________________
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૧ સૂ૦ ૩૧ કેવલજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયો છે.
કેવલજ્ઞાનની જ્ઞાનશક્તિ સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયોમાં હોય છે. જગતમાં એવી કોઈ વસ્તુ કે એવો કોઈ ભાવ=પર્યાય નથી કે જે કેવલજ્ઞાનથી ન જાણી શકાય. જેમ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ પડે છે તેમ આત્મામાં ત્રણ કાળની સર્વ વસ્તુઓનું અને સર્વ ભાવોનું એવા પ્રકારનું વિલક્ષણ જ્ઞાનિગમ્ય પ્રતિબિંબ પડે છે, જેથી કેવળજ્ઞાની ભગવંત જગતનાં સર્વ દ્રવ્યોને અને ત્રણે કાળના સર્વ પર્યાયોને જાણી શકે છે. આથી જ કેવળજ્ઞાનીને સર્વજ્ઞ કહેવામાં આવે છે. સર્વજ્ઞ એટલે સઘળું જાણનાર.
પ્રશ્ન- સર્વજ્ઞો હાલ દેખાતા નથી તો સર્વજ્ઞો હશે કે નહિ તેની શી ખાતરી ?
ઉત્તર– જે વસ્તુ આપણને દેખાય તે જ વસ્તુ આ જગતમાં હોય, અથવા જે વસ્તુ આપણા મગજમાં બેસે તે જ વસ્તુ આ જગતમાં હોય, તે સિવાય કોઈ વસ્તુ ન હોય એ માન્યતા ભૂલ ભરેલી છે. આપણને ન દેખાવા છતાં, જે વસ્તુનું આપ્તપુરુષનાં શાસ્ત્રોમાં પ્રતિપાદન હોય, જે વસ્તુ અનુમાન આદિથી સિદ્ધ થતી હોય, તે વસ્તુ આ જગતમાં હોય છે. આપ્ત પુરુષો સ્વયં સર્વજ્ઞ હોય છે. એથી આપણને જે ભાવો ન દેખાય તેને પણ તેઓ પ્રત્યક્ષ જુએ છે અને જગતને તેનો ઉપદેશ આપે છે. આમપ્રણીત આગમમાં સર્વજ્ઞનું વર્ણન છે. તદુપરાંત અનુમાનથી પણ સર્વજ્ઞની સિદ્ધિ થાય છે. જે ધર્મ અંશતઃ પ્રગટે છે તે ધર્મ અવશ્ય સંપૂર્ણપણે પ્રગટી શકે છે. ચંદ્રનો પ્રકાશ બીજના દિવસે અંશતઃ પ્રગટે છે તો પૂર્ણિમાના દિવસે પૂર્ણરૂપે પ્રગટે છે. તેમ આત્માનો જ્ઞાનધર્મ અંશતઃ પ્રગટે છે તો સંપૂર્ણ પણ પ્રગટી શકે છે. જે આત્મામાં જ્ઞાનધર્મ સંપૂર્ણપણે પ્રગટે તે સર્વજ્ઞ.' (૩૦)
એક જીવને એકીસાથે કેટલ શાન હોઈ શકે?
એક જીવને એકીસાથે એક, બે, ત્રણ કે ચાર જ્ઞાન હોઈ શકે.
કોઈપણ જીવને એકી સાથે પાંચ જ્ઞાન ન હોઈ શકે. જ્યારે એક જ્ઞાન હોય છે ત્યારે મતિજ્ઞાન અથવા કેવળજ્ઞાન હોય છે. જ્યારે બે જ્ઞાન હોય છે ૧. પ્રમાણ મીમાંસા અ૦ ૧ ૦ ૧ સૂ. ૧૬