Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Rajshekharsuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 501
________________ ૪૫૭ શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર संसारविषयातीतं, मुक्तानामव्ययं सुखम् । अव्याबाधमिति प्रोक्तं, परमं परमर्षिभिः ॥ २३ ॥ स्यादेतदशरीरस्य, जन्तोर्नष्टाऽष्टकर्मणः । कथं भवति मुक्तस्य, सुखमित्यत्र मे शृणु ॥ २४ ॥ लोके चतुविहार्थेषु, सुखशब्दः प्रयुज्यते ।। विषये वेदनाभावे, विपाके मोक्ष एव च ॥ २५ ॥ सुखो वह्निः सुखो वायु-विषयेष्विह कथ्यते । કુદામા ર પુરુષ:, તિતિ મત્તે છે રદ્દ पुण्यकर्मविपाकाच्च, सुखमिष्टेन्द्रियार्थजम् ।। कर्मक्लेशविमोक्षाच्च, मोक्षे सुखमनुत्तमम् ॥ २७ ॥ सुखप्रसुप्तवत् केचि-दिच्छन्ति परिनिवृत्तिम् ।। तदयुक्तं क्रियावत्त्वात्, सुखानुशयतस्तथा ॥ २८ ॥ श्रमक्लममदव्याधि-मदनेभ्यश्च संभवात् । મોહોત્પવિપાશ્વ, રનની વર્ષ: ૨૬ છે. (૨૩) સિદ્ધોને સંસારના વિષયસુખથી ચઢિયાતું, શાશ્વત અને દુઃખથી રહિત પરમસુખ હોય છે એમ તીર્થકરોએ કહ્યું છે. મોક્ષસુખની સિદ્ધિ– (૨૪-૨૭) પ્રશ્ન– આઠ કર્મ અને શરીરથી રહિત સિદ્ધ જીવને સુખ શી રીતે હોય? ઉત્તર– આ લોકમાં વિષય, દુઃખનો અભાવ, વિપાક અને મોક્ષ એ ચાર અર્થોમાં સુખ શબ્દનો પ્રયોગ થાય છે. (૧) અગ્નિ સુખકારી છે, વાયુ સુખકારી છે એ પ્રમાણે લોકમાં વિષયોમાં સુખશબ્દનો પ્રયોગ થાય છે. (૨) દુઃખ ન હોય તો પુરુષ પોતાને હું સુખી છું એમ માને છે. (૩) પુણ્યકર્મના વિપાકથી ઈષ્ટ ઇન્દ્રિયવિષયથી થતા અનુભવને સુખ કહેવામાં આવે છે. (૪) કર્મ અને ક્લેશથી સર્વથા મુક્તિ થવાથી મોક્ષમાં સર્વથી ઉત્તમ સુખ હોય છે. (૨૮-૨૯) કેટલાક મોક્ષને=મોક્ષસુખને સુખપૂર્વક ગાઢનિદ્રામાં સૂતેલા પુરુષના સુખ જેવું માને છે તે યુક્ત નથી. કારણ કે નિદ્રામાં ક્રિયા હોય છે, અને સુખનુ તારતમ્ય હોય છે. તથા શ્રમ, ખેદ, મદ, રોગ અને મૈથુનક્રિયાથી, રતિ-અરતિ આદિ મોહથી અને દર્શનાવરણ કર્મના ઉદયથી નિદ્રા આવે છે. (મોક્ષમાં આ કારણો હોતાં નથી.)

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516