Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Rajshekharsuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 503
________________ ૪૫૯ શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર तत्त्वार्थसूत्रप्रशस्तिः। वाचकमुख्यस्य शिवश्रियः, प्रकाशयशसः प्रशिष्येण । शिष्येण घोषनन्दि-क्षमणस्यैकादशाङ्गविदः ॥ १ ॥ वाचनया च महावाचक-क्षमणमुण्डपादशिष्यस्य । શિષ્ય વાવવા-મૂનાના પ્રથિતશીર્વેદ | ૨ न्यग्रोधिकाप्रसूतेन, विहरता पुरवरे कुसुमनाम्नि । कौभीषणिना स्वाति-तनयेन वात्सीसुतेनाय॑म् ॥ ३ ॥ अर्हद्वचनं सम्यग्गुरुक्रमेणागतं समुपधार्य । दुःखार्तं च दुरागम-विहतमति लोकमवलोक्य ॥ ४ ॥ इदमुच्चै गरवाचकेन, सत्त्वानुकम्पया दृब्धम् । तत्त्वार्थाधिगमाख्यं, स्पष्टमुमास्वातिना शास्त्रम् ॥ ५ ॥ यस्तत्त्वार्थाधिगमाख्यं, ज्ञास्यति करिष्यते च तथोक्तम् । सोऽव्याबार्ध सौख्यं, प्राप्स्यत्यचिरेण परमार्थम् ॥ ६ ॥ (૧-૫) જેમનો યશ જગતમાં પ્રગટ છે, તે શિવશ્રી નામના વાચકમુખ્યના પ્રશિષ્ય, અગિયાર અંગોના જ્ઞાતા ઘોષનંદી ક્ષમાશ્રમણના શિષ્ય, વાચનાથી (ભણાવનારની અપેક્ષાએ) મહાવાચક ક્ષમણ મુંડપાદના શિષ્ય વિસ્તૃત કીર્તિવાળા મૂલ નામના વાચકાચાર્યના શિષ્ય કૌભીષણ ગોત્રવાળા, સ્વાતિ નામના પિતા અને વાત્સી ગોત્રવાળી (ઉમા નામની) માતાના પુત્ર, ન્યગ્રોધિકા ગામમાં જન્મેલા, કુસુમપુર (પાટલીપુત્ર) નામના શ્રેષ્ઠ નગરમાં વિચરતા, ઉચ્ચનાગર શાખાના વાચક શ્રી ઉમાસ્વાતિજીએ ગુરુપરંપરાથી મળેલાં ઉત્તમ અરિહંત વચનોને સારી રીતે સમજીને, જગતને (શરીર-મનનાં) દુઃખોથી પીડિત તથા અસત્ય આગમથી નષ્ટબુદ્ધિવાળું જોઈને જીવોની અનુકંપાથી, સ્પષ્ટ અર્થવાળા આ તત્ત્વાર્થાધિગમ નામના શાસ્ત્રની રચના કરી છે. (૬) જે તત્ત્વાર્થાધિગમ નામના શાસ્ત્રને જાણશે અને તેમાં કહ્યા મુજબ કરશે તે અવ્યાબાધ સુખરૂપ પરમાર્થને(=મોક્ષને) અલ્પકાળમાં પ્રાપ્ત કરશે.

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516