________________
૩૭૬
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૮ સૂ૦ ૨૫ (૩) દરેક સમયે સમાન કર્મયુગલોને ગ્રહણ કરે છે કે વધારે ઓછા પણ
ગ્રહણ કરે છે? અથવા સઘળા જીવો એકસરખા પુદ્ગલો ગ્રહણ કરે
છે કે વધારે ઓછા પણ ગ્રહણ કરે છે ? (૪) સ્થૂલ કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે કે સૂક્ષ્મ કર્મપૂગલોને ? (૫) કયા સ્થળે રહેલા કર્મપુગલોને ગ્રહણ કરે છે ? (૬) ગતિમાન યુગલોને ગ્રહણ કરે છે કે સ્થિત પુદ્ગલોને? (૭) ગ્રહણ કરેલા કર્મપુદ્ગલોનો આત્માના અમુક જ પ્રદેશોમાં સંબંધ થાય
છે કે સઘળા પ્રદેશોમાં? (૮) એકી વખતે કેટલા પ્રદેશવાળા સ્કંધોનો બંધ થાય છે ?
આ આઠ પ્રશ્નોના ઉત્તરો આ સૂત્રમાં ક્રમશ– “નામપ્રત્યયા:, સર્વત:, યાવિશેષાનું, સૂક્ષ્મ, ક્ષેત્રીવIઢ, ચિતા:, સર્વાત્મપ્રવેશવુ, અનન્તાનન્તપુરા:” એ આઠ શબ્દોથી આપવામાં આવ્યો છે. તે આ પ્રમાણે
(૧) પ્રદેશો નામનાં કારણ છે, એટલે કે કર્મોનાં જ્ઞાનાવરણીય આદિ જે સાર્થક નામો છે તેનાં કારણ છે. કર્મોનાં નામો તેમના (ફળ આપવાના) સ્વભાવ પ્રમાણે છે. બંધ સમયે જ કર્મપ્રદેશોમાં સ્વભાવ નક્કી થાય છે, અને એ અનુસારે તેમનું કર્મપ્રદેશોનું) નામ પડે છે. જે કર્મપ્રદેશોમાં જ્ઞાનગુણને આવરવાનો સ્વભાવ નક્કી થાય છે તે કર્મપ્રદેશોનું જ્ઞાનાવરણ એવું નામ નક્કી થાય છે. જે કર્મપ્રદેશોમાં દર્શનગુણને આવરવાનો સ્વભાવ નક્કી થાય છે તે કર્મપ્રદેશોનું દર્શનાવરણ એવું નામ પડે છે. આમ પ્રદેશોમાં સ્વભાવ તથા સ્વભાવ પ્રમાણે નામ નક્કી થાય છે. પ્રદેશો વિના સ્વભાવ કે નામ નક્કી ન થઈ શકે. માટે પ્રદેશો નામના અથવા સ્વભાવના(-પ્રકૃતિના) કારણ છે. આ ઉત્તર આપણને સૂત્રમાં રહેલા “નામyત્યાઃ ' શબ્દથી મળે છે. નામ એટલે તે તે કર્મનું સાર્થક નામ અથવા સ્વભાવ. તેના પ્રત્યય એટલે કારણ.
(૨) જીવ ચાર દિશા, ચાર વિદિશા, ઊર્ધ્વદિશા અને અધોદિશા એ દશે દિશામાંથી કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે. આ ઉત્તર સૂત્રમાં રહેલ સર્વતઃ શબ્દથી મળે છે.
૧. સ્વભાવ પ્રમાણે જ કર્મોનાં નામ છે. અથવા નામ પ્રમાણે કર્મોનો સ્વભાવ છે. આથી નામનો
અર્થ સ્વભાવ પણ થઈ શકે.