Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Rajshekharsuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 498
________________ ૪૫૪ શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર कृत्स्नकर्मक्षयादूर्ध्वं, निर्वाणमधिगच्छति । यथा दग्धेन्धनो वह्नि-निरुपादानसन्ततिः ॥ ७ ॥ दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे, नारोहति भवाङ्कुरः ॥ ८ ॥ तदनन्तरमेवोर्ध्व-मालोकान्तात् स गच्छति । પૂર્વપ્રયો -વીવોáવૈઃ | ૨ | कुलालचक्रे दोलाया-मिषौ चापि यथेष्यते । પૂર્વપ્રયોગાત્ વર્ષેદ, તથા સિદ્ધપતિઃ મૃતા | ૨૦ | मल्लेपसङ्गविनिर्मोक्षाद्, यथा दृष्टाप्स्वलाबुनः । कर्मसङ्गविनिर्मोक्षात्, तथा सिद्धगतिः स्मृता ॥ ११ ॥ (૭) નાંખેલાં સઘળાં કાષ્ઠો બળી જવાથી કાઇથી રહિત બનેલા અગ્નિની જેમ સઘળાં કર્મોનો ક્ષય થવાથી સંસારનાં મૂળ કારણોની પરંપરાથી રહિત બનેલા તે મહાત્મા ઉપર (સિદ્ધક્ષેત્રમાં) નિર્વાણ=મોક્ષ પામે છે. (૮) જેમ બીજ સર્વથા બળી જતાં તેમાંથી અંકુર ઉત્પન્ન થતો નથી, તેમ કર્મરૂપ બીજ સર્વથા બળી ગયા બાદ ફરીથી ભવરૂપ અંકુરની ઉત્પત્તિ થતી નથી. (૯) સઘળાં કર્મોનો ક્ષય થયા બાદ તુરત જ તે મહાત્મા લોકાંત સુધી ઊંચે જાય છે. (૧) પૂર્વ પ્રયોગ (૨) અસંગ (૩) બંધ છેદ (૪) ઊર્ધ્વ ગૌરવ એ ચાર ઊંચે જવાનાં કારણો છે. પૂર્વપ્રયોગ (૧૦) પ્રેરણા વિના પણ પૂર્વપ્રયોગથી(=પૂર્વના વેગથી) જેમ કુંભારનું ચક્ર-ચાકડો ભ્રમણ કરે છે, હિંડોળો હાલે છે, બાણ આગળ જાય છે, તેમ પ્રસ્તુતમાં યોગો ન હોવા છતાં પૂર્વપ્રયોગથી(=પૂર્વના યોગ-વ્યાપારની અસરથી) સિદ્ધજીવોની ઊર્ધ્વ ગતિ થાય છે. અસંગ (૧૧) જેમ માટીનો લેપ દૂર થતાં હળવી બનેલી તુંબડી પાણીની ઉપર આવે છે, તેમ કર્મનો લેપ દૂર થતાં હળવા બનેલા સિદ્ધપરમાત્માની ઊર્ધ્વગતિ થાય છે. १. ऊर्ध्वगमनमेव गौरवम्

Loading...

Page Navigation
1 ... 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516