________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૭ સૂ૦ ૯
(૪) સંસારત્યાગી અપ્રમત્ત મુનિથી સંયોગવશાત્ થઇ જતી હિંસા દ્રવ્યહિંસા છે. જેમ કે—અપ્રમત્તભાવે યુગપ્રમાણ દૃષ્ટિ રાખીને જઇ રહેલ મુનિના પગ નીચે અકસ્માત્ કોઇ જીવ આવી જાય અને મૃત્યુ પામે તો એ દ્રવ્યહિંસા છે. કારણ કે મુનિ અપ્રમત્ત છે. તેમનું મન જીવોને બચાવવાના જ ધ્યાનમાં છે. છતાં સંયોગ એવો છે કે જીવ બચાવી શકાતો નથી. તેવા પ્રકારના રોગ આદિ પ્રબળ કારણો ઉપસ્થિત થતાં દુભાતા હ્રદયે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઔષધસેવન આદિમાં થતી હિંસા પણ દ્રવ્યહિંસા છે. સંસાર ત્યાગી મુનિ જો પ્રમાદ કરે=જીવરક્ષા તરફ લક્ષ્ય ન રાખે તો પ્રાણવિયોગ રૂપ દ્રવ્યહિંસા ન થવા છતાં ભાવહિંસા અવશ્ય થાય છે, અને જ્યારે પ્રમાદની સાથે પ્રાણવિયોગ પણ થાય છે ત્યારે દ્રવ્ય-ભાવહિંસા થાય છે. આમ અપેક્ષાએ ગૃહસ્થાવાસના ત્યાગી મુનિઓમાં પણ ત્રણે પ્રકારની હિંસા સંભવિત છે.
૨૯૪
અહીં સૂક્ષ્મદષ્ટિથી વિચારવામાં આવે તો જણાશે કે જેમ મોટા ભાગના ગૃહસ્થોમાં સદા ભાવહિંસા હોય છે તેમ સાધુમાં સદા દ્રવ્યહિંસા હોય છે. કારણ કે શ્વાસોચ્છ્વાસ, હાથ-પગ પ્રસારણ આદિથી સૂક્ષ્મ વાયુકાયના જીવોની હિંસા થયા કરે છે. પોતે અપ્રમત્ત હોવા છતાં આ હિંસાનો પરિહાર અશક્ય છે. આવી દ્રવ્યહિંસા ૧૩મા ગુણસ્થાનક સુધી હોય છે. ૧૪મા ગુણસ્થાને રહેલા તથા સિદ્ધજીવો દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની હિંસાથી રહિત છે. (૮)
અસત્યની વ્યાખ્યા
અસરમિયાનમનૃતમ્ ॥ ૭-૧ ॥
પ્રમાદથી અસત્(=અયથાર્થ) બોલવું તે અસત્ય.
અસત્યના ત્રણ ભેદો છે—(૧) સદ્ભાવપ્રતિષેધ, (૨) અર્થાતર અને (૩) ગĒ. સદ્ભાવપ્રતિષેધના ભૂતનિહ્નવ અને અભૂતોભાવન એ બે ભેદો છે.
ચાર પ્રકારના અસત્યનું સ્વરૂપ–
(૧) ભૂતનિહ્નવ– સદ્ભૂત વસ્તુનો નિહ્નવ(નિષેધ કે અપલાપ) કરવો. જેમ કે આત્મા નથી, પુણ્ય-પાપ નથી વગેરે.