________________
૨૦ ૫ સૂ૦ ૨૨]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૦૧
વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ એ કાળનો ઉપકાર છે. યઘપિ તત્ત્વાર્થકારના મતે કાળ દ્રવ્ય નથી, છતાં અન્યના મતે કાળ દ્રવ્ય છે એમ તેઓ આગળ કહેવાના છે. હવે જો કાળ દ્રવ્ય છે તો તેનો કોઇને કોઇ ઉપકાર હોવો જોઇએ. આથી અહીં ઉપકારના પ્રકરણમાં કાળનો વર્તના આદિ ઉપકાર જણાવવામાં આવ્યો છે.
(૧) વર્તના— પ્રતિસમય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય રૂપ સ્વસત્તાથી યુક્ત દ્રવ્યનું વર્તવું (હોવું) તે વર્તના. યદ્યપિ દ્રવ્યો સ્વયં વર્તી રહ્યાં છે, છતાં તેમાં કાળ નિમિત્ત બને છે. અર્થાત્ સઘળાં દ્રવ્યો સ્વયં ધ્રૌવ્ય રૂપે પ્રત્યેક સમયે વર્તી રહ્યાં છે (વિદ્યમાન છે) અને એ દ્રવ્યોમાં ઉત્પાદ અને વ્યય પણ પ્રત્યેક સમયે થઇ રહ્યા છે. તેમાં કાળ માત્ર નિમિત્ત બને છે. આ વર્તના પ્રતિસમય પ્રત્યેક પદાર્થમાં હોય છે. સૂક્ષ્મ હોવાથી આપણે તેને પ્રત્યેક સમયે જાણી શકતા નથી. અધિક સમય થતાં જાણી શકીએ છીએ. જેમ કે—અર્ધા કલાકે ચોખા રંધાયા, તો અહીં ૨૯ મિનિટ સુધી ચોખા ગંધાતા ન હતા અને ૩૦મી મિનિટે રંધાઇ ગયા, એવું નથી. પ્રથમ સમયથી જ સૂક્ષ્મ રૂપે ચોખા ગંધાઇ રહ્યા હતા. જો ચોખા પ્રથમ સમયે ન રંધાયા હોય તો બીજા સમયમાં પણ ન રંધાયા હોય, બીજા સમયમાં ન રંધાયા હોય તો ત્રીજા સમયમાં પણ ન રંધાયા હોય, એમ યાવત્ અંતિમ સમયે પણ ન રંધાયા હોય. પણ ગંધાયા છે માટે અવશ્ય માનવું જ જોઇએ કે પ્રથમ સમયથી જ તેમાં રંધાવાની ક્રિયા થઇ રહી હતી.
(૨) પરિણામ– પરિણામ એટલે પોતાની સત્તાનો ત્યાગ કર્યા વિના દ્રવ્યમાં થતો ફેરફાર. અર્થાત્ મૂળ દ્રવ્યમાં પૂર્વપર્યાયનો નાશ અને ઉત્તર પર્યાયની ઉત્પત્તિ તે પરિણામ. દ્રવ્યના પરિણામમાં કાળ મહત્ત્વનો ભાગ ભજવે છે. અમુક અમુક ઋતુ આવતાં અમુક અમુક ફળ, ધાન્ય, ફૂલ વગેરેની ઉત્પત્તિ થાય છે. ઠંડી, ગરમી, ભેજ વગેરે ફેરફારો થયા કરે છે. કાળથી બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા વગેરે અવસ્થાઓ થયા કરે છે. આ ફેરફારો (ઉત્પત્તિ-વિનાશ) નિયતપણે ક્રમશઃ થયા કરે છે. પણ જો કાળને આમાં કારણ,ન માનવામાં આવે તો તે બધા ફેરફારો (ઉત્પત્તિ-વિનાશ) એકીસાથે થવાની આપત્તિ આવે. પરિણામનું વિશેષ વર્ણન આ અધ્યાયના ‘તજ્ઞાવ: રિળામઃ' એ સૂત્રમાં આવશે.