________________
૧૬
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ૦ ૧ સૂ૦૩ સુધી આવીને ગ્રંથિનો ભેદ ન કરી શકવાથી પાછા ફરે છે. પણ જે આસન્નભવ્ય જીવો છે=જે જીવોમાં આધ્યાત્મિક વિકાસ સાધવાની યોગ્યતા પ્રગટી છે, તે જીવો ગ્રંથિભેદ માટે જરૂરી અપૂર્વ વર્ષોલ્લાસરૂપ અપૂર્વકરણ વડે રાગ-દ્વેષની ગ્રંથિને ભેદી નાખે છે. ત્યાર બાદ ઉત્તરોત્તર વિશુદ્ધ આત્મ-અધ્યવસાય રૂપ અનિવૃત્તિકરણ વડે જીવ ઉદયક્ષણથી અંતર્મુહૂર્ત સુધીની મિથ્યાત્વની સ્થિતિની ઉપર અંતર્મુહૂર્ત કાલ પ્રમાણ અંતરકરણ કરે છે.
અંતરકરણ એટલે મિથ્યાત્વના કર્મદલિક વિનાની સ્થિતિ. અર્થાત્ ઉદયક્ષણથી અંતર્મુહૂર્ત સુધીની મિથ્યાત્વની સ્થિતિથી ઉપરની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાં રહેલા મિથ્યાત્વનાં દલિકોને ત્યાંથી લઈ લે છે અને એ સ્થિતિને ઘાસ વિનાની ઉખર ભૂમિની જેમ મિથ્યાત્વકર્મનાં દલિકો વિનાની કરે છે. મિથ્યાત્વકર્મનાં દલિકોથી રહિત અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિને અંતરકરણ કહેવામાં આવે છે.
અંતરકરણ થતાં મિથ્યાત્વકર્મની સ્થિતિના બે વિભાગ થાય છે. એક વિભાગ અંતરકરણની નીચેની સ્થિતિનો અને બીજો વિભાગ અંતરકરણની ઉપરની સ્થિતિનો. તેમાં પ્રથમ સ્થિતિમાં=અંતરકરણની નીચેની સ્થિતિમાં મિથ્યાત્વનો ઉદય હોવાથી જીવ મિથ્યાદષ્ટિ છે. આ સ્થિતિનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અંતર્મુહૂર્ત પ્રમાણ પ્રથમ સ્થિતિ સમાપ્ત થતાં અંતરકરણ શરૂ થાય છે. અંતરકરણના પ્રથમ સમયથી જ જીવ ઔપથમિકસમ્યકત્વ પામે છે. કારણ કે અંતરકરણમાં મિથ્યાત્વનાં દલિકો ન હોવાથી મિથ્યાત્વકર્મના ઉદયનો અભાવ છે. જેમ દાવાનલ સળગતાં સળગતાં ઉખર ભૂમિ પાસે આવે છે ત્યારે શાંત થઈ જાય છે તેમ મિથ્યાત્વકર્મઅંતરકરણ પાસે આવતાં શાંત થઈ જાય છે.
અંતરકરણમાં રહેલો જીવ મિથ્યાત્વમોહનીયનાં કર્મલિકોને શુદ્ધ કરે છે. આથી તે દલિતોના ત્રણ પુંજો બને છે–(૧) શુદ્ધપુંજ, (૨) અર્ધશુદ્ધપુંજ, (૩) અવિશુદ્ધપુંજ. આ ત્રણ પુંજના ત્રણ નામ પડે છે. શુદ્ધપુંજનું સમ્યકત્વ મોહનીય ૧. પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા-૨૨મી તથા કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગાથા-૧૯મીની ટીકામાં અનિવૃત્તિકરણના ચરમ સમયથી અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વનાં દલિકોને શુદ્ધ કરે છે એવા ભાવનું જણાવ્યું છે. કર્મગ્રંથ, લોકપ્રકાશ વગેરે પ્રસિદ્ધ ગ્રંથોમાં અંતરકરણમાં પ્રવેશ કરે એ સમયથી (=ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિના પહેલા સમયથી) અંતર્મુહૂર્ત સુધી કમંદલિકોને શુદ્ધ કરે એમ જણાવ્યું છે.