________________
અ૦ ૧ સૂ૦ ૩]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
કોઇ પશ્ચાત્તાપ કરતાં, કોઇ અનિત્યાદિ ભાવનાનું ચિંતન કરતાં કેવળજ્ઞાન પામી મોક્ષ સાધે છે. કોઇ તીર્થંકર રૂપે, કોઇ ગણધર રૂપે, કોઇ સામાન્ય કેવળી રૂપે મોક્ષ પામે છે. આમ ભિન્ન ભિન્ન રીતે મોક્ષ પામવામાં કારણ તે તે જીવનું પોતાનું આગવું તથાભવ્યત્વ છે.
૧૫
દરેક જીવમાં તથાભવ્યત્વ ભિન્ન ભિન્ન હોવાથી સમ્યગ્દર્શન આદિ ગુણો પણ ભિન્ન ભિન્ન રીતે ભિન્ન ભિન્ન હેતુઓથી પ્રાપ્ત થાય છે. આથી કોઇ જીવને નિસર્ગથી અને કોઇ જીવને અધિગમથી સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થાય છે. જે જીવનું જેવા પ્રકારનું તથાભવ્યત્વ હોય તે જીવને તે રીતે મોક્ષના સાધનભૂત સમ્યગ્દર્શનાદિ ગુણોની અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
સમ્યક્ત્વના ભેદો— ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, વેદક અને સાસ્વાદન એમ સમ્યક્ત્વના પાંચ ભેદો છે. જીવ જ્યારે પહેલી વાર સમ્યક્ત્વ પામે છે ત્યારે ઔપશમિક સમ્યક્ત્વ પામે છે.
ઔપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિનો ક્રમ–
સંસારસમુદ્રમાં અનંત પુદ્ગલપરાવર્તો સુધી અનંત દુ:ખ સહન કર્યા બાદ જીવના તથાભવ્યત્વનો પરિપાક થવાથી નદીઘોલપાષાણન્યાયે, એટલે કે ઘડવાના કોઇપણ જાતના પ્રયત્ન વિના માત્ર વારંવાર આમ-તેમ અથડાવાથી નદીનો પથ્થર એની મેળે જ ગોળ બની જાય છે તેમ, અનાભોગથી ઉત્પન્ન થયેલ આત્માના વિશિષ્ટ શુભ અધ્યવસાય રૂપ યથાપ્રવૃત્તિકરણ વડે, આયુષ્ય વિના સાત કર્મોની સ્થિતિ ઘટીને માત્ર અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ (પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ) થાય છે. આ પ્રમાણે જ્યારે આયુષ્ય વિના સાત કર્મોની સ્થિતિ અંતઃકોડાકોડ સાગરોપમ પ્રમાણ થાય છે ત્યારે જીવ રાગદ્વેષની ગ્રંથિ (રાગ-દ્વેષનો તીવ્ર પરિણામ) પાસે=ગ્રંથિદેશે આવ્યો કહેવાય છે. અહીંથી રાગદ્વેષની દુર્ભેદ્ય ગ્રંથિને ભેદીને આગળ વધવા માટે ઘણા જ વીર્યોલ્લાસની જરૂર પડે છે.
ઘણા જીવો અહીં સુધી (=રાગદ્વેષની નિબિડ ગ્રંથિ સુધી) આવીને પાછા ફરે છે, અર્થાત્ સાત કર્મોની દીર્ઘ સ્થિતિ બાંધે છે અને સંસારમાં પરિભ્રમણ કરે છે. અભવ્ય અને દૂરભવ્ય જીવો આ રાગ-દ્વેષની દુર્ભેદ્ય ગ્રંથિ