________________
અ૦ ૧ સૂ૦ ૨૮-૨૯-૩૦] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૫૩
શકતા. તેઓ જે જાણે છે, તેનાથી અનંતગુણા ભાવોને નથી જાણતા. આથી મતિ-શ્રુતનો વિષય સર્વ દ્રવ્યો છે, પણ સર્વ પર્યાયો નથી.
ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની (ચૌદ પૂર્વધર) શ્રુતકેવળી કહેવાય છે. કારણ કે કેવળી ભગવંત જેટલું કહી શકે છે તેટલું શ્રુત દ્વારા ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની પણ કહી શકે છે. આથી ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની શ્રુત વડે કેવળી સમાન હોવાથી શ્રુતકેવળી કહેવાય છે.
પ્રશ્ન– મતિજ્ઞાન ઇન્દ્રિયો વડે ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયો તો માત્ર રૂપી દ્રવ્યોને જ ગ્રહણ કરે છે, તો મતિજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો શી રીતે હોઇ શકે ? ઉત્તર– મતિજ્ઞાન જેમ ઇન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે તેમ મન દ્વારા પણ ઉત્પન્ન થાય છે. મન પૂર્વે અનુભૂત વિષય ઉપરાંત શ્રુત વડે જાણેલા વિષયોનું પણ ચિંતન કરે છે. શ્રુત વડે અરૂપી દ્રવ્યોનો પણ બોધ થાય છે. આથી મન દ્વારા રૂપી-અરૂપી સર્વ દ્રવ્યો મતિજ્ઞાનનો વિષય બને છે. (૨૭)
અવધિનો વિષય–
વિઘ્નવયેઃ ।। ૧-૨૮ ॥
અવધિનો વિષય કેટલાક પર્યાયયુક્ત રૂપી દ્રવ્યો છે.
ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની પણ રૂપી દ્રવ્યોને જ જાણી શકે છે, અરૂપી દ્રવ્યોને નહિ. (૨૮)
મન:પર્યવજ્ઞાનનો વિષય—
તનન્તમાને મન:પર્યાયસ્થ ॥ ૬-૨૨ ॥
મન:પર્યવજ્ઞાનનો વિષય અવધિજ્ઞાનના વિષયથી અનંતમો ભાગ છે. અવધિજ્ઞાની સર્વ રૂપી પદાર્થોને જાણી શકે છે. મનઃપર્યવજ્ઞાની તેના અનંતમા ભાગના જ રૂપી પદાર્થોને જાણી શકે છે. કારણ કે મનઃપર્યવજ્ઞાની અઢી દ્વીપમાં રહેલા સંક્ષિ પંચેન્દ્રિય જીવોના મનરૂપે પરિણમેલા મનોવર્ગણાના પુદ્ગલોને અને તેના પર્યાયોને જાણી શકે છે. મનોવર્ગણાના સર્વ પણ પુદ્ગલો રૂપી સર્વ દ્રવ્યના અનંતમા ભાગે છે, તો અઢી દ્વીપમાં સંક્ષિપંચેન્દ્રિય જીવોના મનરૂપે પરિણમેલા મનોવર્ગણાના પુદ્ગલો સુતરાં અનંતમા ભાગે છે. (૨૯)
કેવલજ્ઞાનનો વિષય—
सर्वद्रव्यपर्यायेषु केवलस्य ॥ १-३० ॥