂત્રમાં જણાવવામાં આવશે.
(૧) શરીર પાંચ છે. શરીરનું વર્ણન બીજા અધ્યાયના ૩૭મા સૂત્રમાં આવી ગયું છે. પાંચેય શરીર પુદ્ગલના પરિણામ રૂપ હોવાથી પૌદ્ગલિક છે. (૨) વાણી=ભાષા પણ પૌદ્ગલિક છે. જીવ જ્યારે બોલે છે ત્યારે પહેલાં આકાશમાં રહેલા ભાષાવર્ગણાના (=ભાષા રૂપે બનાવી શકાય તેવા) પુદ્ગલોને ગ્રહણ કરે છે. બાદ તે પુદ્ગલોને પ્રયત્નવિશેષથી ભાષારૂપે પરિણમાવે છે. બાદ તે પુદ્ગલોને પ્રયત્નવિશેષથી છોડી દે છે. ભાષા રૂપે પરિણમેલા પુદ્ગલો એટલે જ શબ્દ. ભાષા રૂપે પરિણમેલા પુદ્ગલોને છોડી દેવા એટલે જ બોલવું. ભાષા રૂપે પરિણમેલા પુદ્ગલોને છોડવાથી એટલે કે બોલવાથી એ પુદ્ગલોમાં ધ્વનિ ઉત્પન્ન થાય છે. આમ વાણી (શબ્દ) ૧. લક્ષણ એટલે વસ્તુને ઓળખાવનાર અસાધારણ (=બીજી વસ્તુમાં ન રહે તેવો) ધર્મ.