________________
અ૦ ૮ સૂ૦૪]. શ્રીટક્વાથધિગમસૂત્ર
૩૪૫ અત્યંત સૂક્ષ્મદષ્ટિથી બોધ કરી લે છે. આ પ્રમાણે બોધમાં જોવા મળતું તારતમ્ય રસબંધને આભારી છે. પ્રદેશબંધ વખતે કર્મોમાં રસ ઉત્પન્ન થાય છે. એ રસની તરતમતાના અનુસારે કર્મના સ્વભાવમાં તરતમતા આવે છે.
રસના ચાર ભેદો- કર્માણમાં ઉત્પન્ન થતા રસની અસંખ્ય તરતમતાઓ છે. છતાં સ્થૂલદષ્ટિએ એના ચાર ભેદ છે. તે આ પ્રમાણે એકસ્થાનિક રસ, ક્રિસ્થાનિક રસ, ત્રિસ્થાનિક રસ, ચતુઃસ્થાનિક રસ. તેમાં સામાન્ય મંદ રસને એકસ્થાનિક રસ કહેવામાં આવે છે. આ રસથી આત્માના ગુણોનો અભિભવ અલ્પાંશે થાય છે. એકસ્થાનિક રસથી અધિક તીવ્ર રસને વિસ્થાનિક રસ કહેવામાં આવે છે. તેનાથી પણ અધિક તીવ્ર રસને ત્રિસ્થાનિક રસ કહેવામાં આવે છે. ત્રિસ્થાનિક રસથી અધિક તીવ્ર રસને ચતુઃસ્થાનિક રસ કહેવામાં આવે છે. રસની આ તરતમતા લીંબડાના અને શેરડીના રસની તરતમતાથી સમજી શકાય છે. આ (લીંબડાનો કે શેરડીનો) રસ સ્વાભાવિક હોય ત્યારે એક સ્થાનિક હોય છે. સ્વાભાવિક રસના બે ભાગ કલ્પી એક ભાગ બાળી નાખવામાં આવે તો બચેલો એક ભાગ રસ કિસ્થાનિક બને છે. સ્વાભાવિક રસના ત્રણ ભાગ કલ્પી બે ભાગ બાળી નાખવામાં આવે તો બચેલો એક ભાગ રસ ત્રિસ્થાનિક બને છે. સ્વાભાવિક રસના ચાર ભાગ કલ્પી ત્રણ ભાગ બાળી નાખવામાં આવે તો બચેલો એક ભાગ રસ ચતુઃસ્થાનિક બને છે. એ પ્રમાણે કર્મના રસ વિશે પણ જાણવું.'
(૪) પ્રદેશબંધ કર્યાણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે ત્યારે એ કમણુઓની આઠે પ્રકૃતિઓમાં(=કર્મોમાં) ન્યૂનાધિક વહેંચણી થાય છે. તે આ પ્રમાણે સૌથી ઓછા કર્માણુઓ આયુષ્યના ફાળે જાય છે. તેનાથી ૧. ચાલુભાષામાં એકઠાણિયો, બેઠાણિયો,ત્રણ ઠાણિયો અને ચાર કાણિયો રસ એમ કહેવામાં આવે છે. ૨. જેમ શેરડીનો રસ સુખ આપે છે તેમ શુભ કર્મનું ફળ પણ સુખ આપે છે. તથા જેમ લીમડાનો
રસ દુઃખ આપે છે તેમ અશુભ કર્મથી પણ દુઃખની પ્રાપ્તિ થાય છે. આથી શાસ્ત્રમાં શુભ કર્મના રસને શેરડીના રસથી અને અશુભ કર્મના રસને લીમડાના રસથી સમજાવવામાં આવે છે. શેરડીનો રસ જેમ જેમ વધુ બળે તેમ તેમ અધિક મધુર બને છે. લીમડાનો રસ જેમ જેમ વધુ બળે તેમ તેમ અધિક કડવો બને છે. એ જ પ્રમાણે શુભ પ્રકૃતિમાં જેમ જેમ વધારે તીવ્રરસ તેમ તેમ તેનું શુભ ફળ અધિક મળે. અને અશુભ પ્રકૃતિમાં જેમ જેમ વધારે તીવ્રરસ તેમ તેમ તેનું અશુભ ફળ અધિક મળે. દા.ત. બે વ્યક્તિઓને અસાતાવેદનીયથી દુઃખ થાય છતાં એકને દુઃખનો અનુભવ અધિક થાય, જયારે અન્યને અલ્પ થાય. આનું કારણ રસની તરતમતા છે.