________________
૩૯૬
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦ ૭ જીવાસ્તિકાય ચેતન છે. આ દષ્ટિએ જડ અને ચેતનનો સમુદાય એ જગત છે. લોક ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યથી યુક્ત છે. ઉત્પાદ એટલે ઉત્પત્તિ. વ્યય એટલે નાશ. ધ્રૌવ્ય એટલે સ્થિરતા. અર્થાત્ પ્રત્યેક વસ્તુ (જડ કે ચેતન) ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને સ્થિર પણ રહે છે. પ્રત્યેક વસ્તુ પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે, દ્રવ્ય રૂપે કાયમ રહે છે. જેમ કે મનુષ્ય મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન થાય તો જીવનો મનુષ્યપર્યાય રૂપે નાશ થયો, દેવપર્યાય રૂપે ઉત્પત્તિ થઈ અને જીવ રૂપે સ્થિરતા થઈ. અર્થાત્ જીવ જીવરૂપે કાયમ રહ્યો, પણ મનુષ્ય રૂપે નાશ પામ્યો અને દેવ રૂપે ઉત્પન્ન થયો. ઉત્પત્તિ અને વિનાશ બે પ્રકારના છે–(૧) પ્રતિક્ષણવર્તી અને (૨) કાલાંતરવર્તી. ઘટમાં પ્રતિક્ષણ નવા પર્યાયોની ઉત્પત્તિ પ્રતિક્ષણવર્તી ઉત્પત્તિ છે. ઘટના સર્વથા નાશથી થતી પર્યાયની ઉત્પત્તિ કાલાંતરવર્તી છે. ઘટમાં પ્રતિક્ષણ થતો પર્યાયોનો નાશ પ્રતિક્ષણવર્તી નાશ છે. ઘટના સર્વથા નાશથી થતો પર્યાયોનો નાશ એ કાલાંતરવર્તી વિનાશ છે.
ફળ– લોકનું શંકાદિ દોષોથી રહિત જ્ઞાન થાય છે. એના સત્ય સ્વરૂપનો ખ્યાલ આવે છે. એથી નક્કી થાય છે કે–આ લોકમાં કર્મયુક્ત જીવ માટે ક્યાંય શાશ્વત સ્થાન નથી. ઉત્પાદ અને વ્યયથી (જન્મ-મરણથી) અત્યાર સુધીમાં તે સર્વત્ર ભમી આવ્યો છે. સર્વત્ર તેની ફેર-બદલી થઈ ગઈ છે. ક્યાંય ઠરી ઠામ રહેવા મળ્યું નથી. આ ફેર-બદલીથી છૂટીને શાશ્વત સ્થાન પ્રાપ્ત કરવું હોય તો કર્મનો ક્ષય કરવા પ્રયત્ન કરવો જોઈએ. આમ લોકભાવનાથી આત્મકલ્યાણની ભાવના જાગે છે.
(૧૧) બોધિદુર્લભ- અહીં બોધિ એટલે મુક્તિમાર્ગ. મુક્તિમાર્ગની દુર્લભતા વિચારવી એ બોધિદુર્લભ ભાવના છે. અનાદિકાળથી સંસારમાં રખડતા જીવને મુક્તિનો માર્ગ બહુદુર્લભ છે. અનંતકાળ સુધી જીવો અવ્યવહાર નિગોદમાં દુઃખો સહન કરે છે. તથાભવ્યત્વના પરિપાકથી અકામનિર્જરા કરીને અવ્યવહાર નિગોદમાંથી નીકળ્યા પછી વ્યવહાર નિગોદ આદિમાં
૧. આ વિષયના વિશેષ બોધ માટે જુઓ આ.૫, સૂત્ર-૨૯-૩૦ વગેરેનું વિવેચન. ૨. જીવનું જે કાર્ય જે કાળે અને જેવા સંયોગોમાં બનવાનું હોય તે કાર્ય માટે તે કાળ અને તેવા સંયોગો
જયારે આવી જાય ત્યારે તે કાર્ય માટે જીવના તથાભવ્યત્વનો પરિપાક થયો કહેવાય.