________________
અ૦ ૧ સૂ૦ ૧૩-૧૪]
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૩૧
પ્રત્યક્ષ કહેવામાં આવેલ છે. શ્રુતજ્ઞાનને તો આધ્યાત્મિક દૃષ્ટિએ કે વ્યાવહારિક દૃષ્ટિએ એ બંને રીતે પરોક્ષ કહેવામાં આવે છે. કારણ કે તે મતિપૂર્વક અને પરોપદેશથી થાય છે. (૧૦-૧૧-૧૨)
મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો—
मति: स्मृति: संज्ञा चिन्ताभिनिबोध इत्यनर्थान्तरम् ॥ १-१३ ॥ મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા અને અભિનિબોધ એ પાંચે શબ્દો એકાર્થક છે. અર્થાત્ એ પાંચે શબ્દોનો અર્થ મતિ(જ્ઞાન) થાય છે.
અભિનિબોધ શબ્દ કેવળ જૈન શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. જ્યારે મતિ આદિ શબ્દો લોકમાં પણ પ્રસિદ્ધ છે. અભિનિબોધના સ્થાને આભિનિબોધિક શબ્દ પણ જૈન શાસ્ત્રોમાં આવે છે.
મતિ આદિ શબ્દો સામાન્યથી=સ્થૂલ દૃષ્ટિએ એકાર્થક હોવા છતાં સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરતાં તે દરેક શબ્દમાં સામાન્ય અર્થભેદ છે. તે આ પ્રમાણે— મતિ વર્તમાન વિષયને ગ્રહણ કરે છે, અર્થાત્ ઇન્દ્રિયો કે મન દ્વારા વર્તમાનમાં વિદ્યમાન વિષયનો બોધ તે મતિજ્ઞાન. સ્મૃતિ ભૂતકાળના વિષયને ગ્રહણ કરે છે. પૂર્વે અનુભૂત વસ્તુનું સ્મરણ તે સ્મૃતિજ્ઞાન. સંજ્ઞા ભૂતકાળના વિષયને વર્તમાન કાળનો વિષય બનાવે છે. પૂર્વે અનુભૂત વસ્તુને વર્તમાનમાં જોતાં ‘તે જ આ વસ્તુ છે’ (જે મેં પૂર્વે જોઇ હતી) એ પ્રમાણે થતું જ્ઞાન તે સંજ્ઞાજ્ઞાન. અન્ય ગ્રંથોમાં આ જ્ઞાનને પ્રત્યભિજ્ઞા કહેવામાં આવે છે. ચિંતા ભવિષ્યકાળના વિષયને ગ્રહણ કરે છે. ભવિષ્ય માટેની વિચારણા તે ચિંતાજ્ઞાન. અભિનિબોધ શબ્દ મતિ આદિ દરેક જ્ઞાન માટે સર્વસામાન્ય છે. આથી મતિ આદિ શબ્દો જ્ઞાનવિશેષ માટે છે. જેમ રોકડ નાણાં, વેપારનો માલ, ઘર, ઘરનું ફર્નિચર વગેરે સામાન્યથી મિલકત શબ્દથી ઓળખાવા છતાં દરેક પ્રકારની મિલકત માટે જુદા જુદા શબ્દો છે. આથી મિલકત માટે મિલકત એ સામાન્ય શબ્દ છે. જ્યારે રોકડ નાણાં વગેરે વિશેષ શબ્દો છે. તેમ પ્રસ્તુતમાં અભિનિબોધ શબ્દ સર્વ પ્રકારનાં મતિજ્ઞાન માટે છે અને વિશેષ પ્રકારના તે તે મતિજ્ઞાન માટે મતિ આદિ શબ્દો છે. (૧૩)
મતિજ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્તો— તિિન્દ્રયાનિન્દ્રિયનિમિત્તમ્ ॥ ?-૪ ॥