________________
અ૦૧ સૂ૦ ૮] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
(૪) સ્પર્શના– સમ્યગ્દષ્ટિ એક જીવ કે અનેક જીવો જઘન્યથી લોકના અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે, ઉત્કૃષ્ટથી એકજીવને કે અનેક જીવોને આશ્રયીને ચૌદ રજજુ પ્રમાણ લોકના કંઈક ન્યૂન આઠ રાજને સ્પર્શે છે.
તે આ પ્રમાણે-ક્ષેત્રમાં કહ્યું તેમ ત્રીજી નરકથી બારમા દેવલોક સુધી આઠ રાજની ઊંચાઈ થાય, અને તેની જાડાઈ શરીર પ્રમાણ થાય.
પ્રશ્ન- કંઈક ન્યૂન કઈ રીતે થાય છે?
ઉત્તર– ઉપર ૬ રાજ વિમાનની ધજા સુધી પૂર્ણ થાય છે. દેવો ધજા સુધી જતા નથી, દેવસભા સુધી જ જાય છે. એથી ઉપરનો ધજાનો ભાગ બાકી રહે. નીચે ત્રીજી પૃથ્વી પૂર્ણ થાય ત્યાં બે રાજ પૂરા થાય છે. પણ દેવ ત્રીજી પૃથ્વી પૂર્ણ થાય ત્યાં સુધી ન જાય, માત્ર નરકાવાસ સુધી જ જાય. આથી નરકાવાસ પછીનો ત્રીજી પૃથ્વીનો ભાગ બાકી રહે છે. તથા ત્રસ નાડી ગોળ હોવાથી તેમ જ ત્રસનાડીના ઠેઠ છેડા સુધી નરકાવાસ કે વિમાન નથી. એટલે ત્રસનાડીના છેડાથી વિમાન કે નરકાવાસ જેટલા દૂર હોય તેટલો ભાગ છૂટી જાય. કારણ કે તેટલા ભાગમાં ગમનાગમનથી કે મરણસમુઘાતથી પણ આત્મપ્રદેશો ફેલાતા નથી. આમ ઉપરનો, નીચેનો અને સાઈડનો ભાગ બાકી રહે. આથી તેટલા ભાગે છોડીને રાજની સ્પર્શના આવે. માટે અહીં કંઈક ન્યૂન આઠ રાજને સ્પર્શે છે એમ જણાવ્યું છે.
આ માપ ઘનની અપેક્ષાએ છે. સૂચિની અપેક્ષાએ એક જીવને આશ્રયીને ૮ રાજ અને અનેક જીવોને આશ્રયીને ૧૨ રાજ સ્પર્શના થાય.
તેમાં આઠ રાજની સ્પર્શના ક્ષેત્રદ્વારમાં જણાવ્યા મુજબ સમજવી. બાર. રાજની સ્પર્શના આ પ્રમાણે છે–અનુત્તર દેવલોકમાં જતા અથવા ત્યાંથી આવીને મનુષ્યભવમાં આવતા સાત રાજની સ્પર્શના થાય. તથા પૂર્વબદ્ધાયુ અવિરતિ સમ્યગ્દષ્ટિતિર્યંચ અથવા મનુષ્ય ક્ષાયોપશમિકસમ્યકત્વ લઈને છઠ્ઠી નરકમાં પણ ઉત્પન્ન થાય છે અથવા ક્ષાયોપશમિક સમ્યક્ત્વયુક્ત નારકી ત્યાંથી ઉદ્વર્તન પામીને મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. તેથી અવિરતિ સમ્યગ્દષ્ટિ છઠ્ઠી નરકમાં જતા અથવા ત્યાંથી આવતાં પાંચ રાજને સ્પર્શે છે. આમ સર્વ મળી અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્માઓને સામાન્યથી બાર રાજની સ્પર્શના થાય છે.
કેવળી સમુદ્ધાતની અપેક્ષાએ સંપૂર્ણ લોકની સ્પર્શના સમજવી. .