________________
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
પ્રશ્ન— લોકનો અસંખ્યાતમો ભાગ એટલે શું ?
ઉત્તર– બુદ્ધિથી લોકના અસંખ્ય ભાગ કલ્પવાના. તેમાંથી એક ભાગ જેટલું ક્ષેત્ર અસંખ્યાતમો ભાગ ગણાય. જેમ કે—અસત્કલ્પનાથી લોકના ૧૦૦ ભાગ કલ્પીએ તો તેમાંથી એક ભાગ (સોમો ભાગ) એક કે અનેક સમ્યગ્દષ્ટિ જીવોનું ક્ષેત્ર છે. એક કે અનેક સમ્યગ્દષ્ટિ જીવો તેટલા ક્ષેત્રમાં રહેલા છે.
આ માપ ઘનક્ષેત્રની અપેક્ષાએ છે. સૂચિક્ષેત્રની અપેક્ષાએ એક જીવને કે અનેક જીવોને આશ્રયીને ૮ રાજ ક્ષેત્ર થાય છે. તે આ પ્રમાણે—અચ્યુત દેવલોકનો દેવ જન્માંતરના કે એ જ ભવના સ્નેહથી (આઠમા) સહસ્રાર સુધીના દેવને (બારમા) અચ્યુત દેવલોક સુધી લઇ જાય છે. બારમા દેવલોકે ગયેલો સહસ્રાર સુધીનો દેવ ત્યાંથી ઉત્તરવૈક્રિય શરીરથી ત્રીજી નરકમાં જાય ત્યારે બારમા દેવલોકથી ત્રીજી નરક સુધી આત્મપ્રદેશો સંલગ્ન હોય એ અપેક્ષાએ આઠ રાજ થાય. અથવા સહસ્રાર સુધીનો સમ્યગ્દષ્ટિ દેવ એક રૂપે બારમા દેવલોકમાં જાય અને બીજા રૂપે નીચે ત્રીજી નરક સુધી જાય. આ રીતે પણ આઠ રાજ થાય. તે આ પ્રમાણે તિતિલોકના મધ્યભાગથી ઇશાનપર્યંત દોઢ રાજ, માહેન્દ્ર પર્યંત અઢી રાજ, સહસ્રાર પર્યંત પાંચ રાજ, અચ્યુત પર્યંત છ રાજ થાય તથા તિર્હાલોકના મધ્યભાગથી ત્રીજી નરક સુધી બે રાજ થાય. તે આ પ્રમાણે—પ્રથમ નરક રત્નપ્રભામાં જ હોવાથી સંખ્યાતા યોજન છે. બીજી નરક એક રાજે પૂર્ણ થાય છે. ત્રીજી નરક બે રાજે પૂર્ણ થાય છે. આમ ત્રીજી નરક સુધી બે રાજ થાય. આમ ૬+૨=૮ રાજ થાય.
સહસ્રાર સુધીના દેવો પોતાના જ્ઞાન વડે જોઇને મિત્ર નારકીની વેદના શાંત કરવા અને શત્રુ નારકીની વેદના ઉદીરવા (=અધિક દુઃખ આપવા) ત્રીજી નરક સુધી જાય છે. આનત આદિ દેવોની ત્રીજી નરક સુધી જવાની શક્તિ હોવા છતાં તે અલ્પસ્નેહાદિવાળા હોવાથી નરકમાં જતા નથી. આથી અહીં ‘બારમા દેવલોકે ગયેલો સહસ્રાર સુધીનો દેવ' એમ જણાવ્યું છે.
જો કે સીતાજીનો જીવ અચ્યુતેન્દ્ર ચોથી નરકમાં રહેલા લક્ષ્મણજીને પૂર્વના સ્નેહથી મળવા માટે ગયો હતો. પરંતુ આવું ક્વચિત્ જ બનતું હોવાથી તેની વિવક્ષા કરવામાં આવી નથી.
૨૬
[અ૦ ૧ સૂ૦ ૮