________________
૨૦ ૨ સૂ૦ ૨૬]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૯૫
સાધનો મુખ્ય ત્રણ છે. મન, વચન અને કાયા. જ્યારે જ્યારે સંસારી આત્મા આત્મિકશક્તિના ઉપયોગ દ્વારા ક્રિયા કરે છે ત્યારે ત્યારે આ ત્રણ સાધનોમાંથી એકની સહાયતા અવશ્ય લે છે. યોગની સહાય વિના સંસારી જીવ કોઇ ક્રિયા કરી શકતો નથી. આથી મન, વચન અને કાયાને પણ કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી યોગ કહેવામાં આવે છે. આનો અર્થ એ થયો કે સંસારી જીવ મનોયોગ, વચનયોગ, કાયયોગ એ ત્રણની મદદથી પોતાની આત્મિકશક્તિનો ઉપયોગ કરીને ક્રિયા કરે છે. આ ત્રણ યોગના કુલ ૧૫ ભેદો છે. આ ૧૫ ભેદોને અધ્યાય-૬ના પ્રથમ સૂત્રમાં વિચારીશું. જ્યારે જીવ ચાલુ ભવનું આયુષ્ય પૂર્ણ થતાં પરભવમાં જાય છે ત્યારે ૧૫ યોગમાંથી કયા યોગની સહાય હોય છે તે આ સૂત્રમાં જણાવવામાં આવ્યું છે.
જીવો પરભવમાં બે પ્રકારની ગતિથી જાય છે. એક વિગ્રહગતિ અને બીજી અવિગ્રહગતિ. કોઇ જીવો વિગ્રહગતિથી અને કોઇ જીવો અવિગ્રહગતિથી પરભવમાં જાય છે. વિગ્રહ એટલે વળાંક. અવિગ્રહ એટલે વળાંક રહિત=સરળ. વળાંકવાળી ગતિ તે વિગ્રહગતિ અને વળાંક વિનાની ગતિ તે અવિગ્રહગતિ. જ્યારે જીવ વિગ્રહગતિથી પરભવમાં જાય ત્યારે તેને કયો યોગ સહાયક હોય છે તે આ સૂત્રમાં જણાવ્યું છે. પરભવ જતાં મન અને વચન ન હોવાથી એ બે યોગોનો સર્વથા અભાવ હોય છે. કાયયોગના ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાર્યણ એમ સાત ભેદો છે. પરભવ જતાં ઔદારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ યોગ ન હોય. કારણ કે એ ત્રણ શરીરને છોડીને જ જીવ પરભવમાં જાય છે. ઔદારિકમિશ્ર આદિ ત્રણ મિશ્ર કાયયોગ પણ ન હોય. કારણ કે મિશ્રકાયયોગ તે તે કાયયોગની ઉત્પત્તિના પ્રારંભમાં હોય છે. હવે એક કાર્પણ કાયયોગ બાકી રહે છે. આથી વિગ્રહગતિથી પરભવ જતાં જીવને કાર્મણ કાયયોગ હોય છે. કાર્પણ કાયયોગની સહાયથી જીવ પરભવમાં પોતાના ઉત્પત્તિસ્થાને પહોંચી જાય છે.
પ્રશ્ન- જીવ પરભવમાં વિગ્રહ અને અવિગ્રહ એમ બે પ્રકારની ગતિથી જાય છે. તેમાં વિગ્રહગતિથી જાય ત્યારે કાર્યણ યોગની સહાય હોય છે એ સમજાયું, પણ અવિગ્રહગતિથી જાય ત્યારે કયા યોગની સહાય હોય ?