________________
૧૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૧ સૂ૦૪ કાર્મગ્રંથિક મતે સમ્યકત્વથી પતિત થઈ મિથ્યાત્વે આવ્યા પછી સાતે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ પુનઃ બંધાય, ઉત્કૃષ્ટ રસ ન બંધાય, સૈદ્ધાંતિક મતે ઉત્કૃષ્ટ સ્થિતિ પણ ન બંધાય.
પ્રશ્ન- ઉત્કૃષ્ટ સ્થિતિ ન બંધાય, પણ મધ્યમ સ્થિતિ બંધાય કે નહિ?
ઉત્તર– ઉત્કૃષ્ટ સ્થિતિ ન બંધાય એ ઉપલક્ષણ હોવાથી મધ્યમ સ્થિતિ પણ ન બંધાય, અર્થાત અંતઃકોડાકોડિ સાગરોપમથી વધારે સ્થિતિ ન બંધાય.
ફરી વાર સમ્યકત્વ પામે ત્યારે કાર્મગ્રંથિક મતે ત્રણ પુંજ આદિ પ્રક્રિયા કરે નહિ, જ્યારે સૈદ્ધાંતિક મતે ત્રણ પુંજની પ્રક્રિયા કરે. (૩)
તત્ત્વોની સંખ્યાजीवाजीवात्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् ॥ १-४ ॥ જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાતતત્ત્વો છે. આ ગ્રંથમાં આ સાત તત્ત્વોનું જુદી જુદી દષ્ટિએ વર્ણન કરવામાં આવેલ છે.
(૧) જીવ-જે જીવ=પ્રાણોને ધારણ કરે તે જીવ. પ્રાણના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. પાંચ ઈન્દ્રિયો, ત્રણ યોગ (મન-વચન-કાયા), શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દશ દ્રવ્યપ્રાણ છે. આત્માના જ્ઞાન-દર્શન આદિ સ્વાભાવિક ગુણો ભાવપ્રાણ છે. સંસારી જીવોને બંને પ્રકારના પ્રાણ હોય છે. મુક્ત (ત્રસિદ્ધ) જીવોને કેવળ ભાવપ્રાણ હોય છે. આ ગ્રંથમાં બીજ, ત્રીજા અને ચોથા અધ્યાયમાં જુદી જુદી દષ્ટિએ મુખ્યપણે જીવતત્ત્વનું વર્ણન કરવામાં આવશે.
(૨) અજીવ– જે પ્રાણરહિત હોય, અર્થાતુ જડ હોય તે અજીવ. અજીવ તત્ત્વના ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાલ એમ પાંચ ભેદ છે. તેમાં પુદ્ગલ રૂપી છે=વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત છે. જ્યારે ધમસ્તિકાય આદિ અરૂપી છે=વર્ણાદિ રહિત છે. રૂપી દ્રવ્ય જો પૂલ પરિણામી હોય તો ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી જાણી શકાય છે. સૂક્ષ્મ પરિણામી હોય તો ઇન્દ્રિયોથી જાણી શકાય નહિ. અરૂપી પદાર્થો ઇન્દ્રિયોથી જાણી શકાય નહિ. આપણને આંખોથી જે કાંઈ દેખાય છે તે સર્વ પુદ્ગલરૂપ અજીવતત્ત્વ છે. આ ગ્રંથમાં પાંચમા અધ્યાયમાં મુખ્યપણે પુદ્ગલ આદિ સર્વ અજીવ તત્ત્વોનું તથા પ્રાસંગિક જીવતત્ત્વનું નિરૂપણ કરવામાં આવશે.