________________
૩૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૧ સૂ૦ ૧૦-૧૧-૧૨ ભેદો નથી. અથવા કેવળ એટલે શુદ્ધ સર્વ આવરણ રહિત. અથવા કેવળ એટલે સંપૂર્ણ અથવા કેવળ એટલે મતિજ્ઞાનાદિથી રહિત અસાધારણ. અથવા કેવળ એટલે અનંત=સર્વ દ્રવ્ય-પર્યાયોનો બોધ કરાવનાર. (૯)
પાંચ જ્ઞાનની પ્રમાણને આશ્રયીને વિચારણાતત્વમાને ૨-૧૦ |
મા પરોક્ષમ છે ૨-૨ | પ્રત્યક્ષમ | ૨-૧૨
પાંચ પ્રકારનું જ્ઞાન બે પ્રમાણરૂપ છે. (૧૦) પ્રથમનાં મતિ અને શ્રુત એ બે જ્ઞાન પરોક્ષ પ્રમાણરૂપ છે. (૧૧) બાકીનાં અવધિ, મન:પર્યાય અને કેવળ એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે. (૧૨)
પ્રમાણનું વર્ણન આ અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં આવી ગયું છે.
પ્રશ્ન-ન્યાય આદિ દર્શનગ્રંથોમાં તેમ જ લોકમાં ચક્ષુ આદિ ઈન્દ્રિયો દ્વારા થતા બોધને=મતિજ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણ કહેવામાં આવે છે, જયારે અહીં મતિજ્ઞાનને પરોક્ષ પ્રમાણ કહેવામાં આવ્યું છે તેનું શું કારણ ?
ઉત્તર- અહીં દરેક વિષયની વિચારણા આધ્યાત્મિક દૃષ્ટિએ કરવામાં આવે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ મતિજ્ઞાન પણ પરોક્ષજ્ઞાન છે. અક્ષ શબ્દનો અર્થ જેમ ઇન્દ્રિય થાય છે, તેમ આત્મા પણ થાય છે. આથી આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રત્યક્ષ જ્ઞાન તે જ છે કે જે જ્ઞાન ઇન્દ્રિયોની સહાય વિના કેવળ આત્મા દ્વારા થાય. જે જ્ઞાન ઇન્દ્રિયોની સહાયથી થાય છે તે આધ્યાત્મિક દૃષ્ટિએ પરોક્ષ છે. અક્ષ એટલે આત્મા. ઈન્દ્રિયોની સહાય વિના સાક્ષાત્ આત્માને થતું જ્ઞાન પ્રત્યક્ષજ્ઞાન છે. આત્માથી પર એટલે કે ઇન્દ્રિયોની સહાયથી થતું જ્ઞાન પરોક્ષજ્ઞાન છે. જ્ઞાન એ જ પ્રમાણ છે, આથી પ્રત્યક્ષજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે અને પરોક્ષજ્ઞાન પરોક્ષ પ્રમાણરૂપ છે. મતિજ્ઞાન ઇન્દ્રિયોની સહાયથી થતું હોવાથી પરોક્ષજ્ઞાન છે. ન્યાયદર્શન આદિ દર્શનગ્રંથોમાં અને લોકમાં અક્ષ શબ્દનો અર્થ ઇન્દ્રિય સ્વીકારીને મતિજ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. આ દષ્ટિએ જૈનદર્શન પણ મતિજ્ઞાનને ન્યાયગ્રંથોમાં પ્રત્યક્ષ જ્ઞાન તરીકે સ્વીકારે છે. જૈન ન્યાયગ્રંથોમાં મતિજ્ઞાનને સાંવ્યવહારિ ૧. પ્રમાણ મિમાંસા અ૦ ૧ આ૦ ૧ સૂ. ૨૦. પ્રમાણ નથ૦ પરિ૦ ૨ સૂ. ૪