________________
અ૦ ૧ સૂ૦ ૩]
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
કર્મ, અર્ધશુદ્ધપુંજનું મિશ્રમોહનીય કર્મ અને અવિશુદ્ધપુંજનું મિથ્યાત્વમોહનીય કર્મ નામ છે. જેમ નશો પેદા કરનાર કોદરાને શુદ્ધ કરતાં તેમાંથી કેટલોક ભાગ શુદ્ધ થાય છે, કેટલોક ભાગ અર્ધશુદ્ધ થાય છે અને કેટલોક ભાગ અશુદ્ધ જ રહે છે; તેમ અહીં મિથ્યાત્વના દલિકોને શુદ્ધ કરતાં કેટલાક દલિકો શુદ્ધ થાય છે, કેટલાક અર્ધશુદ્ધ થાય છે અને કેટલાક અશુદ્ધ જ રહે છે. શુદ્ધ દલિકો એ શુદ્ધપુંજ, અર્ધશુદ્ધ દલિકો એ અર્ધશુદ્ધપુંજ અને અશુદ્ધ દલિકો એ અશુદ્ધપુંજ.
અંતરકરણનો કાળ સમાપ્ત થતાં જો શુદ્ધપુંજનો અર્થાત્ સમ્યક્ત્વ મોહનીયનો ઉદય થાય તો જીવ ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પામે છે. અર્ધશુદ્ધપુંજનો અર્થાત્ મિશ્રમોહનીયનો ઉદય થાય તો મિશ્ર સમ્યક્ત્વ પામે છે. અશુદ્ધપુંજનો અર્થાત્ મિથ્યાત્વ મોહનીયનો ઉદય થાય તો મિથ્યાત્વ પામે છે.
સમ્યક્ત્વ મોહનીય આદિ ત્રણે કર્મોનો અર્થ આઠમા અધ્યાયના દશમા સૂત્રમાં સમજાવવામાં આવશે.
સમ્યક્ત્વપ્રાપ્તિ અંગે અહીં બે મતો છે. કાર્યગ્રંથિક અને સૈદ્ધાંતિક, કાર્યગ્રંથિક મતે જીવ સૌથી પ્રથમવાર જ્યારે સમ્યક્ત્વ પામે ત્યારે ઔપશમિક સમ્યક્ત્વ જ પામે. જ્યારે સૈદ્ધાંતિક મતે ઔપશમિક કે ક્ષાયોપશમિક એ બેમાંથી ગમે તે એક સમ્યક્ત્વ' પામે છે. સર્વ પ્રથમ ઔપશમિક સમ્યક્ત્વ પામે તો તેની પ્રક્રિયા અહીં કહી છે તે પ્રમાણે જ છે. પણ જો ક્ષાયોપમિક સમ્યક્ત્વ પામે તો અપૂર્વકરણ વડે અંતર્મુહૂર્ત પછીના (અપૂર્વકરણ કાલથી ઉપરના) કર્મદલિકોના પૂર્વે કહ્યા મુજબ શુદ્ધ આદિ ત્રણ પુંજ કરે છે, તથા અંતર્મુહૂર્ત બાદ શુદ્ધપુંજના દલિકોને જ ઉદયમાં લાવે છે.
૧૭
પ્રથમવાર ઔપશમિક સમ્યક્ત્વ પામે તો ઔપમિક સમ્યક્ત્વ પછીની સ્થિતિ અંગે પણ બે મતો છે. સૈદ્ધાંતિક મતે પછી અવશ્ય મિથ્યાત્વ જ પામે. કાર્મગ્રંથિક મતે અહીં કહ્યા મુજબ ત્રણ પુંજોમાંથી જો શુદ્ધપુંજનો ઉદય થાય તો ક્ષાયોપશમિક સમ્યક્ત્વ, અર્ધશુદ્ધપુંજનો ઉદય થાય તો મિશ્ર સમ્યક્ત્વ અને અશુદ્ધપુંજનો ઉદય થાય તો મિથ્યાત્વ પામે છે.
૧. કાર્યગ્રંથિક અને સૈદ્ધાંતિક એ બંનેના મતે મિથ્યાર્દષ્ટિ જીવ જ્ઞાયિક સમ્યક્ત્વ પામતો નથી. ક્ષાયોપશમિક સમ્યક્ત્વી જીવ જ ક્ષાયિક સમ્યક્ત્વ પામે છે. આ માટે જુઓ કર્મપ્રકૃતિમાં
ઉપશમનાકરણ. પણ વિશેષાવશ્યક ભાષ્ય ગાથા-૫૩૧ની કોટ્યાચાર્ય ટીકામાં મિથ્યાદષ્ટિ પણ ક્ષાયિક સમકિત પામે છે, એમ જણાવ્યું છે.