Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Rajshekharsuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 480
________________ ૪૩૬ શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦ ૪૭ કોને કેટલી નિર્જરા થાય છે તેનો નિર્દેશसम्यग्दृष्टि-श्रावक-विरता-ऽनन्तवियोजकदर्शनमोहक्षपको-पशमको-पशान्तमोह-क्षपक-क्षीणमोहજિનાઃ મશો-સંધ્યેય નિર્વાદ છે ૧-૪૭ છે. સમ્યગ્દષ્ટિ, શ્રાવક, વિરત, અનંતાનુબંધિવિયોજક, દર્શનમોહક્ષપક, મોહોપશમક, ઉપશાંતમોહ, મોહક્ષપક, ક્ષીણમોહ, જિન-આ દશ અનુક્રમે પૂર્વ પૂર્વથી અસંખ્ય ગુણ નિર્જરા કરે છે. સમ્યગ્દષ્ટિ જેટલી નિર્જરા કરે છે તેનાથી શ્રાવક અસંખ્યગુણ નિર્જરા કરે છે. શ્રાવકની નિર્જરાથી અસંખ્ય ગુણ નિર્જરા વિરત મુનિ કરે છે. એમ પૂર્વ પૂર્વથી ઉત્તર ઉત્તરની નિર્જરા અસંખ્યગુણ થાય છે. કર્મોનો સર્વથા ક્ષય એ મોક્ષ છે. કર્મોનો આંશિક ક્ષય નિર્જરા છે. કર્મનો આંશિક ક્ષય દરેક સાધકને સમાન હોતો નથી. કારણ કે કર્મનો આંશિક ક્ષય આત્માની વિશુદ્ધિ ઉપર આધાર રાખે છે. આત્માની વિશુદ્ધિ જેમ અધિક તેમ નિર્જરા વધારે. પ્રસ્તુત સૂત્રમાં નિર્દિષ્ટ સમ્યગ્દષ્ટિ આદિ સાધકની આત્મવિશુદ્ધિ અનુક્રમે અસંખ્યગુણી હોવાથી નિર્જરા અસંખ્યગુણી થાય છે. આંશિક નિર્જરાની શરૂઆત મુખ્યતયા સમ્યગ્દષ્ટિથી(કચોથા ગુણસ્થાનકથી) થાય છે અને ૧૩માં ગુણસ્થાને તેનો અંત આવે છે. ચૌદમા ગુણઠાણે સર્વ કર્મનો ક્ષય થાય છે. (૧) સમ્યગ્દષ્ટિ– વિરતિથી રહિત અને સમ્યગ્દર્શનથી યુક્ત. (૨) શ્રાવક- સમ્યગ્દર્શન તથા અણુવ્રતોથી યુક્ત. (૩) વિરત– મહાવ્રતોને ધારણ કરનાર મુનિ. (૪) અનંતાનુબંધિવિયોજક– અનંતાનુબંધી ચાર કષાયોનો (વર્તમાનમાં) ક્ષય કરનાર. (૫) દર્શનમોહક્ષપક- દર્શનમોહનો (વર્તમાનમાં) ક્ષય કરનાર. અનંતાનુબંધી ચાર કષાયો, સમ્યક્વમોહ, મિશ્રમોહ, મિથ્યાત્વમોહ એ સાત પ્રકૃતિઓ દર્શનમોહ છે. (૬) મોહોપશમક– મોહની પ્રકૃતિઓનો (વર્તમાનમાં) ઉપશમ કરનાર. ૧. અહીં સકામ નિર્જરા અપેક્ષિત છે. અકામ નિર્જરા પહેલા ગુણસ્થાને પણ હોય છે. યોગશાસ્ત્રમાં “સામા મિનાં' એમ કહીને સકામ નિર્જરા મુખ્યતયા સાધુઓને હોય છે એમ જણાવ્યું છે.

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516