Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Rajshekharsuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 500
________________ ૪૫૬ શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર द्रव्यस्य कर्मणो यद्व-दुत्पत्त्यारम्भवीतयः । समं तथैव सिद्धस्य, गतिमोक्षभवक्षयाः ॥ १७ ॥ उत्पत्तिश्च विनाशश्च, प्रकाशतमसोरिह । યુપદ્મવતો યતિ, તથા નિવા-વર્ગો: I ૨૮ . तन्वी मनोज्ञा सुरभिः, पुण्या परमभास्वरा । प्राग्भारा नाम वसुधा, लोकमूनि व्यवस्थिता ॥ १९ ॥ नृलोकतुल्यविष्कम्भा, सितच्छत्रनिभा शुभा । કર્ણ તા: ઉત્તે: સિદ્ધા, નોવાને સમવસ્થિતા છે ૨૦ तादात्म्यादुपयुक्तास्ते, केवलज्ञान-दर्शनैः । सम्यक्त्वसिद्धतावस्था, हेत्वभावाच्च निष्क्रियाः ॥ २१ ॥ ततोऽप्यूर्ध्वं गतिस्तेषां, कस्मान्नास्तीति चेन्मतिः । ધમતિક્ષાયણીમાવા, તે હિતતિ: પર | ૨૨ છે (૧૭) જેમ દ્રવ્યની ક્રિયાની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એક સાથે (એક જ સમયે) થાય છે, તે જ પ્રમાણે સિદ્ધ જીવના (લોકાંતે) ગતિ, મોક્ષ અને ભવક્ષય એ ત્રણે ભાવો એકીસાથે થાય છે. (૧૮) પ્રકાશની ઉત્પત્તિ અને અંધકારનો નાશ જેમ એકીસાથે થાય છે તેમ નિર્વાણની=મોક્ષની ઉત્પત્તિ અને કર્મનો નાશ એ બંને એકીસાથે થાય છે. સિદ્ધોનું સ્થાન (૧૯-૨૦) સૂક્ષ્મ, મનોહર, સુગંધી, પવિત્ર અને પરમ પ્રકાશમય પ્રામ્ભારા નામની પૃથ્વી લોકના અગ્રભાગે રહેલી છે. આ શુભ પૃથ્વી મનુષ્યલોક તુલ્ય (૪૫ લાખ યોજન) વિસ્તારવાળી અને ખુલ્લી કરેલી સફેદ છત્રીના જેવા આકારવાળી છે. આ પૃથ્વીની ઉપર લોકાંતે સિદ્ધાં બિરાજમાન છે. (૨૧) સિદ્ધો તાદાસ્યભાવે કેવળજ્ઞાન અને કેવળદર્શનથી ઉપયુક્ત ( કેવળજ્ઞાન-કેવળદર્શનના ઉપયોગવાળા) છે. સમ્યકત્વ અને સિદ્ધત્વમાં અવસ્થિત છે. ક્રિયાનું કારણ ન હોવાથી ક્રિયારહિત છે. (૨૨) પ્રશ્ન– લોકાંતથી ઉપર સિદ્ધોની ગતિ કેમ થતી નથી ? ઉત્તર- લોકાંતથી ઉપર ગતિમાં સહાયક ધર્માસ્તિકાય ન હોવાથી ત્યાં સિદ્ધોની ગતિ થતી નથી. ગતિમાં ધર્માસ્તિકાય જ મુખ્ય કારણ છે.

Loading...

Page Navigation
1 ... 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516