________________
૩૧૬
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
[અ૦ ૭ સૂ૦ ૨૧
અવાજ થાય કે અવાજ થવાની શક્યતા હોય તે તે કારણોથી દૂર રહે છે. તેમ અહીં હિંસાના પ્રત્યાખ્યાનથી બંધ આદિનું પ્રત્યાખ્યાન પણ થઇ જાય છે. હવે એ પ્રશ્ન રહ્યો કે બંધ આદિના સેવનથી નિયમનો સર્વથા ભંગ થાય છે, તો બંધ આદિ અતિચાર કેવી રીતે ? આનું સમાધાન આ પ્રમાણે છે—વ્રત બે રીતે છે—(૧) અંતવૃત્તિથી અને (૨) બાહ્યવૃત્તિથી. હૃદયમાં વ્રતના પરિણામ તે અંતવૃત્તિથી વ્રત. બાહ્યથી પ્રાણવિયોગ આદિનો અભાવ તે બાહ્યવૃત્તિથી વ્રત. જ્યારે ગુસ્સે થઇને નિર્દયતાથી બંધ આદિ કરવામાં આવે છે ત્યારે બાહ્યથી પ્રાણવિયોગનો અભાવ છે. એટલે બાહ્યવૃત્તિથી અહિંસાવ્રતનો ભંગ થયો નથી. પણ હૃદયમાં અહિંસાના–દયાના પરિણામ ન હોવાથી અંતવૃત્તિથી ભંગ થયો છે. આમ આંશિક વ્રતપાલન છે અને આંશિક વ્રતભંગ છે. માટે ગુસ્સાથી નિર્દયતાપૂર્વક કરવામાં આવેલ બંધ આદિ અતિચાર રૂપ છે. આ પ્રમાણે અન્ય વ્રતોના અતિચારો વિશે પણ યથાયોગ્ય સમજી લેવું. (૨૦) બીજા વ્રતના અતિચારો— मिथ्योपदेश-रहस्याभ्याख्यान - कूटलेखक्रियाચાસાપહાર-માજારમન્ત્રમેલાઃ ।। ૭-૨૬ ॥
મિથ્યા ઉપદેશ, રહસ્યઅભ્યાખ્યાન, ફૂટલેખક્રિયા, ન્યાસઅપહાર અને સાકાર મંત્રભેદ એ પાંચ સત્ય (સ્થૂલ મૃષાવાદ વિરમણ) વ્રતના અતિચારો છે. (૧) મિથ્યા ઉપદેશ– પરપીડાકારી વચન, અસત્ય ઉપદેશ, અતિસંધાન ઉપદેશ વગેરે મિથ્યા ઉપદેશ છે. ચોરને મારી નાખો, વાંદરાઓને પૂરી દો વગેરે પરપીડાકારી વચનો છે. ખોટી સલાહ આપી ઊંધા માર્ગે ચઢાવવો એ અસત્ય ઉપદેશ છે. વિવાદમાં અન્યને છેતરવાનો ઉપાય બતાવવો તે અતિસંધાન ઉપદેશ છે.
અહીં પરપીડાકારી વચનમાં અન્યને દુઃખ ન આપવું એ અહિંસાનું પાલન થતું નથી. અન્ય સર્વ વ્રતો અહિંસાના પાલન માટે છે. આથી પરપીડાકારી વચનથી બાહ્ય દૃષ્ટિએ વ્રતભંગ ન હોવા છતાં આંતરષ્ટિએ વ્રતભંગ છે. જે વિષયમાં પોતાને બરોબર અનુભવ ન હોય તે વિષયમાં પોતે સલાહ આપે અને અન્ય વ્યક્તિ વિપરીત માર્ગે ચઢે તેમાં પોતાની દૃષ્ટિએ અસત્ય ન હોવા છતાં અનુભવીની દૃષ્ટિએ અસત્ય છે. એટલે બાહ્યથી સત્ય