________________
૪૨૪
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અo ૯ સૂ૦ ૩૪-૩૫-૩૬ આર્તધ્યાનના ચોથા ભેદનો નિર્દેશનિલાને ત્ર | ૨-૩૪ છે નિદાન આર્તધ્યાનનો ચોથો ભેદ છે.
નિદાન એટલે કાપવાનું સાધન. જેનાથી આત્મસુખ કપાઈ જાય તે નિદાન. ધર્મના ફળરૂપે આ લોક કે પરલોકના સુખની ઈચ્છા રાખવાથી આત્મસુખ કપાઈ જાય છે. માટે ધર્મના ફળરૂપે આ લોક કે પરલોકના ભૌતિક સુખોની ઈચ્છા એ નિદાન છે.
ચારે પ્રકારનું આર્તધ્યાન દુઃખમાંથી જન્મે છે. પ્રથમના બે ભેદોમાં તો સ્પષ્ટ દુઃખનો સંયોગ છે. ત્રીજા ભેદમાં ઈષ્ટ વસ્તુના વિયોગનું માનસિક દુઃખ છે. ચોથા ભેદમાં ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિનું દુઃખ છે. દુઃખના કારણે થતી અશુભ વિચારણા પુનઃ દુઃખ પ્રાપ્ત થાય તેવાં અશુભ કર્મોનો બંધ કરાવે છે. માટે આ ધ્યાન દુઃખનો અનુબંધ કરાવે છે. આમ આર્તધ્યાનથી આદિમાં મધ્યમાં અને અંતે દુઃખ જ છે. (૩૪)
આર્તધ્યાનના સ્વામી तदविरत-देशविरत-प्रमत्तसंयतानाम् ॥ ९-३५ ॥ તે (=આર્તધ્યાન) અવિરત, દેશવિરત અને પ્રમત્ત સંયમીઓને હોય છે.
અર્થાત્ પ્રથમ ગુણસ્થાનકથી આરંભી છઠ્ઠા ગુણસ્થાન સુધીના જીવોને આર્તધ્યાન હોઈ શકે છે. સાતમા ગુણસ્થાનકથી આર્તધ્યાનનો અભાવ છે. (૩૫)
રૌદ્રધ્યાનના ભેદો અને સ્વામીહિંસા-કૃતિ-તૈય-વિષયસંરક્ષપ્યો રૌદ્રમવિરત-રેશવિતિયો: ૧-૩૬ છે
હિંસા, અસત્ય, ચોરી, વિષયસંરક્ષણ એ ચારનો એકાગ્રચિત્તે વિચાર તે ચાર પ્રકારે રૌદ્રધ્યાન છે. આ ધ્યાન અવિરત અને દેશવિરત જીવોને હોય છે.
હિંસા આદિ ચારના એકાગ્રચિત્તે વિચારો એ અનુક્રમે હિંસાનુબંધી, અસત્યાનુબંધી, તેયાનુબંધી અને વિષયસંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. હિંસા કેવી રીતે કરવી, ક્યારે કરવી, તેનાં સાધનો કયાં કયાં છે, સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો ઇત્યાદિ હિંસાના એકાગ્રચિત્તે થતા વિચારો હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. અસત્ય કેવી રીતે બોલવું, કેવી કેવી રીતે અસત્ય બોલવાથી છૂટી જવાશે, કેવી કેવી રીતે અસત્ય બોલવાથી અન્યને છેતરી શકાશે વગેરે