________________
પપ
અ૦૧ સૂ૦ ૩૧] શ્રીતત્ત્વાધિગમસૂત્ર ત્યારે મતિ-શ્રુત એ બે જ્ઞાન હોય છે. જ્યારે ત્રણ જ્ઞાન હોય છે ત્યારે મતિશ્રુત-અવધિ અથવા મતિ-શ્રુત-મન:પર્યવ એ ત્રણ જ્ઞાન હોય છે. જયારે ચાર જ્ઞાન હોય છે ત્યારે મતિ, શ્રત, અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાન હોય છે.
પ્રશ્ન-સર્વ જીવોમાં મતિ-શ્રુત એ બે જ્ઞાન હોય છે. શાસ્ત્રમાં એકેન્દ્રિય જીવોમાં પણ સૂક્ષ્મ મતિ-શ્રુતનો સ્વીકાર કરવામાં આવ્યો છે, તો કેવળ મતિજ્ઞાન કેમ હોઈ શકે ?
ઉત્તર– અહીં શબ્દરૂપ શ્રુતની અપેક્ષાએ કેવળ મતિજ્ઞાન હોઈ શકે છે. એકેન્દ્રિયાદિ જીવોને સૂક્ષ્મ શ્રુત હોવા છતાં અક્ષરના બોધરૂપ શ્રુતજ્ઞાન નથી હોતું. અથવા અહીં વિશિષ્ટ શાસરૂપ શ્રતની વિવેક્ષા છે. નિસર્ગ સમ્યગ્દર્શન પામેલ જીવને મતિજ્ઞાન હોવા છતાં વિશિષ્ટ સામાયિક આદિ શ્રુતના બોધનો અભાવ હોય છે.
જ્યારે કેવળજ્ઞાન હોય છે, ત્યારે અન્ય કોઈ જ્ઞાન હોતું નથી.
પ્રશ્ન- કેવળજ્ઞાનના સમયે અન્ય જ્ઞાનોનો સર્વથા અભાવ થાય છે કે તેમની શક્તિ અભિભૂત થાય છે?=ઢંકાઈ જાય છે?
ઉત્તર- આ વિષયમાં બે મત છે. એક મતે અન્ય જ્ઞાનોનો સર્વથા અભાવ હોય છે. આ મતનો અભિપ્રાય એ છે કે ચાર જ્ઞાન આત્માના સ્વભાવરૂપ નથી. કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતા હોવાથી ઔપાધિક છે. (જે સ્વાભાવિક ન હોય, કિત કોઈ ઉપાધિથી નિમિત્તથી થયેલ હોય તે ઔપાધિક કહેવાય. જેમ કે નિર્મલ સ્ફટિકમાં જપાકુસુમના સાન્નિધ્યથી થયેલ લાલરંગ ઔપાધિક છે.)
કેવળજ્ઞાન આત્માના સ્વભાવરૂપ છે. કેવળજ્ઞાન જ્ઞાનાવરણના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થાય છે. જ્ઞાનાવરણનો સર્વથા ક્ષય થાય છે ત્યારે ક્ષયોપશમરૂપ ઉપાધિનો અભાવ હોવાથી ચાર જ્ઞાનોનો પણ સર્વથા અભાવ થાય છે. સૂર્યનો પ્રકાશ બારી-બારણાથી રહિત ઘરમાં નથી આવતો. કારણ કે આવરણ છે. પણ બારી-બારણાવાળા મકાનમાં સૂર્યનો થોડો પ્રકાશ આવે છે. જો મકાનને જ સર્વથા પાડી નાખવામાં આવે તો તે સ્થળે સંપૂર્ણ પ્રકાશ આવે છે અને બારીબારણાનો સર્વથા અભાવ થાય છે. તે જ પ્રમાણે પ્રસ્તુતમાં જ્ઞાનાવરણીય કર્મરૂપ આવરણ હોવાથી સૂર્યસમાન જ્ઞાનનો પ્રકાશ આત્મરૂપ મકાનમાં આવી