Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Rajshekharsuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 497
________________ શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર ૪૫૩ अन्तिमोपदेशः एवं तत्त्वपरिज्ञानाद्, विरक्तस्यात्मनो भृशम् । निरास्त्रवत्वाच्छिन्नायां, नवायां कर्मसन्ततौ ॥ १ ॥ पूजितं क्षपयतो, यथोक्तैः क्षयहेतुभिः । संसारबीजं कात्न्ये न, मोहनीयं प्रहीयते ॥ २ ॥ ततोऽन्तरायज्ञानन-दर्शनजान्यनन्तरम् । प्रहीयतेऽस्य युगपत्, त्रीणि कर्माण्यशेषतः ॥ ३ ॥ गर्भसूच्यां विनष्टायां, यथा तालो विनश्यति । तथा कर्मक्षयं याति, मोहनीये क्षयंगते ॥ ४ ॥ ततः क्षीणचतुष्कर्मा, प्राप्तोऽथाख्यातसंयमम् । વહિવનનિર્મm:, તાત: પરમેશ્વરઃ || शेषकर्मफलापेक्षः, शुद्धो बुद्धो निरामयः । સર્વજ્ઞઃ સર્વલ ર, નિનો ભવતિ શિવ છે ૬ . (૧-૨) આ પ્રમાણે તત્ત્વોને સારી રીતે જાણવાથી સર્વથા વિરક્ત બનેલો જીવ આસવોનો સર્વથા નિરોધ કરીને નવા કર્મો બાંધતો નથી, અને પૂર્વે બાંધેલા કમને શાસ્ત્રોક્ત કર્મક્ષયનાં કારણોથી ખપાવી નાખે છે, આથી સંસારનું બીજ મોહનીયકર્મ સર્વથા નાશ પામે છે. (૩) ત્યાર બાદ તરત જ (અંતમુહૂર્ત પછી) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મો એકી સાથે સર્વથા નાશ પામે છે. (૪) જેમ ગર્ભસૂચિનો=મધ્યમાં રહેલા તંતુનો નાશ થતાં સંપૂર્ણ તાડવૃક્ષ નાશ પામે છે તેમ, મોહનીયકર્મનો ક્ષય થતાં શેષ સઘળાં કર્મોનો ક્ષય થાય છે. (૫-૬) ત્યાર બાદ ચાર ઘાતકર્મોથી રહિત યથાખ્યાત સંયમને પામેલા અને બીજરૂપ મોહનીયાદિ કર્મના બંધનથી મુક્ત તે મહાત્મા સ્નાતક (=અંતર્મલ દૂર કરવાથી સ્નાન કરેલ) અને પરમેશ્વર (કેવળજ્ઞાનરૂપ ઋદ્ધિઐશ્વર્યવાળા) બને છે, આ અવસ્થામાં તે મહાત્મા શેષ ચાર અઘાતી કર્મોના ઉદયવાળા હોય છે, તે છતાં, (મોહાદિ મેલ દૂર થવાથી) શુદ્ધ, (કેવળજ્ઞાની હોવાથી) બુદ્ધ, (બાહ્ય અત્યંતર સઘળાં રોગનાં કારણો દૂર થવાથી) નિરામય, સર્વજ્ઞ, સર્વદર્શી, જિન અને કેવળી બને છે.

Loading...

Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516