Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Rajshekharsuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 489
________________ ૪૪૫ અ૦ ૧૦ સૂ૦ ૫ શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર સર્વ કર્મોનો ક્ષય થતાં આત્માનું ઊર્ધ્વગમનतदनन्तरमूर्ध्वं गच्छत्यालोकान्ताद् ॥ १०-५ ॥ સઘળાં કર્મોનો ક્ષય થતાં આત્મા ઉપર લોકાંત સુધી જાય છે. જે સમયે સઘળાં કર્મોનો ક્ષય થાય છે એ જ સમયે દેહનો વિયોગ, ઊર્ધ્વગમન કરવા માટે ગતિ અને લોકાન્ત ગમન પણ થાય છે. અર્થાત્ સર્વકર્મક્ષય, દેહવિયોગ, ઊર્ધ્વગતિ, લોકાન્તગમન એ ચારેય એક જ સમયમાં થાય છે. સિદ્ધોની અવગાહના લોકના ઉપરના અંતિમ એક ગાઉના અંતિમ છઠ્ઠા ભાગમાં ૩૩૩-3 ધનુષ્ય જેટલા ભાગમાં સિદ્ધો વસે છે. અર્થાત્ લોકાકાશની છેલ્લી પ્રતર શ્રેણીથી ૩૩૩-૩ ધનુષ્ય પ્રમાણ ભાગ સુધીમાં સિદ્ધ જીવો વસે છે. દરેક સિદ્ધ ભગવંતના મસ્તકનો અંતિમ પ્રદેશ લોકાકાશના અંતિમ પ્રદેશને સ્પર્શીને રહે છે. કારણ કે કર્મક્ષય થતાંની સાથે જ જીવ જયાં હોય ત્યાંથી જ સીધી ઊર્ધ્વગતિ કરે છે. પણ અલોકાકાશમાં ગતિમાં સહાયક ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી લોકાકાશનો અંતિમ પ્રદેશ આવતાં અટકી જાય છે. સિદ્ધોની અવગાહના પોતાના પૂર્વના શરીરના ૩ ભાગની રહે છે. કારણ કે શરીરમાં ૩ ભાગ જેટલા પોલાણમાં વાયુ ભરાયેલો છે. યોગનિરોધથતાં વાયુનીકળી જવાથી 3 ભાગનો સંકોચ થઈ જાય છે. આથી શરીરનો ભાગ રહે છે. વધારેમાં વધારે ૫૦૦ ધનુષ્યની કાયાવાળા જીવો મોક્ષે જઈ શકે છે. ૫૦૦ ધનુષ્યની કાયાનો ૩ ભાગ ૩૩૩-૩ ધનુષ્ય (=૩૩૩ ધનુષ્ય અને ૩૨ આંગળ) થાય છે. એટલે આકાશના ઉપરના અંતિમ પ્રદેશથી નીચેના ૩૩૩-૩ ભાગ સુધીમાં સિદ્ધ જીવો રહે છે. આમ એક ગાઉનો છઠ્ઠો ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહનવાળા શરીરનો ૩ ભાગ (૩૩૩-૩ ધનુષ્ય) આ બંને સમાન થાય છે. આમ લોકાકાશના સૌથી ઉપરના ૩૩૩-૩ ધનુષ્ય પ્રમાણ ક્ષેત્રને લોકાગ્ર કે સિદ્ધિક્ષેત્ર કહેવામાં આવે છે. ૧. ૨૪ આંગળનો ૧ હાથ. ૪ હાથનો એક ધનુષ્ય. ૨૦૦૦ ધનુષનો એક ગાઉ. ૪ ગાઉનો ૧ યોજન.

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516